રામજીભાઈ ઠા. સાવલિયા
અજિતનાથ મંદિર (તારંગા)
અજિતનાથ મંદિર (તારંગા) : મહેસાણા જિલ્લાના તારંગાના ડુંગર પર સોલંકી રાજવી કુમારપાળે બંધાવેલું તીર્થંકર અજિતનાથનું મંદિર. મંદિર બંધાવ્યા અંગેનો મુખ્ય લેખ મળ્યો નથી. એક લેખમાં વસ્તુપાલે અહીં આદિનાથ અને નેમિનાથનાં બિંબ ઈ. સ. 1228માં સ્થાપ્યાની નોંધ છે. આ મંદિરનો અનેક વાર જીર્ણોદ્ધાર થયો છે. હાલના મંદિરમાં ગર્ભગૃહ, તેને ફરતો પ્રદક્ષિણાપથ,…
વધુ વાંચો >ઉત્તમ ચાડિયો (1800ની આસપાસ)
ઉત્તમ ચાડિયો (1800ની આસપાસ) : અમદાવાદમાં પેશવાઈ સૂબેદાર રઘુનાથ રામચંદ્રના સમયનો અગ્રણી ચાડિયો. સૂબો કાચા કાનનો હોઈ તેના સમયમાં ચાડિયાઓની ખટપટ ખૂબ વધી હતી. ચાડિયાઓની બાતમી પરથી તે લોકો પાસેથી પૈસા કઢાવતો. આમાં આગેવાન ઉત્તમ અથવા ઓતિયા નામે ચાડિયાએ સદુબા નામે એક બારોટ બાઈ ઉપર વ્યભિચારનો આરોપ મૂકી એને સૂબેદાર…
વધુ વાંચો >કપિલવસ્તુ
કપિલવસ્તુ : શાક્યોના ગણરાજ્યનું પાટનગર અને સિદ્ધાર્થની જન્મભૂમિ. નેપાળમાં આવેલું તિલોરાકોટ તે જ કપિલવસ્તુ. સિદ્ધાર્થે ઓગણત્રીસની વયે કપિલવસ્તુથી મહાભિનિષ્ક્રમણ કરેલું. બુદ્ધત્વની પ્રાપ્તિના બીજા વર્ષે શુદ્ધોદનના નિમંત્રણથી બુદ્ધે કપિલવસ્તુની મુલાકાત લીધી. ગૌતમ બુદ્ધે પંદરમો ચાતુર્માસ કપિલવસ્તુમાં ઊજવેલો. કપિલવસ્તુમાં રહીને બુદ્ધે ઘણા શાક્યોને પ્રવ્રજ્યા આપેલી. આ નગરમાં સંથાગાર હતો. ભગવાન બુદ્ધની જન્મભૂમિ…
વધુ વાંચો >કુશિનારા
કુશિનારા : બિહારમાં આવેલા ગોરખપુરથી પૂર્વમાં આશરે 60 કિમી. દૂર આવેલું કસિયા ગામ. મૂળ નામ કુશાવતી અને ત્યાં મલ્લ વંશનું પાટનગર. રાજાશાહી હતી ત્યારે તે એક સમૃદ્ધ અને વસ્તીવાળું નગર હતું. બુદ્ધના સમયમાં રાજાશાહીનું સ્થાન ગણતંત્રે લીધું અને નગરનું નામ કુશિનારા પાડ્યું. તેની પૂર્વ-પશ્ચિમ લંબાઈ 12 યોજન અને ઉત્તર-દક્ષિણ પહોળાઈ…
વધુ વાંચો >ખીમેશ્વરનાં મંદિરો
ખીમેશ્વરનાં મંદિરો : પોરબંદર પાસે આવેલ કુછડી ગામથી પશ્ચિમે આવેલાં મૈત્રકકાલીન મંદિરોનો સમૂહ. મૈત્રકકાલીન મંદિરોના સ્થાપત્યમાં ઘણી વિવિધતા જોવા મળે છે. આ મંદિરો તેની વિશિષ્ટ રચનાને કારણે પ્રસિદ્ધ છે. આ મંદિરસમૂહમાં શિવ, સૂર્ય, રાંદલ અને ભૈરવનાં મળી કુલ સાત મંદિરો આવેલાં છે. આ મંદિરસમૂહ પૈકી મંદિર નં. 7 ગર્ભગૃહ અને…
વધુ વાંચો >દીક્ષિત, કાશીનાથ નારાયણ
દીક્ષિત, કાશીનાથ નારાયણ (જ. 21 ઑક્ટોબર 1889, પંઢરપુર, મહારાષ્ટ્ર; અ. 13 ઑગસ્ટ 1946) : ભારતીય પુરાતત્ત્વવિદ. પંઢરપુરમાં પ્રાથમિક અને સાંગલીમાં માધ્યમિક શિક્ષણ લીધા બાદ મુંબઈ યુનિવર્સિટીની એમ.એ.(સંસ્કૃત)ની પરીક્ષા ગુણવત્તા સહિત પસાર કરી પારિતોષિકો મેળવ્યાં. 1912માં પુરાતત્વ-ખાતામાં જોડાઈને મુંબઈ અને લખનૌનાં સંગ્રહાલયોના ક્યુરેટર તરીકે પ્રશંસનીય સેવા બજાવી. આર્કિયૉલૉજિકલ સર્વે ઑવ્ ઇન્ડિયાના…
વધુ વાંચો >દેસલપર
દેસલપર : કચ્છમાં ધરુડ નદીની ઉપનદી જેને તળપદમાં બામુ-છેલા કહે છે તે વોંકળાના ઉત્તર કાંઠે આવેલું સ્થળ. કચ્છમાં નખત્રાણા તાલુકામાં દેસલપરમાંના પુરાવશેષોમાં પરિપક્વ હડપ્પીય સંસ્કૃતિ જોવા મળે છે. એનો વિસ્તાર 130 × 100 મી. છે. ત્રણ મીટર ઊંડાઈના ભૂ-ભાગમાં બે સાંસ્કૃતિક કાલખંડો દટાયેલા છે : (1) આરૂઢ હડપ્પીય સંસ્કૃતિ બતાવતો તબક્કો…
વધુ વાંચો >ધરણીવરાહ
ધરણીવરાહ (ઈ. સ. દસમી સદી) : ગુજરાતના ઇતિહાસમાં ધરણીવરાહ નામના બે રાજાઓની વિગતો મળે છે. એક વઢવાણના ચાપ વંશમાં અને બીજો આબુ-ચંદ્રાવતીના પરમાર વંશમાં. વઢવાણના દાનશાસન(ઈ. સ. 914)માં ધરણીવરાહ ચાપ (ચાવડા) વંશનો રાજા હોવાનું જણાવ્યું છે. નવમી સદીના પૂર્વાર્ધમાં વઢવાણમાં ચાપ કુલનો એક રાજવંશ સત્તારૂઢ થયો. એ વંશની ઉત્પત્તિ શિવના…
વધુ વાંચો >ધરમપુર
ધરમપુર : ગુજરાત રાજ્યના વલસાડ જિલ્લામાં આવેલો તાલુકો અને તાલુકામથક. ભૌગોલિક સ્થાન : 20° 32´ ઉ. અ. અને 73° 11´ પૂ. રે.. પ્રાચીન કાળમાં તે ‘નિષાદ’ નામથી ઓળખાતું. આઝાદી પહેલાં તે દેશી રાજ્ય હતું. આઝાદી પછી તેનું વિલીનીકરણ થતાં પ્રથમ તે સૂરત જિલ્લાનો તાલુકો બન્યું. જૂન, 1964થી તે નવા વલસાડ…
વધુ વાંચો >નાગદાસક
નાગદાસક : ઈ. સ. પૂ. પાંચમી સદીમાં મગધનો રાજા. મગધના રાજા ઉદયભદ્ર-ઉદયનને ત્રણ પુત્રો અનિરુદ્ધ, મુંડ અને નાગદાસક હતા. ત્રણ ભાઈઓમાં નાગદાસક પ્રસિદ્ધ હોવાનું જણાય છે. પુરાણોમાં એને ‘દર્શક’ તરીકે ઓળખાવેલ છે. નાગદાસકના સમયમાં પારિવારિક ઝઘડા વધવા લાગ્યા. ષડ્યંત્ર અને હત્યાઓ થવા લાગી. રાજવંશ દુર્બળ થયો. શાસનવ્યવસ્થા ઢીલી પડવા લાગી.…
વધુ વાંચો >