રઘુવીર ચૌધરી

ચંદા

ચંદા : ગુજરાતી નવલકથા ‘જનમટીપ’(ઈશ્વર પેટલીકર)ની નાયિકા. ઠાકરડા કોમની આ ખેડૂતકન્યા સાંઢ નાથીને શૌર્ય દાખવે છે, ચોક્કસ આગ્રહો સાથે જીવે છે, વેઠે છે અને કુટુંબને તારે છે. નારીની કુટુંબનિષ્ઠા અને પુરુષસમોવડું પરાક્રમ દાખવતી ચંદા ગ્રામજીવનની વાસ્તવિકતા ઉપર ઊભી રહીને લોકસંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરે છે. સાંઢ નાથનાર ચંદાની સગાઈ તૂટે છે અને…

વધુ વાંચો >

ચોર્યાશી વૈષ્ણવોંકી વાર્તા

ચોર્યાશી વૈષ્ણવોંકી વાર્તા : લલ્લુભાઈ છગનલાલ દેસાઈ (1882થી 1971) રચિત શ્રીમદ્ વલ્લભાચાર્યજીના એકનિષ્ઠ અનુયાયીઓના પ્રેરક જીવનપ્રસંગોની ઝાંખી કરાવતું પુસ્તક. પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સત્સંગીઓમાં આ પુસ્તકનું આદરભર્યું સ્થાન છે. શ્રી મહાપ્રભુજીના સેવકોની સંખ્યા 84 અને શ્રી ગુસાંઈજીના સેવકોની સંખ્યા 252 હતી. એમને વિશેની વાર્તાઓ પહેલાં મૌખિક રીતે શ્રી ગોકુલનાથજી રજૂ કરતા. એમાં…

વધુ વાંચો >

ચૌધરી મોતીભાઈ

ચૌધરી મોતીભાઈ (જ. 3 જુલાઈ 1923, માણેકપુર, જિ. મહેસાણા; અ. 2005) : ગુજરાતના એક અગ્રણી લોકસેવક. એમણે 16 વર્ષની ઉંમરે મહેસાણા જિલ્લામાં પ્રાથમિક શિક્ષક (બાલશિક્ષક) તરીકે કામગીરી શરૂ કરી. વિદ્યાર્થી તરીકે એમની કારકિર્દી તેજસ્વી હતી. શિક્ષક તરીકે ગાંધીવિચારને અમલમાં મૂકવા પ્રયત્ન કર્યો. નોકરી છોડી સેવાદળના સૈનિક થયા અને સર્વોદય કાર્યકર…

વધુ વાંચો >

જનમટીપ (1944)

જનમટીપ (1944) : ઈશ્વર પેટલીકર (1916–1983)ની ગ્રામજીવનની કીર્તિદા કૃતિ. ‘જનમટીપ’ શ્રમજીવી ઠાકરડા કોમનાં પાત્રોના સંઘર્ષ અને નાયક-નાયિકાના ચિત્તના આંતરસંઘર્ષની કથા છે. એના મુખ્ય ઘટકો આ પ્રમાણે છે : સાંઢ નાથવાને કારણે ચંદા લોકમાનસમાં દ્વિવિધ સંચલનો જગવે છે. એની નામના વધે છે અને સગાઈ તૂટી જાય છે. ચંદાની વીરતા જેને સ્પર્શી…

વધુ વાંચો >

જાની, ચિન્મય

જાની, ચિન્મય (જ. 4 જાન્યુઆરી 1933) : ગુજરાતી નવલકથાકાર  અને ગુજરાતની વડી અદાલતના નિવૃત્ત ન્યાયમૂર્તિ. મૂળ નામ ચિનુપ્રસાદ.  પિતાનું નામ વૈકુંઠરામ. માતા લક્ષ્મીબહેન. જન્મસ્થળ પુણે (મહારાષ્ટ્ર). વતન ટીંટોદણ (ઉ.ગુ.). મૅટ્રિક સુધીનો અભ્યાસ પુણેમાં. ફર્ગ્યુસન અને અન્ય કૉલેજોમાં અભ્યાસ કરી તત્વજ્ઞાન અને મનોવિજ્ઞાન વિષયો સાથે સ્નાતક થયા. ડિસેમ્બર 1953માં અન્નપૂર્ણાબહેન સાથે…

વધુ વાંચો >

જોશી ઇલાચંદ્ર

જોશી ઇલાચંદ્ર (જ. 13 ડિસેમ્બર, 1902, અલમૌડા; અ. 1982)  : હિન્દી કથાસાહિત્યમાં પ્રેમચંદ યુગ પછીના નવલકથા ક્ષેત્રે તેજસ્વી લેખક. તેમનો જન્મ મધ્યમ વર્ગના બ્રાહ્મણપરિવારમાં થયો હતો. તેમણે હાઈસ્કૂલ સુધી વિધિસર શિક્ષણ મેળવ્યું; પરંતુ સ્વપ્રયત્ને તેઓ હિંદી, સંસ્કૃત, બંગાળી, ઉર્દૂ, અંગ્રેજી અને ફ્રેન્ચ ભાષાઓમાં પ્રવીણ બન્યા; એટલું જ નહીં, પણ તે…

વધુ વાંચો >

ઝેર તો પીધાં છે જાણી જાણી ભા. 1, 2, 3

ઝેર તો પીધાં છે જાણી જાણી ભા. 1, 2, 3 (1952, 1958, 1985) : મનુભાઈ પંચોળી, ‘દર્શક’ની બૃહદ નવલકથા. 1987માં તેને ભારતીય જ્ઞાનપીઠનો મૂર્તિદેવી પુરસ્કાર એનાયત થયેલો. એના ભૌગોલિક-ઐતિહાસિક વ્યાપ અને ચિંતનાત્મક ઊંડાણને કારણે ‘સરસ્વતીચંદ્ર’ સાથે એનું સાંસ્કૃતિક સંધાન તરી આવે તેમ છે. વીસમી સદીના વૈશ્વિક મનુષ્યને અહીં ભારતીય નજરે…

વધુ વાંચો >

મૂલ્ય (સાહિત્યમાં)

મૂલ્ય (સાહિત્યમાં) : વસ્તુ, વ્યક્તિ કે સમષ્ટિની હસ્તીમાં, એના વિકાસ-વિસ્તાર-પરિવર્તનના મૂળમાં રહીને ધારક અને પ્રભાવક બળ રૂપે કામ કરતું અંતસ્તત્વ. તે સત્-તત્વ પર નિર્ભર, સત્વશીલતાનું દ્યોતક એવું પરિબળ છે. આ સૃષ્ટિના સર્વ પદાર્થો આંતર-બાહ્ય, નિમ્ન-ઊર્ધ્વ, સ્થૂળ-સૂક્ષ્મ એવા વિવિધ સ્તરો-સંબંધોથી કોઈ ને કોઈ રીતે સંલગ્ન હોય છે. જ્યારે જ્યારે કોઈ પદાર્થ…

વધુ વાંચો >