રુદ્રેશ ભટ્ટ

અવાળુ

અવાળુ : જડબાના જે ભાગમાં દાંત ગોઠવાયા હોય તેને ઢાંકતી પેશી. તેને પેઢું પણ કહે છે. તે ભૂખરા ગુલાબી કે ગુલાબી રંગનું હોય છે. તે ચાવતી વખતે થતા ઘર્ષણ અને દબાણનું વહન કરે છે. તે જડબાના હાડકાનાં બહારનાં આવરણ, જેને પરિઅસ્થિ (periosteum) કહે છે તેની સાથે તથા દાંતના સિમેન્ટ સાથે…

વધુ વાંચો >

અવાળુ-અર્બુદ

અવાળુ-અર્બુદ (epulis) : દાંતના પેઢાની ગાંઠ. તેમાં અવાળુની વૃદ્ધિ થાય છે. ગેલને (Galen) સૌપ્રથમ આ બીમારી માટે ગ્રીક શબ્દ epulisનો ઉપયોગ કર્યો હતો. મોટાભાગનાં અવાળુ-અર્બુદ, દાંતની છારી કે અવાળુ-ગર્તમાં થતી પથરી, બંધ ના બેસતાં હોય તેવાં દંતચોકઠાં (dentures), અવાળુનો ચેપ, તૂટેલા દાંતની તીક્ષ્ણ ધારને કારણે થતી સતત ઈજા અથવા ચચરાટને…

વધુ વાંચો >

અવાળુ-મુખશોથ ઉગ્ર

અવાળુ-મુખશોથ, ઉગ્ર (acute necrotising ulcerative gingivitis) : મોં અને અવાળુ પર વારંવાર થતો પીડાકારક ચાંદાનો રોગ. ઝેનોફોને ઈ. પૂ. ચોથી સદીમાં, ગ્રીક સૈનિકોને આ રોગ થયેલો વર્ણવ્યો છે. ફરીથી તે ઓગણીસમી સદીમાં ફ્રેન્ચ સૈનિકોમાં પણ નોંધાયો છે. 1778માં જૉન હન્ટરે તેનું વિશદ વર્ણન કર્યું. 1890માં પ્લાઉટ અને વિન્સન્ટે તેના ફ્યુઝીફૉર્મ…

વધુ વાંચો >

અવાળુવર્ધન

અવાળુવર્ધન (gum hypertrophy) : મોઢામાં થતી પેઢાંની વૃદ્ધિ. એક કે વધુ અથવા બધા જ દાંતની આજુબાજુ અવાળુનો સોજો આવે ત્યારે તેને અવાળુવર્ધન કહે છે. આંતરદંતીય કલિકાઓ (papillae), સીમાવર્તી (marginal) અવાળુ કે સમગ્ર અવાળુનું વર્ધન થાય છે. ક્યારેક અલગ પડેલું ગાંઠ જેવું ચોંટેલું કે લટકતું વર્ધન પણ જોવા મળે છે. મૂળ…

વધુ વાંચો >

અવાળુ-શોથ

અવાળુ-શોથ (gingivitis) : ચેપને કારણે આવતો પેઢાંનો સોજો. ભારતમાં 80% લોકોમાં આ રોગ જણાય છે. શરૂઆતમાં પીડાકારક ન હોવાને કારણે તેનું નિદાન મોડું થાય છે. સમય જતાં તેમાંથી પાયોરિયા (પરિદંતશોફ, periodontosis) થાય છે. પરુવાળાં પ્રવાહી જ્યારે અવાળુની આસપાસ જોવામાં આવે ત્યારે  તેને સપૂયસ્રાવ (pyorrhoea) કહે છે. દાંત અને મોઢાની અપૂરતી…

વધુ વાંચો >