વાસુદેવ પાઠક

દયાનંદ સરસ્વતી, સ્વામી

દયાનંદ સરસ્વતી, સ્વામી (જ. 1825, ટંકારા, જિ. રાજકોટ; અ. 30 ઑક્ટોબર 1883, અજમેર) : આર્યસમાજના સ્થાપક. વેદોના ઊંડા અભ્યાસી. અગ્રણી સમાજસુધારક અને મહાન દેશભક્ત. દયાનંદનો જન્મ સારી સ્થિતિના, શિવમાર્ગી ઔદીચ્ય બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમના પિતા કરસનજી લાલજી ત્રિવેદી જમીનદાર અને ધીરધાર કરનાર હતા. દયાનંદનું સાંસારિક નામ મૂળશંકર હતું. તેર…

વધુ વાંચો >

દશકુમારચરિત

દશકુમારચરિત : સંસ્કૃત કથા. કથા કે આખ્યાયિકાના ચુસ્ત માળખામાં ન બંધાતી, ગદ્યકાર દંડીની આ રચના છે. શાસ્ત્રગ્રંથ ‘કાવ્યાદર્શ’ના રચયિતા દંડીએ, પ્રો. આપ્ટે નિર્દેશે છે તેમ, ઈ. સ.ની છઠ્ઠી સદીના ઉત્તરાર્ધમાં આ ગ્રંથ રચ્યો હશે. તેમાં માલવ પ્રદેશના રાજવી માનસાર સાથેના યુદ્ધમાં રાજહંસ હારી ગયો. તેની આપન્નસત્વા રાણીને વિંધ્યવનમાં મોકલી દેવાઈ.…

વધુ વાંચો >

દશરથ રાજા

દશરથ રાજા : પ્રાચીન ભારતના પ્રતાપી સૂર્યવંશી રાજા. સૂર્યથી ઉત્પન્ન થયેલા વૈવસ્વત મનુના પુત્ર ઇક્ષ્વાકુના નામ પરથી ‘ઇક્ષ્વાકુ વંશ’ પ્રચલિત થયો. તે પ્રથમ એવો સૂર્યવંશી રાજા હતો, જેણે અયોધ્યામાં શાસન કર્યું. આ ઇક્ષ્વાકુના કુળમાં દિલીપ રાજા પછી રઘુ નામે પ્રતાપી રાજા થયો અને તે વંશ રઘુવંશ તરીકે ઓળખાવા લાગ્યો. રઘુનો…

વધુ વાંચો >

દુર્યોધન

દુર્યોધન : મહાભારત મહાકાવ્યનો પ્રતિનાયક. તે સારો યોદ્ધો હોવાથી ‘સુયોધન’ એવા અન્ય નામે પણ ઓળખાતો હતો. દુર્યોધનના નામનો અર્થ, મુશ્કેલીથી જેની સાથે યુદ્ધ થઈ શકે (જીતી શકાય) તેવો. ચંદ્રવંશી ધૃતરાષ્ટ્ર અને ગાંધારીનો આ જ્યેષ્ઠ પુત્ર હતો. તેના જન્મસમયે અનેક દુશ્ચિહનો થયાં હતાં. આ જોઈને, મહાત્મા વિદુરે તેનો ત્યાગ કરવા માટેનું…

વધુ વાંચો >

દુર્વાસા

દુર્વાસા : પરશુરામની જેમ જ, પોતાના અત્યંત ક્રોધી સ્વભાવને લીધે જાણીતા અને શિવના અંશરૂપ મનાતા મહાન ધર્મનિષ્ઠ ઋષિ. તે મહર્ષિ અત્રિ અને અનસૂયાના પુત્ર હતા. તે ઔર્વ મુનિની કંદલી નામની પુત્રી સાથે પરણ્યા હતા. વિવાહ સમયની પ્રતિજ્ઞા અનુસાર, કંદલીના સો અપરાધ માફ કર્યા અને પછી વધુ એક અપરાધ થતાં તેને…

વધુ વાંચો >

દુ:શાસન

દુ:શાસન : ધૃતરાષ્ટ્રના સો પુત્રોમાંનો એક. જેને કાબૂમાં રાખવો મુશ્કેલ પડે, નિયંત્રિત ન થઈ શકે, તે દુ:શાસન. જીવનનાં કોઈ મૂલ્યો કે આદર્શોને પણ ન સ્વીકારનાર, ઉદ્દંડ એવું આ મહાભારતનું પાત્ર છે. પોતાના મોટા ભાઈ દુર્યોધનના જેવો જ તે શૂરવીર, પરાક્રમી, મહારથી અને યુદ્ધપ્રેમી હતો. આમ છતાં સ્વભાવે દુષ્ટ અને નિરંકુશ…

વધુ વાંચો >

નાગાનન્દ

નાગાનન્દ (ઈ. સ.ની સાતમી શતાબ્દી) : હર્ષવર્ધન નામના રાજવી નાટ્યકારની, બૌદ્ધધર્મી જીમૂતવાહનના આત્મત્યાગની આખ્યાયિકાના આધારે રચાયેલી પાંચ અંકની સંસ્કૃત નાટ્યકૃતિ. તેના પ્રથમ ત્રણ અંકમાં પિતૃભક્ત જીમૂતવાહનના મલયવતી સાથેના પ્રણયની કથા છે. છેલ્લા બે અંકમાં નાટકનાં વિષય અને રજૂઆત બદલાય છે. તેમાં સ્વાર્પણની ભાવના વ્યક્ત થાય છે. આમ, નાટ્યવસ્તુમાં એકરૂપતા જળવાતી…

વધુ વાંચો >