રામકુમાર ગુપ્તા
અગ્રવાલ, ભારતભૂષણ
અગ્રવાલ, ભારતભૂષણ (જ. 3 ઑગસ્ટ 1919, મથુરા, ઉત્તરપ્રદેશ; અ. 23 જૂન 1975, સિમલા, હિમાચલપ્રદેશ) : હિન્દી કવિ, નાટકકાર અને નિબંધકાર. આગ્રા યુનિવર્સિટીના અંગ્રેજી વિષય સાથે એમ.એ. (1941) અને દિલ્હી યુનિવર્સિટીના પીએચ.ડી. (1968). ‘હિન્દી નવલકથા પર પાશ્ચાત્ય પ્રભાવ’ એ તેમના મહાનિબંધનો વિષય. 1941માં કૉલકાતાથી પ્રકાશિત ‘સમાજસેવા’ પત્રના સંપાદક. 1948થી 1959 સુધી…
વધુ વાંચો >અંધા યુગ
અંધા યુગ (1955) : ડૉ. ધર્મવીર ભારતી દ્વારા મુક્તછંદમાં લખાયેલું હિન્દી ગીતિ-નાટ્ય. પૌરાણિક કથા ઉપર આધારિત આ ઉત્તમ હિંદી નાટકમાં મહાભારતના અઢારમા દિવસની સંધ્યાથી પ્રભાસતીર્થમાં કૃષ્ણના મૃત્યુ સુધીની ઘટનાઓનો સમાવેશ છે. તેમાં કેટલાંક ઉત્પાદ્ય તત્વો અને સ્વકલ્પિત પાત્ર-પ્રસંગો પણ ધ્યાન ખેંચે છે. સમગ્ર કથાનકને નાટકકારે આધુનિક યુગ-ચેતનાના સંદર્ભમાં રજૂ કર્યું…
વધુ વાંચો >આષાઢ કા એક દિન
આષાઢ કા એક દિન (1958) : હિન્દી નાટકકાર મોહન રાકેશનું ત્રિઅંકી નાટક. તેને દિલ્હીની સંગીત નાટક અકાદમીનું પારિતોષિક (1959) મળેલું. પ્રથમ વાર મંચન-1962. નાટકને હિન્દીમાં તથાકથિત ‘સાહિત્યિક’ નાટકની પકડમાંથી મુક્ત કરવામાં આ નાટક અને તેના લેખકનું પ્રદાન નોંધપાત્ર છે. કવિ કાલિદાસના જીવનમાં કાલ્પનિક પ્રણયકથાને ગૂંથતું, આ નાટકનું કથાનક આમ તો…
વધુ વાંચો >જૂઠા સચ
જૂઠા સચ (ભાગ 1 : 1958; ભાગ 2 : 1960) : મહાકાવ્યના વિસ્તારવાળી હિંદી નવલકથા. લેખક યશપાલ(1903–1976)ની તે શ્રેષ્ઠ કૃતિ ગણાઈ છે. આ નવલકથાની વાર્તાનો સમય 1942થી 1957 સુધીનો છે. તેમાં ભારતની સ્વતંત્રતા માટેના આરંભથી દેશના હિંદુસ્તાન અને પાકિસ્તાન એવા બે ભાગલા સુધીની ઘટનાઓનું આલેખન છે. તેમાં ફસાયેલું માનવજીવન કથાવસ્તુના…
વધુ વાંચો >જૈનેન્દ્રકુમાર
જૈનેન્દ્રકુમાર (જ. 1905, કોડિયાગંજ, જિ. અલીગઢ, ઉત્તરપ્રદેશ; અ. 1988) : અનુપ્રેમચંદ યુગના અગ્રગણ્ય હિંદી નવલકથાકાર. મૂળ નામ આનંદીલાલ. જૈન કુટુંબમાં જન્મ. હસ્તિનાપુરમાં શિક્ષણનો પ્રારંભ. 1919માં પંજાબમાંથી મૅટ્રિકની પરીક્ષા પાસ કરી, પછી વધુ અભ્યાસ માટે બનારસ યુનિવર્સિટીમાં દાખલ થયા. ગાંધીજીએ શરૂ કરેલ અસહકારની ચળવળમાં જોડાવા એક જ વર્ષમાં કૉલેજ છોડી. 1923માં…
વધુ વાંચો >