રશ્મિકાંત મહેતા

વાસુદેવાનંદ સરસ્વતી (ટેમ્બે સ્વામી)

વાસુદેવાનંદ સરસ્વતી (ટેમ્બે સ્વામી) : નારેશ્વર-નિવાસી જાણીતા મહારાષ્ટ્રી સંત. શ્રીમન્નૃસિંહ સરસ્વતી ગુરુ દત્તાત્રેયના અવતાર મનાતા હતા. મહારાષ્ટ્રમાં વાડી, ઔદુમ્બર અને ગાણગાપુર એમનાં સુવિખ્યાત લીલા-સ્થળો છે. ત્યાં ઈ. સ. 1906માં પરમપૂજ્ય બ્રહ્મીભૂત પરમહંસ પરિવ્રાજકાચાર્ય શ્રી વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજ બિરાજતા હતા. ટેમ્બે સ્વામીથી પ્રસિદ્ધ હતા. દત્તાવતાર શ્રીમન્નૃસિંહ સરસ્વતીની લીલાઓને વિષય બનાવીને…

વધુ વાંચો >

વૃત્ર

વૃત્ર : વેદમાં વર્ણવાયેલો એક રાક્ષસ. વૃત્ર ઇન્દ્રશત્રુ છે. ઋગ્વેદના તેના ઇન્દ્ર સાથેના વિરોધના નિર્દેશો છે. એ વિરોધ ચાર પ્રકારે છે : તે (1) જળધારાઓને વરસતી રોકે છે; (2) ગાયોનું અપહરણ કરે છે; (3) સૂર્યને ઢાંકી દે છે; (4) સૂર્યોદય(ઉષા)ને રોકે છે. આચાર્ય યાસ્ક એના સ્વરૂપ વિશે બે અભિપ્રાય આપે…

વધુ વાંચો >

શતપથ બ્રાહ્મણ

શતપથ બ્રાહ્મણ : શુક્લ યજુર્વેદનો બ્રાહ્મણગ્રંથ. આ બ્રાહ્મણગ્રંથ બૃહત્કાય છે. शतं पन्थानः यत्र शतपथः। ततुल्यः शतपथः। ‘સો માર્ગો મળે એવો ‘ભૂમિભાગ’). એના જેવો (વિશાળ ગ્રંથ તે) શતપથ. અધ્યાય- સંખ્યા પણ લગભગ 100 છે. શુક્લ યજુર્વેદની બે શાખા છે : માધ્યંદિની અને કાણ્વ. બંનેમાં આ બ્રાહ્મણનું બાહ્ય સ્વરૂપ આ પ્રમાણે છે…

વધુ વાંચો >

સાયણાચાર્ય

સાયણાચાર્ય (જ. ઈ. સ. 1314, આંધ્ર; અ. ?) : વૈદિક સાહિત્ય પરના અનેક ભાષ્યગ્રંથોના લેખક. તેઓ કૃષ્ણ યજુર્વેદની તૈત્તિરીય શાખાના બ્રાહ્મણ હતા. યુવાવસ્થામાં તે કંપણ અને સંગમ રાજાઓના મંત્રી તરીકે નેલ્લોર અને તેની નજીકના વિસ્તારોમાં શાસનવ્યવસ્થામાં હતા. આમાંથી સંગમ વંશના રાજા હરિહર અને બુક્કે 15 એપ્રિલ, 1335ના રોજ વિજયનગર સામ્રાજ્યની…

વધુ વાંચો >