લિપિ

બ્રાહ્મી લિપિ

બ્રાહ્મી લિપિ : પ્રાચીન ભારતની સર્વાંગપૂર્ણ વિકસિત લિપિ. આ લિપિના પ્રાચીનતમ નમૂનાઓ મૌર્ય સમ્રાટ અશોક(ઈ.પૂ. 268–ઈ.પૂ. 231)ના અભિલેખોમાં મળે છે. જૈન આગમગ્રંથ ‘સમવાયંગસૂત્ર’ (ઈ.પૂ. ત્રીજી સદી) અને ‘પણ્ણવણાસૂત્ર’(ઈ.પૂ. બીજી સદી)માં અઢાર લિપિઓની સૂચિ અપાઈ છે. તેમાં તેમજ બૌદ્ધ ગ્રંથ ‘લલિતવિસ્તર’(ઈ.સ. ત્રીજી સદી)માં અપાયેલ 64 લિપિઓની સૂચિમાં પ્રથમ નામ બ્રાહ્મી લિપિનું…

વધુ વાંચો >

બ્રેઇલ, લૂઈ

બ્રેઇલ, લૂઈ (જ. 4 જાન્યુઆરી 1809, કાઉપ્રે, ફ્રાન્સ; અ. 28 માર્ચ 1852) : અંધજનો માટે વાંચવા-લખવાની સ્પર્શ-પદ્ધતિની લિપિના ફ્રાન્સના અંધ શોધક. તેઓ તેમના પિતાના જીન બનાવવાના વર્કશૉપમાં રમતી વેળાએ મોચીકામનો સોયો આકસ્મિક રીતે પોતાની આંખોમાં પેસી જવાથી 3 વર્ષની નાની વયે જ તદ્દન અંધ બનેલા. તેમના પિતાએ તેમને 10 વર્ષની…

વધુ વાંચો >

લિપિ

લિપિ કોઈ પણ ભાષાના વર્ણો લખવાની રીત. માનવ-સંસ્કૃતિના ઇતિહાસના અન્વેષણ અને નિરૂપણમાં લેખનકળા મહત્વનું અંગ ગણાય છે. માનવે લેખનકળાની શોધ કરી ત્યારથી એને વ્યવહારનું એક મહત્વનું સાધન પ્રાપ્ત થયું. લિપિના આવિષ્કારથી માનવ પ્રત્યક્ષ ઉપરાંત પરોક્ષ વ્યવહારમાં તેમજ સ્થળ અને સમયમાંય લાંબા અંતર પર્યંત પોતાના કથનીયને અન્ય માનવો પાસે વ્યક્ત કરતો…

વધુ વાંચો >

સાંકેતિક ભાષા અને લિપિ

સાંકેતિક ભાષા અને લિપિ : સમાજમાં પ્રચલિત હોય તેવી ભાષા કે લિપિને સ્થાને પૂર્વનિર્ધારિત સંકેતો દ્વારા સંદેશ અથવા હુકમ મોકલવાની પદ્ધતિ. મહદ્અંશે તેનો ઉપયોગ સંદેશ અથવા હુકમની ગુપ્તતા જાળવવા માટે – થતો હોય છે. લશ્કરી અને રાજદ્વારી સંદેશ મોકલવા માટે આ પદ્ધતિનો ઉપયોગ વૈશ્ર્વિક સ્તરે વ્યાપક પ્રમાણમાં થતો હોય છે.…

વધુ વાંચો >