રોહિત દેસાઈ

નાસૂર (dacryocystitis)

નાસૂર (dacryocystitis) : ચેપને કારણે થતો અશ્રુપોટીનો પીડાકારક સોજો. તેને અશ્રુપોટીશોથ (dacryocystitis) કહે છે. આંખમાં નેત્રકલા (conjunctiva) અને સ્વચ્છા(cornea)ને ભીનાં રાખવા માટે અશ્રુગ્રંથિ(lacrimal gland)માં આંસુ (અશ્રુ) બને છે. આંખના ડોળાની બહાર, આંખના ગોખલામાં બહાર અને ઉપલી બાજુ અશ્રુગ્રંથિ આવેલી છે. તે લગભગ 12 જેટલી નલિકાઓ (ducts) દ્વારા ઉપલા પોપચાની પાછળથી…

વધુ વાંચો >

નેત્રાર્બુદો (tumours of the eye)

નેત્રાર્બુદો (tumours of the eye) : આંખમાં કે તેની આસપાસ થતી ગાંઠો. આંખનાં પોપચાં, અશ્રુગ્રંથિ, દૃષ્ટિચેતા તથા આંખના ગોખલામાં થતી ગાંઠો ઉપરાંત આંખની અંદર પણ ક્યારેક ગાંઠો વિકસે છે, જેમાં દૃષ્ટિપટલ બીજકોષાર્બુદ (retinoblastoma), રુધિરવાહિનીઓવાળા મધ્યપટલનું કૃષ્ણકોષી કૅન્સર (malignant melanoma) તથા પોપચાંને અસર કરતું તલકોષી કૅન્સર (basal cell carcinoma) મુખ્ય છે…

વધુ વાંચો >

મોતિયો (cataract)

મોતિયો (cataract) : આંખમાંના નેત્રમણિનું દેખાતું બંધ થાય તે હદે અપારદર્શક થવું તે. નેત્રમણિ પારદર્શક હોય છે. તે જ્યારે અપારદર્શક બને ત્યારે તેને નેત્રમૌક્તિક (મોતિયો, cataract) કહે છે. મોટેભાગે તે મોટી ઉંમરે ધીમે ધીમે વધીને ર્દષ્ટિમાં ઘટાડો કરે છે. મધુપ્રમેહ, આંખને ઈજા કે તેની અંદરની કેટલીક સંરચનાઓમાં શોથવિકાર (inflammation) થાય…

વધુ વાંચો >