યુનુસ ચિતલવાલા

અફઘાનિસ્તાન

અફઘાનિસ્તાન દક્ષિણ-મધ્ય એશિયામાં આવેલો દેશ. સત્તાવાર નામ : ઇસ્લામિક પ્રજાસત્તાક અફઘાનિસ્તાન. જ્યાં પ્રમુખશાહી ઇસ્લામિક પ્રજાસત્તાક સરકાર છે. વિસ્તાર : 6,52,230 ચો.કિમી. પાટનગર-કાબુલ. આ ભૂમિબંદિસ્ત દેશની ઉત્તરે તુર્કમેનિસ્તાન, ઉઝબેકિસ્તાન અને તજાકિસ્તાન; પશ્ચિમે ઈરાન; દક્ષિણે અને પૂર્વે પાકિસ્તાન તથા ઈશાને ચીન આવેલું છે. તેને દરિયાકિનારો નથી. તેનાથી અરબી સમુદ્ર દક્ષિણે 482.7 કિમી.…

વધુ વાંચો >

અમેરિકા

અમેરિકા પશ્ચિમ ગોળાર્ધનો વિશાળ ભૂમિસમૂહ. તે ઉત્તર અમેરિકા, મધ્ય અમેરિકા અને દક્ષિણ અમેરિકાથી બનેલો છે. ભૌગોલિક સ્થાન : 750 ઉ. અ.થી 550 દ. અ. તે ઉત્તરે આર્કિટક સમુદ્રથી દક્ષિણે ઍન્ટાર્કિટકા ખંડ સુધી વિસ્તરેલો છે. (કુલ વિસ્તાર : 4,20,00,000 ચોકિમી.) અમેરિકી ભૂમિસમૂહ પૃથ્વીના પટ પર ઉત્તરદક્ષિણ લાંબામાં લાંબો ભૂમિભાગ રચે છે.…

વધુ વાંચો >

ઈરાન

ઈરાન ક્ષેત્રફળ અને વસ્તીની દૃષ્ટિએ પશ્ચિમ એશિયાનો સૌથી મોટો દેશ. પેટ્રોલિયમ અને કુદરતી વાયુનો મોટો જથ્થો ધરાવતો આ દેશ વ્યૂહાત્મક ર્દષ્ટિએ પણ અગત્યનું સ્થાન ધરાવે છે. તે 25o ઉ. અ. અને 39o 30´ ઉ. અ. અને 44o પૂ.રે. તથા 63o પૂ.રે. વચ્ચે આવેલો છે. તેનું ક્ષેત્રફળ 16,48,000 ચો.કિમી. અને વસ્તી…

વધુ વાંચો >

બર્કિટ, માઇલ્સ સી.

બર્કિટ, માઇલ્સ સી. : વિશ્વના પ્રથમ પંક્તિના પ્રાગ્-ઇતિહાસવિદ્. તેમણે પ્રાગ્-ઇતિહાસ સંબંધી અભ્યાસ અને સંશોધનમાં પ્રાગ્-ઇતિહાસ અને પ્રાચીન આબોહવાના તબક્કા નક્કી કરી નવી કેડી કંડારી હતી. યુરોપમાં ખાસ કરીને ફ્રાંસમાંથી મળેલાં ઓજારો, ગુફાચિત્રો તેમજ દક્ષિણ આફ્રિકાના પ્રાગ્-ઇતિહાસ વિશે ઊંડો અભ્યાસ કર્યો. ભારતમાં 1930 આસપાસ તેમણે આંધ્રપ્રદેશમાં પ્રાગ્-ઐતિહાસિક સર્વેક્ષણ કરી ઉત્તરઅશ્મકાલીન (upper…

વધુ વાંચો >