રોહિત દેસાઈ

કૉન્ટૅક્ટ લેન્સ

કૉન્ટૅક્ટ લેન્સ : આંખની કીકી ઉપર લગાડીને પહેરવાનો ર્દક્કાચ. તેને સ્પર્શર્દક્કાચ (contact lens) કહે છે. તેના વિવિધ પ્રકારો છે. આંખની વક્રીભવનની ખામી(error of refraction)ને કારણે ઝાંખું દેખાતું હોય તો યોગ્ય ચશ્માં અથવા કૉન્ટૅક્ટ લેન્સ પહેરવાથી તે ખામી દૂર થાય છે. આ ઉપરાંત તે આંખના પોપચાની ગેરહાજરી સારણી : કૉન્ટૅક્ટ લેન્સના…

વધુ વાંચો >

ચશ્માં

ચશ્માં : ચશ્માંનો ઇતિહાસ ઘણો જૂનો છે. ઈ. સ. 150માં કલાડિઅસ ટૉલેમસે ગ્રીક અને રોમન લોકોને કાચના વાસણમાં પાણી ભરીને એ વાસણનો ઉપયોગ પદાર્થને મોટો કરીને જોવામાં થતો હોવાનું નોંધ્યું છે. 1270માં માર્કો પોલોએ ચીનના લોકો દૃષ્ટિ સુધારવા માટે દૃગકાચનો ઉપયોગ કરતા હોવાનો ઉલ્લેખ કર્યો છે. ત્યારથી પ્રથમ બહિર્ગોળ કાચનો…

વધુ વાંચો >

ઝામર

ઝામર (glaucoma) : આંખમાંના પ્રવાહીના દબાણમાં વધારો થવાથી થતો વિકાર. આંખમાંના પ્રવાહીના દબાણને અંતર્નેત્રીય દાબ (intraocular pressure – IOP) કહે છે. તેને કારણે ર્દષ્ટિપટલ(retina)ને નુકસાન થાય ત્યારે ર્દષ્ટિની તીવ્રતા ઘટે છે અને ક્યારેક અંધાપો આવે છે. ઝામરના વિવિધ પ્રકારોને સારણી 1માં દર્શાવ્યા છે. 40 વર્ષથી વધુ ઉંમરની 1 % વ્યક્તિઓમાં…

વધુ વાંચો >

તિર્યકદૃષ્ટિ

તિર્યકર્દષ્ટિ (squint) : સામેના કોઈ ચોક્કસ બિન્દુ પર જોતી વખતે બેમાંથી એક આંખ ત્રાંસી થઈ જવી તે. જ્યારે કોઈ નિશ્ચિત બિન્દુ પર જોવાનું હોય ત્યારે બંને આંખ તેની દિશામાં એકબીજીને લગભગ સમાંતર જોતી હોય એમ સ્થિર થાય છે. જો તે નિશ્ચિત બિન્દુ અથવા જોનાર વ્યક્તિ તેના સ્થાનેથી ખસે પરંતુ તે…

વધુ વાંચો >

ર્દષ્ટિચકતીની ક્ષીણતા

ર્દષ્ટિચકતીની ક્ષીણતા (optic atrophy) : આંખમાંથી ર્દષ્ટિની સંવેદના લઈ જતી ર્દષ્ટિચેતા(optic nerve)ની ચકતીના ક્ષીણ થવાનો અને અંધાપો લાવતો વિકાર. ર્દષ્ટિપટલ(retina)માંના ચેતાતંતુઓ એકઠા થઈને ર્દષ્ટિચકતી (optic disc) બનાવે છે અને ત્યાંથી તે ર્દષ્ટિચેતા રૂપે મગજ તરફ જાય છે. ર્દષ્ટિચેતા 1 મિમી. જેટલી આંખના ગોળાની દીવાલમાં, 25 મિમી. જેટલી આંખના ગોખલા અથવા…

વધુ વાંચો >

ર્દષ્ટિદોષ, વક્રીભવનીય

ર્દષ્ટિદોષ, વક્રીભવનીય (error of refraction) : આંખમાંનાં પારદર્શક માધ્યમોમાં થતા વિષમ વક્રીભવનને કારણે ઝાંખું દેખાવાનો વિકાર થવો તે. પ્રકાશનાં કિરણો જ્યારે પારદર્શક માધ્યમ બદલે ત્યારે તે વાંકાં વળે છે. તેને વક્રીભવન (refraction) કહે છે. તે સિદ્ધાંતનો આંખમાં ઉપયોગ કરાયેલો છે. બહારથી આવતા પ્રકાશનાં કિરણોને યોગ્ય રીતે વાંકાં વાળીને ર્દષ્ટિપટલના પીતબિંદુ…

વધુ વાંચો >

ર્દષ્ટિપટલદોષ

ર્દષ્ટિપટલદોષ : ર્દષ્ટિપટલ(retina)ના વિકારો. ર્દષ્ટિપટલના વિવિધ વિકારોને સારણી 1માં દર્શાવ્યા છે. ર્દષ્ટિપટલમાં વિવિધ કારણોસર વિકારો થાય છે; જેમ કે, જન્મજાત તથા વિકાસલક્ષી પરિબળોના કારણે, શોથ (inflammation) કરતા વિકારોના કારણે, લોહીના આંખમાંના પરિભ્રમણમાં ઉદભવેલ વિકારો કે નસોમાં થતા વિકારોના કારણે, અપક્ષીણતા કે અન્ય સંરચનાલક્ષી (strurctural) વિકારોના કારણે કે ગાંઠ અથવા કૅન્સરને…

વધુ વાંચો >

ર્દષ્ટિપટલનું અલગીકરણ અથવા વિયોજન

ર્દષ્ટિપટલનું અલગીકરણ અથવા વિયોજન (detachment of retina) : આંખની અંદરની બાજુનું ર્દષ્ટિપટલનું સ્તર ઊપસીને છૂટું પડવાની ક્રિયા. તેને પડદામાં કાણું પડવું પણ કહે છે. ર્દષ્ટિપટલ એક પાતળો કોમળ પડદો (પટલ, membrane) છે. તે આંખના ગોળાના પોલાણમાં ર્દષ્ટિચકતી(optic disc)થી શરૂ કરીને આગળની બાજુ સકશાકાય (ciliary body) સુધી ફેલાયેલું હોય છે. આંખ…

વધુ વાંચો >

ર્દષ્ટિલક્ષી ચેતાપથ

ર્દષ્ટિલક્ષી ચેતાપથ (visual pathway) : ર્દષ્ટિની સંવેદનાનું વહન કરતા ચેતાતંતુઓ અને તેમનું નિયંત્રણ કરતાં ચેતાકેન્દ્રોનો સમૂહ. તેમાં બે ર્દષ્ટિચેતા (optic nerves), ર્દષ્ટિચતુષ્ક (optic chiasma), બે ર્દષ્ટિચેતાપથ (optic tracts), બે પાર્શ્વકોણીય કાય (lateral geniculate bodies), મગજના બંને અર્ધગોળામાં આવેલા ર્દષ્ટિલક્ષી ચેતાવિસ્તરણ (optic radiation) તથા મગજના ર્દષ્ટિલક્ષી બહિ:સ્તર(visual cortex)નો સમાવેશ થાય છે.…

વધુ વાંચો >

ર્દષ્ટિસ્વાસ્થ્ય

ર્દષ્ટિસ્વાસ્થ્ય : જોવાની ક્ષમતા જાળવી રાખવી તથા અંધાપો આવતો રોકવાનું પૂર્વનિવારણ કરવું તે. અંધાપો (blindness) એક વૈશ્વિક સમસ્યા છે અને તેથી વિશ્વ આરોગ્ય સંસ્થા(WHO)એ તેના પૂર્વનિવારણ (prevention) માટે વિવિધ અભ્યાસો યોજ્યા છે તથા સુવ્યવસ્થિત સૂચનો કરેલાં છે. 1966ના WHO-એ કરેલા અભ્યાસમાં દર્શાવ્યું હતું કે વિશ્વમાં અંધાપા માટેની જુદી જુદી 65…

વધુ વાંચો >