વાસુદેવ મહેતા
અજિતપાલસિંગ
અજિતપાલસિંગ (જ. 1 એપ્રિલ 1947, સંસારપુર, પંજાબ) : ભારતના સુપ્રસિદ્ધ હૉકી ખેલાડી. પિતા સંધુસિંગ, માતા ગુરુબચન. સ્નાતક થયા પછી કૉચિંગનો ડિપ્લોમા મેળવ્યો. 1964માં ટોકિયો ઑલિમ્પિકમાં અને 1975માં કુઆલાલંપુરમાં યોજાયેલ વર્લ્ડકપ હૉકી ચૅમ્પિયનશિપ ટુર્નામેન્ટમાં ભારતે હૉકી વિજેતાનું પ્રથમ પદક મેળવેલું. તેનો યશ તેના કૅપ્ટન અને બોર્ડર સિક્યુરિટી ફોર્સના ડેપ્યુટી કમાન્ડન્ટ અજિતપાલસિંગને…
વધુ વાંચો >અલ ઓરટર
અલ ઓરટર (જ. 19 સપ્ટેમ્બર 1936. ન્યૂયોર્ક, યુ.એસ.; અ. 1 ઑક્ટોબર 2007, ફ્લોરિડા, યુ.એસ.) : યુ.એસ.નો ચક્રફેંકનો ખેલકૂદવીર. તેણે ચાર ઑલિમ્પિક્સમાં સતત સુવર્ણચંદ્રક જીતીને ઑલિમ્પિક્સનો અમેરિકા માટે નવો વિક્રમ પ્રસ્થાપિત કર્યો. ન્યૂયૉર્ક સ્ટેટના લૉગ આઇલૅન્ડમાં ઇલેક્ટ્રિક ડેટા પ્રોસેસિંગના સિસ્ટમ એનાલિસ્ટ તરીકે આઠ કલાકની કામગીરી બજાવ્યા પછી શારીરિક ચુસ્તતા માટે વ્યાયામ…
વધુ વાંચો >અશોકકુમાર (2)
અશોકકુમાર (2) (જ. 1 જૂન 1950, મેરઠ, ઉત્તરપ્રદેશ) : ભારતના જાણીતા હૉકીવીર. પિતા ધ્યાનચંદની હૉકીથી જાદુઈ લાકડીની જેમ દડાને ખેલાવીને હરીફને હંફાવનાર; રાઇટ-ઇન અને લેફ્ટ-ઇન બંને સ્થાન પર કુશળતાથી તેઓ રમતા. વર્લ્ડ કપ સ્પર્ધા માટે પર્થ રમવા જનાર ભારતીય હૉકી ટુકડીના કૅપ્ટન તરીકે 1978માં તેઓ નિયુક્ત થયા હતા. ઝાંસીમાં શાળાનો…
વધુ વાંચો >એરોન મેન્યુઅલ
એરોન મેન્યુઅલ (જ. 30 ડિસેમ્બર 1935, મ્યાનમાર) : ભારતના ચેસના ઉત્તમ ખેલાડી. તમિળ માતાપિતાને ત્યાં જન્મ. અલ્લાહાબાદ યુનિવર્સિટીમાંથી 1955માં સ્નાતક પદવી મેળવીને તમિલનાડુમાં ઇન્ડિયા બૅન્કના ઑફિસર તરીકે જોડાયા. પિતાને ચેસ રમતા જોઈને 7 વર્ષની ઉંમરે તેમને ચેસની રમતમાં રસ ઉત્પન્ન થયો. રમતના પાયાના નિયમો શીખ્યા. બારમે વર્ષે ભારતના ઉત્તમ ખેલાડી…
વધુ વાંચો >ઓવેન્સ, જેસી
ઓવેન્સ, જેસી (જ. 12 સપ્ટેમ્બર 1913, ડેન્વિલ, આલાબામા, યુ.એસ.; અ. 31 માર્ચ 1980, ફિનિક્સ, ઍરિઝોના) : વીસમી સદીના વિખ્યાત અમેરિકન દોડવીર; મૂળ નામ જેમ્સ ક્લીવલૅન્ડ ઓવેન્સ. કપાસ પકવનાર સાધારણ કુટુંબમાં જન્મ. કપાસનો પાક નિષ્ફળ જતાં ઑવેન્સકુટુંબ આલાબામા છોડીને ક્લીવલૅન્ડ આવ્યું. ગરીબાઈમાં ભણવાની સાથોસાથ ઑવેન્સે બૂટપૉલિશ માટેની દુકાનમાં કામ કરેલું. શાળામાં…
વધુ વાંચો >કાર્પૉવ, આનાતોલી
કાર્પૉવ, આનાતોલી (જ. 5 મે 1951, લેનિનગ્રાડ, રશિયા) : રશિયાનો વિશ્વવિજેતા ચેસખેલાડી. પિતા ચેસના અચ્છા ખેલાડી હતા તેથી તેમને રમતા જોઈને નિયમપૂર્વક રમતાં શીખ્યા. સાતમા વર્ષે તો સ્કૂલના મોટી ઉંમરના ચેસના વિદ્યાર્થી-ખેલાડીઓ સામે રમવા લાગ્યા. તેરમે વર્ષે ઑલ યુનિયન સ્કૂલમાં તે સૌથી નાના ખેલાડી હતા. એક વર્ષ પછી રશિયાનાં આગળ…
વધુ વાંચો >ગુજરાત (લલિતકલાઓથી સમૂહમાધ્યમો)
ગુજરાત લલિતકલાઓ સ્થાપત્યકલા ગુજરાતમાં સ્થાપત્યકલાના અવશેષો આદ્ય-ઐતિહાસિક કાલ જેટલા પુરાણા છે. લોથલ, રંગપુર, રોઝડી, આમરા, લાખાબાવળ, પ્રભાસ સોમનાથ, નખત્રાણા, પાબુમઠ, સુરકોટડા, ધોળાવીરા વગેરે ગુજરાતની આદ્ય-ઐતિહાસિક સંસ્કૃતિનાં કેન્દ્રો છે. સ્થાપત્યકીય સ્મારકોની દૃષ્ટિએ લોથલ અને ધોળાવીરા નોંધપાત્ર છે. લોથલનું ખોદકામ ડૉ. એસ. આર. રાવના માર્ગદર્શન નીચે થયું હતું. લોથલનું નગર સારી રીતે…
વધુ વાંચો >