લીલાધર ખેસાભાઈ પટેલ
એકીકૃત ક્ષેત્રસિદ્ધાંત
એકીકૃત ક્ષેત્રસિદ્ધાંત (unified field theory) : ગુરુત્વાકર્ષણ અને વીજચુંબકત્વનું એક જ સૈદ્ધાંતિક માળખામાં સંકલન. અનાદિકાળથી માનવે અલગ અલગ પ્રક્રિયાઓનું નિયમન કરતા એકીકૃત નિયમની શોધ કરવાનું ચાલુ રાખેલ છે. વૈજ્ઞાનિક રીતે જેને પ્રથમ એકીકૃત સિદ્ધાંત કહી શકાય તેવી શોધ ન્યૂટનના ગુરુત્વાકર્ષણને લગતા નિયમની છે. ન્યૂટનનો આ નિયમ ફક્ત આકાશી પદાર્થોની ગતિનું…
વધુ વાંચો >ગતિશાસ્ત્ર (ગતિવિદ્યા)
ગતિશાસ્ત્ર (ગતિવિદ્યા) : યંત્રશાસ્ત્રની જે શાખામાં પદાર્થ ઉપર કાર્ય કરતાં બળો અને તેનાથી ઉત્પન્ન થતી ગતિનો અભ્યાસ કરવામાં આવે છે તે શાસ્ત્ર. ગતિશાસ્ત્રમાં ન્યૂટનના ગતિના નિયમોને સ્વયંસિદ્ધ વિધાનો (axioms) તરીકે સ્વીકારવામાં આવે છે. આ નિયમો નીચે મુજબ છે : નિયમ 1 : કોઈ પણ પ્રકારનું બાહ્ય બળ લગાડવામાં ન આવે,…
વધુ વાંચો >ટેન્સર
ટેન્સર : એક યામપદ્ધતિના યામગણો (set of co-ordinates)નું બીજી યામપદ્ધતિના યામગણોમાં રૂપાંતર કરવામાં આવે ત્યારે રૂપાંતર સાથે સંકળાયેલી અમૂર્ત વિભાવના તે પ્રદિશ. Rn એ n-પરિમાણી અવકાશ છે અને R બધી જ વાસ્તવિક સંખ્યાઓનો ગણ છે. x1, x2, …., xn એ Rn બિંદુના યામ છે. n સમીકરણ = Φi (x1, x2,…
વધુ વાંચો >ન્યૂટન, સર આઇઝેક
ન્યૂટન, સર આઇઝેક (જ. 25 ડિસેમ્બર 1642; અ. 20 માર્ચ 1727, વુલ્સથૉર્પ, લૅંકેશાયર, ઇંગ્લૅન્ડ) : અંગ્રેજ ભૌતિકશાસ્ત્રી અને ગણિતશાસ્ત્રી. તેમનો જન્મ ખેડૂત કુટુંબમાં થયો હતો. તેમના પિતાનું મૃત્યુ થયા બાદ દાદીમાએ ઉછેરેલ. ગામમાં શાળા ન હોવાથી ગામથી દશ કિલોમીટર દૂર ગ્રૅથમની ગ્રામરસ્કૂલમાં ભણવા મોકલવામાં આવ્યા. 19 વર્ષની વયે કેમ્બ્રિજની ટ્રિનિટી…
વધુ વાંચો >પોઇન્કારે હેન્રી
પોઇન્કારે, હેન્રી (જ. 29 એપ્રિલ 1857, નાન્સી, ફ્રાન્સ; અ. 17 જુલાઈ 1912, પૅરિસ) : ફ્રેંચ ગણિતશાસ્ત્રી, સૈદ્ધાંતિક ખગોળવેત્તા અને વૈજ્ઞાનિક તત્વવેત્તા. માધ્યમિક શિક્ષણ નાન્સીમાં મેળવેલું અને 19 વર્ષની વયે સ્નાતક થયેલા. તેમનું કુટુંબ મધ્યમવર્ગનું પણ આર્થિક રીતે સધ્ધર હતું. બાલ્યાવસ્થાથી જ તેમને ગણિતશાસ્ત્રમાં રસ હતો. 1872થી 1875 દરમિયાન તેઓ પૉલિટૅકનિકમાં…
વધુ વાંચો >ભૂમિતિ (Geometry)
ભૂમિતિ (Geometry) ગણિતની એક શાખા, જેમાં ભૌમિતિક આકૃતિઓનાં આકાર, કદ અને સ્થિતિનો અભ્યાસ કરવામાં આવે છે. વળી આકાર, ખૂણા અને અંતર એકબીજા સાથે કેવી રીતે સંકળાયેલાં છે તેનો અભ્યાસ પણ કરવામાં આવે છે. geo એટલે ભૂ–પૃથ્વી અને metron એટલે માપન. આ બે શબ્દો પરથી આ શબ્દ બન્યો છે. geometryનો અર્થ…
વધુ વાંચો >