રમણભાઈ મોદી

અપરિગ્રહ

અપરિગ્રહ : વસ્તુ, શરીર કે વિચારના પરિગ્રહનો અભાવ. જીવનની અત્યંત આવશ્યક વસ્તુ તે હવા. એના વિના જીવન ક્ષણભર પણ ટકી ન શકે એટલે કુદરતે જીવમાત્રને માટે હવા વિપુલ પ્રમાણમાં બક્ષી છે. એને માટે જીવને કોઈ પુરુષાર્થ કરવો પડતો નથી. બીજી આવશ્યક વસ્તુ તે પાણી. એનો પણ ઘણો મોટો સંગ્રહ પૃથ્વી…

વધુ વાંચો >

ઉપવાસ

ઉપવાસ ઉપવાસ (હિંદુ ધર્મમાં) ઉપવાસ (उप + वस्) એટલે સમીપે રહેવું. ઇન્દ્રિય નિગ્રહપૂર્વક મનને ઇષ્ટદેવમાં પરોવવું એ તેનો ફલિતાર્થ છે. વૈદિક તેમજ સ્માર્ત કર્મકાંડમાં મુખ્ય કર્મવિધિ જે દિવસે કરવાનો હોય તેના આગલા દિવસે યજમાને તે કર્મમાં ઉપયુક્ત સાધનસંભાર અગ્નિશાળામાં એકઠાં કરી, દીક્ષા ગ્રહણ કરી, અનૃત વ્યવહાર તજી, સત્યાચરણપૂર્વક રાત્રે અગ્નિશાળામાં…

વધુ વાંચો >

ગાંધી વિદ્યાપીઠ, વેડછી

ગાંધી વિદ્યાપીઠ, વેડછી : ગાંધીવાદી કેળવણીકાર જુગતરામભાઈની 40 વર્ષની સાધના અને આરાધનાને પરિણામે આકાર પામેલી સંસ્થા. 1967માં તેની સ્થાપના થઈ તેના ચાર દાયકા પહેલાં આદિવાસીઓના સર્વાંગીણ વિકાસ માટે ચૂનીભાઈ મહેતા અને જુગતરામભાઈ દવેએ વેડછીમાં આશ્રમ સ્થાપી ખાદી અને બુનિયાદી શિક્ષણનાં માધ્યમો દ્વારા આદિવાસીઓમાં શિક્ષણ અને સ્વાવલંબનનું સંસ્કાર-સિંચન કરવા માંડ્યું હતું.…

વધુ વાંચો >

ગિદવાણી, આચાર્ય અસૂદમલ ટેકચંદ

ગિદવાણી, આચાર્ય અસૂદમલ ટેકચંદ (જ. 1890, સિંધ; અ. 1935) : ગાંધીજીએ સ્થાપેલી ગૂજરાત વિદ્યાપીઠના પહેલા આચાર્ય. સિંધ કૉલેજમાં અભ્યાસ કરી 1911માં એમ.એ. થયા અને તે જ વર્ષે એ કૉલેજમાં ફેલો નિમાયા. 1912માં વધુ અભ્યાસાર્થે ઇંગ્લૅન્ડ ગયા. ત્યાં ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં ત્રણ વર્ષ ભણી 1915માં હિંદ પાછા ફર્યા. એ પછી અલ્લાહાબાદ યુનિવર્સિટીમાં…

વધુ વાંચો >

ગ્રામદાન

ગ્રામદાન : 1951–52માં વિનોબાજીએ શરૂ કરેલા ભૂદાનયજ્ઞમાં સ્વાભાવિક ક્રમે વિકસેલો દાનનો પ્રકાર. સર્વોદય સમાજનું ત્રીજું સંમેલન વર્ધાથી 482 કિમી.ને અંતરે આવેલા આંધ્રપ્રદેશના શિવરાપલ્લીમાં ભરાવાનું હતું. કૉંગ્રેસના અગ્રણી નેતા શંકરરાવ દેવની વિનંતીથી વિનોબા એ સંમેલનમાં જવા પગપાળા નીકળ્યા. 15મી એપ્રિલે સંમેલનની પૂર્ણાહુતિ પછી વિનોબાએ ફરી પદયાત્રા આંરભી. ત્રીજે દિવસે (તા. 18મી…

વધુ વાંચો >

ટ્રસ્ટીશિપ

ટ્રસ્ટીશિપ : ટ્રસ્ટીશિપ એટલે વાલીપણું. ટ્રસ્ટ એટલે વિશ્વાસ. મનુષ્ય મનુષ્ય વચ્ચેના સામાજિક, ધાર્મિક, રાજકીય, આર્થિક વગેરે સર્વસામાન્ય વ્યવહારો વિશ્વાસના પાયા પર ગોઠવાય છે. વિનોબાજીના કથન અનુસાર જીવનમાં જે સ્થાન શ્વાસનું છે તે સ્થાન સમાજમાં  વિશ્વાસનું છે. એટલે વિનોબાજીએ ટ્રસ્ટીશિપને ‘વિશ્વસ્ત વૃત્તિ’ નામ આપ્યું અને એને શિક્ષણથી પરિપુષ્ટ કરવાની વાત કરી.…

વધુ વાંચો >

ભાવે, બાળકોબા

ભાવે, બાળકોબા (જ. 1890, જમખંડી, કર્ણાટક; અ. 28 ઑગસ્ટ 1981, ઉરુલીકાંચન, મહારાષ્ટ્ર) : રચનાત્મક કાર્યકર. વિનોભા ભાવેના વચલા ભાઈ. વિનોબાથી એ પાંચ વર્ષ નાના હતા. બચપણ ગાગોદામાં વીત્યું. પ્રાથમિક અભ્યાસ પૂરો કરી એ વડોદરાના કલાભવનમાં દાખલ થયા. ત્યાંથી એમણે ક્લે-મૉડલિંગનો ડિપ્લોમા મેળવ્યો. વિનોબાની પાછળ એ પણ 1916માં ગાંધીજીના આશ્રમમાં ગયા.…

વધુ વાંચો >

ભાવે, વિનોબા

ભાવે, વિનોબા [જ. 11 સપ્ટેમ્બર 1895, ગાગોદા, જિ. કુલાબા (રાયગડ); અ. 15 નવેમ્બર 1982, પવનાર, વર્ધા] : ગાંધીમાર્ગી સેવક, ચિંતક અને સંત. જન્મ ચિત્તપાવન બ્રાહ્મણ કુટુંબમાં. મૂળ નામ વિનાયક નરહરિ ભાવે. પિતા સ્વમાની, વ્યવસ્થાપ્રિય, વૈજ્ઞાનિક અને બુદ્ધિનિષ્ઠ. માતા રુક્મિણીબાઈ ભક્ત અને ભોળાં. એ વહેલી પરોઢિયે ઊઠી સંતોનાં ભજનો ગાતાં ગાતાં…

વધુ વાંચો >

ભાવે, શિવાજી

ભાવે, શિવાજી (જ. ?; અ. 12 જૂન 1992, પવનાર, વર્ધા) : રચનાત્મક કાર્યકર. વિનોબા ભાવેના સૌથી નાના ભાઈ. બાળપણમાં કેટલોક સમય એમના કાકા પાસે ગાગોદામાં રહ્યા હતા. પછી વડોદરા ગયા. સમજણા થયા ત્યારથી માતાને ઘરકામમાં મદદ કરતા. સેવાચાકરી કરતા. તેર વર્ષની વયે માતાનું મૃત્યુ થયું. વિનોબા અને બાળકોબાની જેમ શિવાજી…

વધુ વાંચો >

ભૂદાન

ભૂદાન : ગાંધીવાદી માર્ગે, ખેતી હેઠળની જમીનની ન્યાયસંગત પુનર્વહેંચણી કરવા માટેનું વિનોબાજી-પ્રેરિત આંદોલન. આઝાદી પછીના ગાળામાં તેલંગણ(આંધ્રપ્રદેશ)ના સામ્યવાદીઓએ મોટા જમીનદારોની જમીન બળજબરીથી આંચકી ગરીબ ખેડૂતોમાં વહેંચવાની પ્રવૃત્તિ આદરી હતી. તે વેળા શિવરામપલ્લીના સર્વોદય સંમેલનમાંથી પદયાત્રા કરતાં પાછા ફરતાં વિનોબા ભાવે 15મી એપ્રિલ 1951(રામનવમી)ના દિવસે સામ્યવાદી નેતાઓને જેલમાં જઈને મળ્યા અને…

વધુ વાંચો >