રજનીકાન્ત પંચોલી
ઈડિપસ રેક્સ
ઈડિપસ રેક્સ (Oedipus Rex); બીજું જાણીતું લૅટિન નામ ઈડિપસ ટાયરેનસ Tyrannus) : ગ્રીક ટ્રેજેડી. નાટ્યકાર સોફોક્લિસ(ઈ. સ. પૂ. 495-406)ની વિશ્વસાહિત્યમાં ઉચ્ચ સ્થાન મેળવનાર આ કૃતિને ટ્રૅજેડીનું સર્વોત્તમ ઉદાહરણ ગણીને ઍરિસ્ટોટલે તેના વિખ્યાત ગ્રંથ ‘પોએટિક્સ’માં ટ્રૅજેડીની વ્યાખ્યા બાંધી છે. પોતાના દીર્ઘ જીવનકાળ દરમિયાન સોફોક્લિસે 100થી વધુ નાટકોની રચના કરી હતી. તેમાંથી…
વધુ વાંચો >કન્ટ્રી વાઇફ
કન્ટ્રી વાઇફ (1675) : આંગ્લ નાટ્યકાર વિલિયમ વિચર્લી (1641-1715) રચિત પ્રખ્યાત કૉમેડી નાટક. 1675માં પ્રગટ થયેલું અને એ જ વર્ષે 12 જાન્યુઆરીના રોજ લંડનના થિયેટર રૉયલમાં ભજવાયેલું આ નાટક આજે તેમની શ્રેષ્ઠ કૃતિ લેખાય છે. સામાજિક તથા જાતીય જીવનનાં દંભ તેમજ લાલસા અને નગરજીવનની ભ્રષ્ટ રીતભાત પરત્વે તેમાં તીવ્ર કટાક્ષયુક્ત…
વધુ વાંચો >કોરસ
કોરસ : ગાયકવૃંદ અને વૃંદગીત. પ્રાચીન ગ્રીક નાટકનું એક અનિવાર્ય, અવિભાજ્ય અંગ. ઈ. પૂ. પાંચમો સૈકો ઍથેન્સ જેવાં નગરરાજ્યોનો સુવર્ણકાળ હતો. સમૃદ્ધિના દેવ ડાયોનિસસના માનમાં નાટકો ભજવાતાં. દેવસ્તુતિમાંથી ગાયન અને પછી સંવાદ એ ક્રમે ગ્રીક નાટક વિકસ્યું છે. ઇસ્કિલસ, સૉફોક્લીઝ અને યુરિપિડીઝ જેવા ગ્રીક નાટકકારો વાસ્તવિકતા માટે સ્થળ, સમય અને…
વધુ વાંચો >છંદ
છંદ છંદ એટલે પદ્યબંધ. અર્થ અને ભાવની રમણીયતા અને સચોટતા વ્યક્ત કરવા સારુ વ્યવહારની ભાષાના શબ્દાન્વયને બહુધા અતિક્રમીને નિયત અક્ષરો કે માત્રાઓવાળાં પાદ-ચરણોમાં રચાયેલું હૃદયાહલાદક વાક્ય તે છંદ. છંદ એ કવિતાનો બાહ્ય પરિવેશમાત્ર નથી. એ કાવ્યને અધિક ચારુતાવાળું બનાવે છે. પદ્યબંધની આહલાદકતા તેની ગેયતા, લય અને ભાવાનુકૂળ શબ્દપ્રયોગમાં રહી છે.…
વધુ વાંચો >ડાઉસન, અર્નેસ્ટ
ડાઉસન, અર્નેસ્ટ (જ. 2 ઑગસ્ટ 1867, લી, લંડન; અ. 23 ફેબ્રુઆરી 1900, ફ્રાન્સ) : ‘ડિકેડન્સ’ યુગના એક આંગ્લ કવિ. તેમણે ઑક્સફર્ડ ખાતે અભ્યાસ કર્યો હતો, પણ ડિગ્રી મેળવ્યા વિના જ અભ્યાસ છોડીને ‘રાઇમર્સ ક્લબ’ નામના કવિજૂથમાં જોડાયા હતા. આર્થર સિમન્સ તથા યીટ્સ તેમના મિત્રો હતા. શરૂઆતમાં તે ‘ધ યલો બુક’…
વધુ વાંચો >ડિકેડન્સ, ધ
ડિકેડન્સ, ધ : સાહિત્ય કે કલાનો અવનતિકાળ, કોઈ દેશના કોઈ અમુક સમયની સાહિત્ય કે કલાની પ્રવૃત્તિ કોઈ અગાઉના યુગનાં સર્જનોને મુકાબલે નિકૃષ્ટ કોટિની હોય ત્યારે આ શબ્દપ્રયોગ થાય છે. મોટેભાગે ઍલિક્ઝેન્ડ્રિન યુગ (ઈ. સ. પૂ. 500થી 50) તથા ઑગસ્ટસ(ઈ. સ. 14)ના અવસાન પછીના સમયગાળા માટે આ શબ્દ વપરાય છે. ઓગણીસમી…
વધુ વાંચો >ડૅવિડસન, જૉન
ડૅવિડસન, જૉન (જ. 11 એપ્રિલ 1857, ગ્લાસગો નજીક, સ્કૉટલૅન્ડ; અ. 23 માર્ચ 1909, લંડન) : આંગ્લ કવિ. પિતા ઍલેક્ઝાન્ડર ડૅવિડસન સ્કૉટલૅન્ડમાં ખ્રિસ્તી ઇવૅન્જેલિકલ સંપ્રદાયના પાદરી હતા. તેમનું જીવન ખૂબ જ સંઘર્ષપૂર્ણ અને અકિંચન હતું. માત્ર તેર વર્ષની વયથી આજીવિકા માટેનો સંઘર્ષ કરતાં કરતાં ભણવાના પ્રયત્નો કરવા માંડ્યા. છેવટે એક વરસ…
વધુ વાંચો >ડ્રાઇઝર, થિયોડોર
ડ્રાઇઝર, થિયોડોર (જ. 27 ઑગસ્ટ 1871, ટર હૉટ, ઇન્ડિયાના; અ. 28 ડિસેમ્બર 1945, હોલિવૂડ, કૅલિફૉર્નિયા) : અમેરિકન નવલકથાકાર, પત્રકાર અને તત્કાલીન સામાજિક જીવનના વિવેચક. જર્મનીથી અમેરિકામાં આજીવિકા રળવા આવેલા ચુસ્ત રોમન કૅથલિક માતાપિતાનાં તેર સંતાનોમાંના એક. માતાપિતા અભણ શ્રમિક. શરૂઆતનું જીવન અત્યંત ગરીબાઈમાં વીતવાથી ગ્રામીણ અને શહેરી જીવનના સંઘર્ષ અને…
વધુ વાંચો >ડ્રામૅટિક મૉનોલૉગ
ડ્રામૅટિક મૉનોલૉગ : કલ્પિત વક્તા-પાત્ર દ્વારા પોતાને કલ્પિત શ્રોતા-પાત્રને સંબોધાતી કાવ્યોક્તિ. અંગ્રેજી સાહિત્યમાં ઓગણસમી સદીથી એ કાવ્ય-પ્રકાર પ્રચલિત થયો. જૂનાં નાટકોમાં અમુક પાત્ર પોતાનો અભિપ્રાય યા કેફિયત મંચ ઉપરનાં બીજાં પાત્રો જાણે સાંભળતાં ન હોય એ રીતે માત્ર પ્રેક્ષકોને અનુલક્ષીને રજૂ કરે ત્યારે તેને સ્વગતોક્તિ કહેવાય. કાવ્ય પણ આમ તો…
વધુ વાંચો >ડ્રાયડન, જૉન
ડ્રાયડન, જૉન (જ. 9 ઑગસ્ટ 1631, ઍલ્ડવિંકલ, નૉર્ધમ્પટનશાયર; અ. 1 મે 1700, લંડન) : ઇંગ્લૅન્ડના રાજકવિ અને નાટ્યકાર. નૉર્ધમ્પટનશાયરમાં પ્યુરિટન સમાજમાં ક્રૉમવેલના સમયમાં તેમનો ઉછેર થયો. તેમની પ્રથમ કાવ્યકૃતિ પણ ‘હિરોઇક સ્ટાન્ઝાઝ ઑન ધ ડેથ ઑવ્ ક્રૉમવેલ’ હતી, પણ પછી ચાર્લ્સ II ને ફ્રાંસના દેશવટામાંથી પાછા બોલાવવાથી રાજવ્યવસ્થા બદલાઈ ત્યારે…
વધુ વાંચો >