રાજેશ શર્મા
ચંદ્રશેખર, શિવરામ કૃષ્ણ
ચંદ્રશેખર, શિવરામ કૃષ્ણ (જ. 6 ઑગસ્ટ 1930, કોલકાતા; અ. 8 માર્ચ 2004, બેંગાલુરૂ, કર્ણાટક) : ભારતમાં દ્રવસ્ફટિક ભૌતિકી (liquid crystal physics) તથા તેના ઉપયોગના મૌલિક પ્રણેતા. ભારતીય ભૌતિકશાસ્ત્રી. નાગપુર યુનિવર્સિટીમાંથી બી.એસસી.(ઑનર્સ) અને ત્યારપછી એમ.એસસી.માં પ્રથમ વર્ગમાં પ્રથમ આવી, બે સુવર્ણચંદ્રક મેળવી, 1950–54 સુધી બૅંગાલુરુની ‘રામન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ’માં રિસર્ચ સ્કૉલર તરીકે…
વધુ વાંચો >ચુંબકત્વ (magnetism)
ચુંબકત્વ (magnetism) : ચુંબકીય પદાર્થો વચ્ચે પ્રવર્તતું ભૌતિક બળ. લોખંડ, નિકલ અને કોબાલ્ટ જેવા ચુંબકીય પદાર્થો ઉપર ચુંબકીય ક્ષેત્રની વરતાતી એક ભૌતિક અસર. ચુંબક (magnet) શબ્દ ગ્રીક લોકો loadstone કે leadstone નામના એક પ્રકારના કુદરતી રીતે પ્રાપ્ત થતા મૅગ્નેટાઇટરૂપ પથ્થર (લોખંડનો ચુંબકીય ઑક્સાઇડ, magnetic iron oxide) માટે ગ્રીક લોકો ‘magnet’(ચુંબક)…
વધુ વાંચો >ચુંબકશીલતા (magnetic permeability)
ચુંબકશીલતા (magnetic permeability) : પદાર્થનો એક ચુંબકીય ગુણધર્મ. તેનું મૂલ્ય ચુંબકીય ક્ષેત્ર વડે પદાર્થમાં ઉદભવતી ચુંબકીય અભિવાહ (flux) ઘનતા (ચુંબકીય પ્રેરણ – magnetic induction) B અને ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા Hના ગુણોત્તર જેટલું છે. તેને ગ્રીક મૂળાક્ષર ‘મ્યુ’ (μ) વડે દર્શાવવામાં આવે છે. ચુંબકશીલતા બે પ્રકારની હોય છે : (i) શુદ્ધ…
વધુ વાંચો >ચુંબકીય ગ્રહણશીલતા (magnetic succeptibility)
ચુંબકીય ગ્રહણશીલતા (magnetic succeptibility) : કોઈ પદાર્થ કે માધ્યમની ચુંબકન (magnetisation) ગ્રહણ કરવાની ક્ષમતાનું માપ. કેટલી સહેલાઈથી પદાર્થનું ચુંબકન થઈ શકે તે તેની ગ્રહણશીલતા વડે જાણી શકાય છે. પદાર્થના એકમ ઘનફળ (કે કદ) દીઠ પ્રાપ્ત થતી ચુંબકીય ચાકમાત્રા(magnetic moment)ને ચુંબકન કહે છે. તેથી જો V કદના ચુંબકીય પદાર્થની ચુંબકીય ચાકમાત્રા…
વધુ વાંચો >ચૅડવિક, સર જેમ્સ
ચૅડવિક, સર જેમ્સ (જ. 20 ઑક્ટોબર 1891, મૅન્ચેસ્ટર, ઇંગ્લૅન્ડ; અ. 24 જુલાઈ 1974, કેમ્બ્રિજ, ઇંગ્લૅન્ડ) : ન્યુટ્રૉનની શોધ માટે 1935ના વર્ષનું નોબેલ પારિતોષિક પ્રાપ્ત કરનાર વિજ્ઞાની. શરૂઆતનો અભ્યાસ મૅન્ચેસ્ટર ગ્રામર સ્કૂલમાં. 1911માં યુનિવર્સિટી ઑવ્ મૅન્ચેસ્ટરમાંથી સ્નાતક થયા પછી તે જ યુનિવર્સિટીમાં એમ.એસસી. માટે જોડાઈ 1911થી 1913 દરમિયાન સર અર્નેસ્ટ રૂધરફર્ડના…
વધુ વાંચો >ચેમ્બરલિન, ઓઇન
ચેમ્બરલિન, ઓઇન (જ. 10 જુલાઈ 1920, સાન ફ્રાન્સિસ્કો, યુ. એસ.; અ. 28 ફેબ્રુઆરી 2006, બર્કલે, કૅલિફૉર્નિયા) : એમિલિયો સર્જે સાથે પ્રતિ-પ્રોટૉન(antiproton)ની શોધ માટે 1959નો ભૌતિકશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર પ્રાપ્ત કરનાર અમેરિકન ભૌતિકશાસ્ત્રી. પિતા એડવર્ડ ચેમ્બરલિન વિખ્યાત રેડિયોલૉજિસ્ટ હતા. 1941માં ડાર્ટમથ કૉલેજમાંથી સ્નાતક થયા. 1942–45 દરમિયાન પરમાણુ બૉમ્બના વિકાસ માટેના ‘મૅનહટન પ્રૉજેક્ટ’…
વધુ વાંચો >ચેરેન્કવ, પાવેલ એલેક્સિયેવિચ
ચેરેન્કવ, પાવેલ એલેક્સિયેવિચ (જ. 15 જુલાઈ 1904, વૉરૉનેઝ, રશિયા; અ. 6 જાન્યુઆરી 1990, રશિયા) : ‘ચેરેન્કવ અસર’ની શોધ માટે 1958માં ભૌતિકશાસ્ત્રનું નોબેલ પારિતોષિક પ્રાપ્ત કરનાર રશિયન ભૌતિકશાસ્ત્રી. તેમનો જન્મ ખેડૂત કુટુંબમાં થયો હતો. 1928માં વૉરૉનેઝ યુનિવર્સિટીમાંથી સ્નાતક થઈને સોવિયેટ યુનિયનના મૉસ્કોમાં ‘એકૅડેમી ઑવ્ સાયન્સ’ના ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅક્નૉલૉજીમાં સંશોધનકાર્ય શરૂ કર્યું.…
વધુ વાંચો >ચેરેન્કવ વિકિરણ
ચેરેન્કવ વિકિરણ : અત્યંત ઝડપી વિદ્યુતભારિત કણ, કોઈ પારદર્શક, અવાહક કે ઘન માધ્યમમાંથી, તે માધ્યમમાંની પ્રકાશની ઝડપ કરતાં વધુ ઝડપે પસાર થાય ત્યારે ઉદભવતો પ્રકાશ. ન્યૂક્લિયર રિઍક્ટર જળમાં, સક્રિય બળતણ ઘટકો નજીક જોવા મળતી વાદળી દીપ્તિ (glow) આ પ્રકારના વિકિરણનું ઉદાહરણ છે. ચેરેન્કવ વિકિરણનું ઉત્સર્જન, ધ્વનિ કરતાં પણ વધુ ઝડપે…
વધુ વાંચો >ચૉપર (chopper)
ચૉપર (chopper) : સિગ્નલ પરિપથ(signal circuit)ને નિશ્ચિત સમયાંતરે ચાલુ-બંધ કરતી એક વિદ્યુત-યાંત્રિક રચના. સિગ્નલ પરિપથ ઉપરાંત પ્રકાશ-વૈદ્યુત, ઇલેક્ટ્રૉનિક અને ટ્રાન્ઝિસ્ટર પરિપથમાં ચૉપર યાંત્રિકીય કાર્ય કરે છે. પહેલાંના સમયમાં કૅમેરામાં પ્રકાશનું નિયંત્રણ કરવા માટે વપરાતી ઑપ્ટિકલ શટર(optical shutter)ની રચના ચૉપરને મળતી આવે છે. ચૉપર શબ્દ ચૉપિંગ (chopping interruption-રુકાવટ) પરથી આવેલો છે.…
વધુ વાંચો >જૂલ, જેમ્સ પ્રેસ્કૉટ
જૂલ, જેમ્સ પ્રેસ્કૉટ (જ. 24 જુલાઈ 1818, માન્ચેસ્ટર નજીક સૅલફૉર્ડ; અ. 11 ઑક્ટોબર 1889, સેલ) : ઉષ્માગતિશાસ્ત્ર(thermo-dynamics)નો પ્રથમ નિયમ શોધનાર બ્રિટિશ ભૌતિકશાસ્ત્રી. તેમના પિતા દારૂ ગાળવાની ભઠ્ઠી ચલાવતા હતા અને તેમને વારસામાં તે વ્યવસાય મળ્યો હતો; પરંતુ જૂલને વિજ્ઞાનમાં અને ખાસ કરીને ચોક્કસ પરિમાણાત્મક ભૌતિક માપનમાં વધુ રસ હોવાથી, પ્રારંભિક…
વધુ વાંચો >