ર. લ. રાવલ
એડિક્ટ ઑવ્ નાન્ટિસ
એડિક્ટ ઑવ્ નાન્ટિસ (1598) : ફ્રેન્ચ પ્રૉટેસ્ટન્ટ પ્રજાને ધાર્મિક સ્વતંત્રતા અને રાજકીય સ્વતંત્રતા બક્ષતો કાયદો. ધર્મસુધારણાના આંદોલનને પરિણામે પ્રૉટેસ્ટન્ટ અને કૅથલિક સંપ્રદાયમાં વિભાજિત થયેલા યુરોપમાં અસહિષ્ણુતાનું વાતાવરણ ફેલાયું. સોળમી સદીના ઉત્તરાર્ધમાં ફ્રાંસમાં આ ધાર્મિક અસહિષ્ણુતાને પરિણામે આંતરવિગ્રહ પેદા થયો. ઑગસ્ટ 1572માં સેંટ બાર્થોલોમ્યુ દિન નિમિત્તે હજારોની સંખ્યામાં હ્યૂજ્યુનૉટ તરીકે ઓળખાતા…
વધુ વાંચો >ગોખલે, ગોપાળ કૃષ્ણ
ગોખલે, ગોપાળ કૃષ્ણ (જ. 9 મે 1866, કાતલુક, રત્નાગિરિ; અ. 19 ફેબ્રુઆરી 1915, પૂણે) : ભારતના રાષ્ટ્રીય આંદોલનના અગ્રગણ્ય નેતા, માનવતાવાદી, રાજકારણમાં તેઓ મવાળ પક્ષના ગણાતા હતા. અગ્રણી સમાજસુધારક, નિર્ભીક પત્રકાર તથા ગાંધીજીએ જેમને રાજકીય ગુરુ ગણેલા એવા નેતા. વિવિધ સંસ્થાઓના સ્થાપક. ચિત્પાવન બ્રાહ્મણ. તેમના પિતા કૃષ્ણરાવ શ્રીધર અને માતા…
વધુ વાંચો >ઝૉલવરાઇન સંઘ
ઝૉલવરાઇન સંઘ : જર્મન ભાષામાં ‘ઝૉલવરાઇન’ (zollverein) તરીકે જાણીતો (જર્મન) જકાતી સંઘ. તેની સ્થાપના પ્રશિયાના નેતૃત્વ હેઠળ 1834માં કરવામાં આવી, પરિણામે તે સમયના જર્મનીમાં આવેલાં મોટાભાગનાં રાજ્યો વચ્ચેની જકાતી દીવાલ નાબૂદ કરવામાં આવી અને મુક્ત વ્યાપારનો વિસ્તાર રચવામાં આવ્યો. મુક્ત અર્થતંત્રના સિદ્ધાંતનું પ્રતિપાદન કરતા ફ્રેડરિક લિસ્ટ જેવા જર્મન અર્થશાસ્ત્રીઓના પ્રભાવ…
વધુ વાંચો >ટાઇટસ
ટાઇટસ (જ. 30 ડિસેમ્બર 39; અ. 13 સપ્ટેમ્બર 81) : રોમનો ખૂબ લોકપ્રિય સમ્રાટ (ઈ. સ. 79–81) અને જેરૂસલેમનો વિજેતા (ઈ. સ. 70). તેનું મૂળ નામ ટાઇટસ ફ્લેવિયસ સેબિનસ વેસ્પેસિયેનસ હતું. તે રોમન સમ્રાટ વેસ્પેસિયનનો પુત્ર હતો. ટાઇટસ જર્મની અને બ્રિટનમાં યુદ્ધ લડ્યો હતો. ઈ. સ. 66માં તે વેસ્પેસિયન સાથે…
વધુ વાંચો >