મોહિયુદ્દીન બૉમ્બેવાલા

અમીર મીનાઈ

અમીર મીનાઈ (જ. 21 ફેબ્રુઆરી 1829, લખનૌ, ઉ.પ્ર.; અ. 13 ઑક્ટોબર 1900, હૈદરાબાદ) : ઉર્દૂ ગઝલકાર. મૂળ નામ મુનશી અમીર અહમદ. ‘અમીર’ તખલ્લુસ. પિતાનું નામ કરમ મોહંમદ. લખનૌના સુપ્રસિદ્ધ ઓલિયા હજરત મખદૂમશાહ મીનાઈના તેઓ શિષ્ય હતા. તેથી ‘અમીર મીનાઈ’ના નામે જાણીતા છે. ઉર્દૂ ગઝલની શિષ્ટ (classical) પરંપરાના અંતિમ ચરણના તેઓ…

વધુ વાંચો >

અસ્કરી, હસન

અસકરી, હસન (મુહંમદ) (જ. 5 નવેમ્બર 1919, અલ્લાહાબાદ (હાલનું પ્રયાગરાજ); અ. 18 જાન્યુઆરી 1978, કરાંચી, પાકિસ્તાન) : સુપ્રસિદ્ધ ઉર્દૂ લેખક, સમીક્ષક અને અનુવાદક. અલીગઢ વિશ્વવિદ્યાલયમાં અંગ્રેજી વિષય સાથે એમ.એ.ની ઉપાધિ મેળવેલી. અવૈધિક રીતે તેમણે ફ્રેંચ ભાષામાં નિપુણતા પ્રાપ્ત કરી હતી. અધ્યયન-અધ્યાપનને વ્યવસાય તરીકે સ્વીકારેલ. દિલ્હીથી પ્રગટ થતી વિખ્યાત માસિક પત્રિકા…

વધુ વાંચો >

ઇમ્તિયાઝ અલીખાન

ઇમ્તિયાઝ અલીખાન (જ. 8 ડિસેમ્બર 1904, રામપુર; અ. 25 ફેબ્રુઆરી 1981, રામપુર) : ઉર્દૂ, ફારસી, અરબી, પુશ્તો ભાષાસાહિત્યના સંશોધક વિદ્વાન. પ્રાથમિક શિક્ષણ મેળવી, અરબી-ફારસીના શિષ્ટ ગ્રંથોનો અભ્યાસ કર્યો અને પ્રચલિત વિદ્યાઓમાં નિપુણતા પ્રાપ્ત કરી. 1932થી રામપુર રાજ્યના રાજ્ય (રિઝા) ગ્રંથાલયમાં મુખ્ય ગ્રંથપાલ તરીકે જોડાયા. હસ્તપ્રતો અને અપ્રાપ્ય ગ્રંથોના સંગ્રહને કારણે…

વધુ વાંચો >

ઉઝલત સૂરતી

ઉઝલત સૂરતી (જ. 1692, સૂરત; અ. 1745) : ઉર્દૂ કવિ. આખું નામ સૈયદ અબ્દુલવલી ‘ઉઝલત’ સૂરતી. ‘ઉઝલત’ તેમનું તખલ્લુસ છે. વિદ્વાન પિતા પાસે શિક્ષણ લઈને ઉઝલતે સ્વપ્રયત્ને તર્કશાસ્ત્ર, તત્વજ્ઞાન, કુરાને શરીફ અને ધર્મશાસ્ત્ર તથા સાહિત્યમાં નિપુણતા પ્રાપ્ત કરી હતી. વિશેષ અભ્યાસ અર્થે દિલ્હી તથા હૈદરાબાદ પણ ગયા હતા. તેમણે નાની…

વધુ વાંચો >

કલંદરબખ્શ ‘જુરઅત’ ઉર્દૂ કવિ

કલંદરબખ્શ ‘જુરઅત’ ઉર્દૂ કવિ (જ. ?, દિલ્હી; અ. ઈ. સ. સાતમી સદી) : ‘જુરઅત’નું મૂળ નામ યાહ્યા અમાન. નાની વયમાં જ પરિવાર ફૈઝાબાદમાં જઈ વસ્યો હોઈ તેમના જીવન અને તેમની કાવ્યશૈલી ઉપર ફૈઝાબાદ-લખનઉનો પ્રભાવ જોવા મળે છે. તેમનો સ્વભાવ ખૂબ ચંચળ હતો. તેમને સંગીતનો પણ શોખ હતો. બાળપણથી જ તેઓ…

વધુ વાંચો >

કલીમ અહમદાબાદી

કલીમ અહમદાબાદી (જ. 1879, અમદાવાદ; અ ?) : ઉર્દૂ કવિ. મૂળ નામ અબ્દુલ કરીમ. ‘કલીમ’ તખલ્લુસ. પ્રાથમિક શિક્ષણ પ્રમાણમાં નહિવત્, છતાં આસપાસના વાતાવરણમાંથી તે ઉર્દૂ તથા ગુજરાતી ભાષા શીખ્યા હતા. તે વખતે અમદાવાદમાં કવિ અઝીઝ ઇટાવીની પુસ્તકોની દુકાન હતી. આ દુકાન કલીમ માટે મહત્વનું અભ્યાસકેન્દ્ર બનેલી. અઝીઝ સાહેબ પોતે પણ…

વધુ વાંચો >

કલીમુદ્દીન અહમદ

કલીમુદ્દીન અહમદ (જ. 15 સપ્ટેમ્બર 1907, પટણા; અ. 1983) : ઉર્દૂના સુપ્રસિદ્ધ સમીક્ષક અને અંગ્રેજી સાહિત્યના પ્રખર વિદ્વાન. અંગ્રેજી વિષય સાથે પ્રથમ વર્ગમાં સ્નાતક તથા અનુસ્નાતકની પરીક્ષાઓમાં તે ઉત્તીર્ણ થયા હતા. 1928માં લંડન ગયા. અભ્યાસ પૂરો કરી, લંડનથી પાછા આવી તે પટણા કૉલેજમાં વ્યાખ્યાતા તરીકે જોડાયા, જ્યાંથી તે આચાર્યપદેથી નિવૃત્ત…

વધુ વાંચો >

ખૈરાબાદી, ફઝલેહક (મૌલાના)

ખૈરાબાદી, ફઝલેહક (મૌલાના) (જ. 1797, ખૈરાબાદ, ઉત્તરપ્રદેશ; અ. 1863, આંદામાન) : અરબી, ફારસી ભાષાના શાયર અને સ્વાતંત્ર્યપ્રિય ઉલેમા. તેમના પિતાનું નામ ફઝલ ઇમામ હતું. તેમણે આરંભિક શિક્ષણ પિતા પાસેથી મેળવ્યું. તે પછી ‘હદીસ’નું શિક્ષણ કુરાને શરીફના અનુવાદક જનાબ શાહ અબ્દુલ કાદિર પાસેથી મેળવી, લગભગ 14 વર્ષની ઉંમરે મદરેસામાં પાઠ આપતા…

વધુ વાંચો >

ખોજી

ખોજી : ઉર્દૂ સાહિત્યના નામાંકિત લેખક અને ગદ્યકાર પંડિત રત્નનાથ ‘સરશાર’(જ. 1845, લખનૌ; અ. 1902, હૈદરાબાદ)ની ખ્યાતનામ કૃતિ ‘ફસાન-એ-આઝાદ’નું યાદગાર પાત્ર. મોટા કદનાં ત્રણ હજારથી વધારે પૃષ્ઠો ધરાવતો દળદાર ગ્રંથ ‘ફસાન-એ-આઝાદ’ કે ‘આઝાદકથા’ ખૂબ લોકપ્રિય બન્યો કારણ કે તે આખા ગ્રંથમાં હિન્દુસ્તાનના પતનશીલ યુગની તેજસ્વી ગાથા આલેખાઈ છે. આ સમગ્ર…

વધુ વાંચો >

ખ્વાજા ગુલામુસ્સૈયદેન

ખ્વાજા ગુલામુસ્સૈયદેન (જ. 12 ઑક્ટોબર, 1904, પાણીપત; અ. 1971) : ભારતના ગણનાપાત્ર શિક્ષણશાસ્ત્રી અને ભારત સરકારના શૈક્ષણિક સલાહકાર. પિતા ખ્વાજા ગુલામુસ્સક્લિની જાણીતા શિક્ષણશાસ્ત્રી અને સાહિત્યકાર હતા. તેમણે પ્રાથમિક શિક્ષણ પિતાની સીધી દેખરેખ નીચે શરૂ કરી કુરાને શરીફ વગેરેનો નાની વયમાં અભ્યાસ કર્યો હતો. 1919માં પંજાબ યુનિવર્સિટીમાંથી મૅટ્રિક્યુલેશન પરીક્ષા ઉત્તીર્ણ કરી.…

વધુ વાંચો >