રાજેન્દ્ર નાણાવટી

આકાશભાષિત

આકાશભાષિત : સંસ્કૃત નાટ્યપ્રયોગમાં પરંપરાથી રૂઢ થયેલી વાચિક અભિનયની એક પ્રયુક્તિ. ‘આકાશમાં – શૂન્યમાં – બોલાયેલું.’ સામું પાત્ર હોય જ નહિ છતાં જાણે એણે કહેલું સાંભળીને રંગભૂમિ પરનું પાત્ર ‘શું કહે છે ?… એમ ?’ એ પ્રકારે સામાના શબ્દો પણ પોતે ઉચ્ચારીને સંવાદ ચલાવે તે. એકપાત્રી સંસ્કૃત નાટ્યપ્રકાર ‘ભાણ’માં તેનો…

વધુ વાંચો >

કવિશિક્ષા

કવિશિક્ષા : શિખાઉ કવિઓ માટે કાવ્યરચનાના કસબની વ્યવહારુ માર્ગદર્શિકાના પ્રકારના સંસ્કૃત ગ્રંથો. એના વિષયો છે કવિની રહેણીકરણી, દિનચર્યા, કાર્યો, જીવન, ચારિત્ર્ય, કેળવણી ઇત્યાદિના નિયમો, કવિસભાઓ, કાવ્યપાઠની પદ્ધતિઓ, વાણીના પ્રકારો, આશ્રયદાતા રાજાની ફરજો, કવિઓના પ્રકારો, પ્રતિભા-વ્યુત્પત્તિ-અભ્યાસનું તારતમ્ય, કવિને અભ્યાસયોગ્ય શાસ્ત્રો-કળાઓ, કાવ્યચૌર્ય, કાવ્યવસ્તુના ઇતિહાસ-પુરાણાદિ સ્રોતો, રાજા-સૈન્ય-યુદ્ધ-નગર-વન આદિ કાવ્યના વર્ણનીય વિષયો, છંદ:સિદ્ધિ, શ્લેષસિદ્ધિ,…

વધુ વાંચો >

કાકુ

કાકુ : ઉચ્ચારણનો સાભિપ્રાય લહેકો. એથી વક્તવ્યમાં અર્થપરિવર્તન થાય, કટાક્ષ કે ગુપ્ત અર્થ પ્રગટ થાય કે વેધકતા ઉમેરાય. કાવ્યશાસ્ત્રમાં શબ્દોની વ્યંજનાપ્રવૃત્તિનો તેમજ વ્યાજસ્તુતિ જેવા અલંકારોનો આધાર. નાટ્યશાસ્ત્ર (અ. 17) અનુસાર નાટ્યપાઠનાં સૌંદર્યવિધાયક છ લક્ષણોમાં કાકુ મુખ્ય છે; બાકીનાં પાંચેય તેનું સમર્થન કરે. કાકુ બે પ્રકારનો : નાટ્યપાઠનો અભિધાનો અર્થ વત્તેઓછે…

વધુ વાંચો >

ચતુર્ભાણી

ચતુર્ભાણી (પ્ર. 1922) : ચાર ભાણોનો સંગ્રહ. ભાણ એક હાસ્યપ્રધાન વિશિષ્ટ સંસ્કૃત નાટ્યપ્રકાર છે. ભરતનાટ્યશાસ્ત્રમાં એનાં લક્ષણો આમ આપેલાં છે : જાણીતું કે ઉત્પાદ્ય કથાવસ્તુ, માત્ર મુખ અને નિર્વહણ બે જ સંધિ, ઘણુંખરું આકાશભાષિત દ્વારા ગતિ કરતું કથાનક; વિટ કે ધૂર્તનું એક જ પાત્ર, એક જ અંક; શૃંગાર રસ (ક્યારેક…

વધુ વાંચો >

ચર્પટપંજરિકા

ચર્પટપંજરિકા : આદિ શંકરાચાર્યનું રચેલું મનાતું સંસ્કૃત સ્તોત્ર. ચર્પટ એટલે ધૂળની ચપટી, પંજર એટલે એક પ્રકારનું સ્તોત્ર. આ સ્તોત્રનું મૂળ નામ ‘મોહમુદગર’ (મોહને તોડનાર મુદગર = હથોડો) છે. તેમાંની એક પંક્તિ ‘रथ्याकर्पटविरचितकंथः’ — રસ્તે પડેલા ર્જીણ કપડાની જેણે કંથા બનાવી છે તે ત્યાગી સાધુ (कर्पटનું પાઠાન્તર चर्पट થયું છે.) એના…

વધુ વાંચો >

દંડી

દંડી : પ્રસિદ્ધ સંસ્કૃત ગદ્યકથાકાર અને કાવ્યમીમાંસક. ત્રણ સંસ્કૃત ગ્રંથો – ગદ્યકથાઓ ’દશકુમારચરિત’, ‘અવન્તિસુન્દરીકથા’ તેમજ કાવ્યશાસ્ત્રનો ગ્રંથ ’કાવ્યાદર્શ’ – ના કર્તા તરીકે દંડીનું નામ મળે છે, त्रयो दण्डिप्रबन्धाश्व એમ પણ કહેવાયું છે, છતાં આ ત્રણે દંડી એક ન પણ હોય. દંડીનો સમય સાતમી સદીના અંતનો હોવાનો સંભવ છે. ‘અવન્તિસુન્દરીકથા’ના આરંભમાં…

વધુ વાંચો >

ધ્વનિસિદ્ધાંત અને સંપ્રદાય

ધ્વનિસિદ્ધાંત અને સંપ્રદાય : ધ્વનિસિદ્ધાંત : ધ્વનિ એટલે વ્યંજના દ્વારા વાચકના ચિત્તમાં પ્રતીત થતો કાવ્યનો અંતર્હિત અર્થ. શબ્દનો ઉચ્ચાર કરતાં સીધેસીધો સમજાતો અર્થ એ વાચ્યાર્થ, જે અભિધા શક્તિથી મળે છે; દા. ત., ‘કમળ’ એ શબ્દનો એ નામનું ફૂલ એવો અર્થ, વાચ્યાર્થ છે. વાચ્યાર્થ બંધ બેસે નહિ ત્યારે લક્ષણાશક્તિથી મળતો અર્થ…

વધુ વાંચો >

નટ-નટી

નટ-નટી : નાટકના પાત્રનો અભિનય કરનાર, અભિનેતા – અભિનેત્રી. ‘નાટકના પાત્રના ભાવને પ્રેક્ષકો તરફ (अभि) લઈ જનાર ’. આચાર્ય શંકુક દર્શાવે છે તેમ, નટ નાટકના પાઠનું માત્ર પઠન નથી કરતો (એ માત્ર મિમિક્રી થાય) પણ પાઠનો અભિનય કરે છે. નટ-નટી આંગિક, વાચિક, આહાર્ય અને સાત્વિક અભિનય તેમજ રીતિ, વૃત્તિ અને…

વધુ વાંચો >

નાટ્યદર્પણ

નાટ્યદર્પણ (બારમી સદી) : નાટ્યલક્ષણગ્રંથ. કર્તા રામચન્દ્ર (આશરે ઈ. સ. 1100–1175) અને ગુણચન્દ્ર. બંને જૈન આચાર્ય હેમચન્દ્રના શિષ્યો. ગુણચન્દ્ર વિશે ખાસ માહિતી નથી, પણ રામચન્દ્ર એક આંખવાળો, આચાર્યનો પટ્ટધર શિષ્ય, અગિયાર સંસ્કૃત નાટકો રચનાર, પ્રબન્ધ-શત-કર્તા, અત્યંત વિદ્વાન, ગુજરાતના સિદ્ધરાજ (1093–1143), કુમારપાળ (1143–72), અજયપાળ (1172–75) વગેરે રાજાઓનો સમકાલીન. અજયપાળે એને તપાવેલા…

વધુ વાંચો >

નાટ્યશાસ્ત્ર

નાટ્યશાસ્ત્ર : ભરતનો રચેલો મનાતો પ્રાચીન ભારતનો (આશરે ઈ. સ. પૂ. 200) આદ્ય નાટ્યલક્ષણગ્રંથ. વિવિધ કલાઓનાં ક્ષેત્રોમાં આની વેદ જેવી પ્રતિષ્ઠા છે તેથી એને સર્વ વર્ણો માટેનો પાંચમો વેદ જ કહ્યો છે. પ્રાચીન ભારતીય નાટ્ય એ નાટક-અભિનય-નૃત્ય-સંગીતનું સમન્વિત સ્વરૂપ હતું તેથી ‘નાટ્યશાસ્ત્ર’ સાહિત્યસ્વરૂપ નાટકનો, મંચકલાનો, અભિનયનો, નૃત્યનો, સંગીત વગેરે કલાઓનો…

વધુ વાંચો >