યોગેન્દ્ર કૃષ્ણલાલ જાની

વનસ્પતિજન્ય ઔષધો

વનસ્પતિજન્ય ઔષધો : વનસ્પતિમાંથી પ્રાપ્ત થતાં ઔષધો. ભારતના પ્રાચીન ગ્રંથ રામાયણમાં લંકાના સુષેણ વૈદે લક્ષ્મણની મૂર્ચ્છાવસ્થા હનુમાન દ્વારા હિમાલય પર થતી ‘સંજીવની’ છોડની ઔષધિ દ્વારા મટાડ્યાનો ઉલ્લેખ છે. અમેરિકાનાં મૂળ વતની ઇન્ડિયનો વિલો વૃક્ષની છાલનો ઉકાળો પિવડાવીને તાવ ઓછો કરી યા મટાડી શકતા હતા. ફ્રેન્ચ લોકો એ જાણીને આશ્ર્ચર્ય પામ્યા…

વધુ વાંચો >

સંરચના-સક્રિયતા સંબંધ (structure-activity relationship, SAR)

સંરચના–સક્રિયતા સંબંધ (structure-activity relationship, SAR) : ઔષધની રાસાયણિક સંરચના અને તેની સક્રિયતા અથવા ક્રિયાશીલતા વચ્ચેનો સંબંધ. ઔષધો એવા રાસાયણિક પદાર્થો છે જે જીવંત પ્રાણીઓના કાર્ય(function)ને અસર કરે છે અને તેથી રોગની સારવાર કરવા, તેને અટકાવવા અથવા તેની પરખ માટે ઉપયોગમાં લેવાય છે. શરૂ શરૂમાં કુદરતી રીતે ઉપલબ્ધ પદાર્થોનો ઔષધ તરીકે…

વધુ વાંચો >

સારસાપરીલા

સારસાપરીલા : એકદળી વર્ગમાં આવેલા લિલિયેસી કુળની વનસ્પતિ. તે ઉષ્ણકટિબંધ અને સમશીતોષ્ણ કટિબંધના પ્રદેશોમાં વિતરણ પામેલી સ્માઇલેક્સ પ્રજાતિની આરોહી ક્ષુપ-સ્વરૂપે થતી વનસ્પતિ છે. ભારતમાં તેની લગભગ 24 જેટલી જાતિઓ થાય છે. મૂળભૂત રીતે તે દક્ષિણ અને મધ્ય અમેરિકાની મૂલનિવાસી છે. પૂર્વીય ઉત્તર અમેરિકા  નોવાસ્કૉટિયા, ફ્લોરિડા, ટૅક્સાસ, ઇલિનૉઇસની પશ્ચિમે તથા મધ્ય…

વધુ વાંચો >

સિલિબમ

સિલિબમ : દ્વિદળી વર્ગમાં આવેલા ઍસ્ટરેસી (કમ્પોઝિટી) કુળની શાકીય પ્રજાતિ. તે યુરોપ, દક્ષિણ રશિયા, એશિયા અને ઉત્તર આફ્રિકાની વતની છે. Silybum marianum Gaertn. (અં. મિલ્ક થીસલ, હોલ્ડી થીસલ, મારીઅન થીસલ, મેરી થીસલ, સેંટ મેરી’સ થીસલ, વાઇલ્ડ આર્ટિચોક; ફ્રેન્ચ : ચાર્ડોન-મેરી; જર્મની : મારીએન્ડીસ્ટર.) ભારતમાં થતી એકમાત્ર જાતિ છે. તે ટટ્ટાર,…

વધુ વાંચો >

સિંકોના

સિંકોના દ્વિદળી વર્ગમાં આવેલા રુબિયેસી કુળની એક પ્રજાતિ. આ પ્રજાતિ સદાહરિત ક્ષુપ અને વૃક્ષ-જાતિઓની બનેલી છે; જેમનું વિતરણ ઉષ્ણકટિબંધીય અમેરિકામાં થયેલું છે અને ભારત, ઇંડોનેશિયા, શ્રીલંકા અને આફ્રિકામાં છાલ માટે ઉગાડવામાં આવે છે. છાલ ક્વિનીન અને અન્ય પ્રતિમલેરીય ઔષધોનો સ્રોત છે. લગભગ 7 જાતિઓ અને તેમના સંકરોનો વ્યાપારિક વાવેતર માટે…

વધુ વાંચો >

સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ મેડિસિનલ ઍન્ડ અરોમેટિક પ્લાન્ટ્સ (CIMAP) લખનૌ

સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ મેડિસિનલ ઍન્ડ અરોમેટિક પ્લાન્ટ્સ (CIMAP), લખનૌ : ઔષધકીય અને સુવાસિત વનસ્પતિઓ ઉપર સંશોધન કરતી ભારતીય સંસ્થા. તે કાઉન્સિલ ઑવ્ સાયંટિફિક ઍન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ (CSIR), દિલ્હીની લખનૌ ખાતે આવેલી મહત્ત્વની પેટાસંસ્થા છે. આ સંસ્થા વાનસ્પતિક સંશોધન તથા વિકાસ અને જૈવતકનિકી (biotechnology) ક્ષેત્રે નીચે મુજબની વિવિધ પ્રવૃત્તિઓ કરે છે…

વધુ વાંચો >