રતિલાલ બોરીસાગર

ધૂળમાંની પગલીઓ

ધૂળમાંની પગલીઓ : આત્મકથાત્મક શૈલીમાં લખાયેલાં સ્મૃતિચિત્રોનું ગુજરાતી પુસ્તક. લેખક : ડૉ. ચંદ્રકાન્ત શેઠ. આ પુસ્તકને ભારતીય સાહિત્ય અકાદમીનો 1986નો પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. લેખકનાં શૈશવ અને કૈશોર્યના દિવસોનું આમાં આલેખન થયું છે. શિશુકાળ અને કિશોરકાળનાં સ્મરણોનાં રિપ્લે દ્વારા લેખક જાણે પ્રસન્નતા અને માધુર્યથી ભર્યા ભર્યા એ દિવસો સ્મૃતિ સજીવ…

વધુ વાંચો >

ભટ્ટ, વિનોદ જશવંતલાલ

ભટ્ટ, વિનોદ જશવંતલાલ (જ. 14 જાન્યુઆરી 1938, તા. દહેગામ, નાંદોલ; અ. 23 મે 2018, અમદાવાદ) : ગુજરાતના પ્રથમ પંક્તિના હાસ્યલેખક. 1955માં એસ.એસ.સી.; 1961માં બી.એ. 1964માં એલ.એલ.બી.; વીસેક વર્ષ વેચાણવેરાના અને પછીથી થોડો વખત આવકવેરાના સલાહકાર તરીકે કામ કર્યા બાદ 1997થી વ્યવસાયમાંથી નિવૃત્તિ લઈ સાહિત્યસર્જન અને સાહિત્યિક પ્રવૃત્તિઓને સંપૂર્ણપણે સમર્પિત. પ્રથમ…

વધુ વાંચો >

ભદ્રંભદ્ર

ભદ્રંભદ્ર (1900) : ગુજરાતી હાસ્યરસિક નવલકથા. રમણભાઈ મહીપતરામ નીલકંઠ (1868–1928) રચિત. ગુજરાતી સાહિત્યની સળંગ હાસ્યરસની આ પ્રથમ નવલકથા છે. આ નવલકથા પ્રથમ 1892થી ‘જ્ઞાનસુધા’ માસિકમાં કકડે કકડે પ્રસિદ્ધ થઈ હતી અને પછીથી પ્રકરણ પાડીને સુધારાવધારા સાથે પુસ્તક રૂપે પ્રગટ થઈ. નવલકથાનું નામકરણ તેના નાયકને અનુલક્ષીને થયું છે. આ નવલકથા ભદ્રંભદ્રના…

વધુ વાંચો >

સંપાદન (સાહિત્ય)

સંપાદન (સાહિત્ય) સાહિત્યસામગ્રીની પસંદગી સાથે સંકળાયેલી એક મહત્ત્વની પ્રવૃત્તિ. ‘સંપાદન’ શબ્દ સંસ્કૃતનો છે, પણ એની સંકલ્પના અંગ્રેજી ‘Editing’ શબ્દમાંથી લીધી છે. સંસ્કૃતમાં संपादन​ શબ્દ છેક વૈદિક સાહિત્યમાં પ્રયોજાયો છે. તે પછી સંસ્કૃત પ્રશિષ્ટ સાહિત્યમાં પણ તે શબ્દ પ્રયોજાતો રહ્યો છે; પરંતુ સંસ્કૃતમાં संपादन​ શબ્દનો અર્થ ‘પૂર્ણ કરવું’, ‘મેળવવું’ એવો છે,…

વધુ વાંચો >