રશીદ મીર

બેફામ (વીરાણી, બરકતઅલી ગુલામહુસેન)

બેફામ (વીરાણી, બરકતઅલી ગુલામહુસેન) (જ. 25 નવેમ્બર 1923, ધાંધળી; અ. 2 જાન્યુઆરી, 1993, મુંબઈ) : જાણીતા ગુજરાતી ગઝલકાર તથા નવલિકાકાર તથા નવલકથાકાર. ભાવનગર જિલ્લાના સિહોર પાસેના ધાંધળી ગામે જન્મેલા આ કવિનો અભ્યાસ મૅટ્રિક સુધીનો હતો. કિસ્મત કુરેશી તેમના ગઝલ-ગુરુ હતા. 1945માં ‘શયદા’ ભાવનગર એક મુશાયરામાં આવ્યા ત્યારે તેમને ‘બે ઘડી…

વધુ વાંચો >

મન્સૂરી, આદિલ

મન્સૂરી, આદિલ (જ. 18 મે 1936, અમદાવાદ અ. 6 નવેમ્બર 2008, ન્યૂ જર્સી, યુનાઈટેડ સ્ટેટ) : ગુજરાતના ગઝલકાર-કવિ અને નાટ્યકાર. મૂળ નામ : ફકીર મહંમદ ગુલામનબી મન્સૂરી. પ્રાથમિક શિક્ષણ અમદાવાદમાં મેળવ્યા પછી, માધ્યમિક શિક્ષણ અમદાવાદ અને કરાંચીમાં. કરાંચીમાં કાપડનો અને અમદાવાદમાં કાપડ તથા સૂતરનો વેપાર કર્યા પછી ‘ટૉપિક’ (અંગ્રેજી) અને…

વધુ વાંચો >

મરીઝ

મરીઝ (જ. 22 ફેબ્રુઆરી 1917, સૂરત; અ. 19 ઑક્ટોબર 1983, મુંબઈ) : ગુજરાતી ગઝલકાર, મૂળ નામ વાસી અબ્બાસ અબ્દુલઅલી. આજીવન પત્રકારત્વ અને મુશાયરાપ્રવૃત્તિ સાથે સંકળાયેલા મરીઝનું ભણતર કેવળ ગુજરાતી બીજા ધોરણ સુધીનું હતું. ‘આગમન’ (1969) અને તેમના પરિવાર દ્વારા મરણોત્તર પ્રકાશિત ‘નકશા’ (1985) – એ 2 ગઝલસંગ્રહો મરીઝના મળ્યા છે.…

વધુ વાંચો >

રુબાઈ

રુબાઈ : ઈરાની કાવ્યપ્રકાર. ‘રુબાઈ’ શબ્દ અરબી ભાષાનો છે. તેની ઉત્પત્તિ મૂળ ધાતુ ‘રુબ્અ’ પરથી થઈ છે. તેનો અર્થ ‘ચાર’ થાય છે. તે 4 ચરણોનું હોવાથી રુબાઈ તરીકે ઓળખાય છે. મહંમદ બિન કયસી રાઝીએ તેનાં ‘કોલ’, ‘તરાના’, ‘ગઝલ’, ‘દોબયતી’, ‘રુબાઈ’ વગેરે નામો આપેલાં છે. રુબાઈની ઉત્પત્તિ ઈરાનના સફ્ફારી (ઈ. સ.…

વધુ વાંચો >

રેખતા

રેખતા : એક પ્રકારની ગઝલ તેમજ ઉર્દૂ ભાષાના આરંભિક સ્વરૂપનો નિર્દેશ કરતી સંજ્ઞા. મૂળ ફારસી ધાતુ ‘રેખ્તન’ અર્થાત્ રેડવું ઉપરથી ‘રેખતા’ શબ્દ બન્યો છે. એની રૂપનિર્મિતિ અરબી, ફારસી, તુર્કી, હિંદી શબ્દોને આભારી છે. ઓગણીસમી સદીના આરંભ સુધી ઉર્દૂને હિંદી, હિંદવી, દહેલવી, રેખ્તા, હિંદુસ્તાની, દકની, ગુજરાતી વગેરે નામોથી ઓળખવામાં આવતી હતી.…

વધુ વાંચો >