મોહનભાઈ પટેલ

અવનતિપ્રેરક વિકૃતિ

અવનતિપ્રેરક વિકૃતિ [diaphthoresis; regressive (retrograde) metamorphism] : પરિવર્તિત સંજોગો હેઠળની રચનાત્મક ભૂવિકૃતિની પ્રક્રિયા. વિકૃત ખડકોના કેટલાક કિસ્સાઓમાં એવું પણ જોવા મળેલું છે કે પરિવર્તિત સંજોગોમાં જે પુનર્રચના થાય છે તે નિમ્ન કક્ષાલક્ષી હોય. અર્થાત્ વિકૃતિની એવી વ્યસ્ત કક્ષા પણ હોય છે, જેમાં ઉચ્ચ કક્ષાની વિકૃતિમાંથી નિમ્ન કક્ષા તરફ વિકૃત ખડકોનું…

વધુ વાંચો >

અસમ દાણાદાર કણરચના

અસમ દાણાદાર કણરચના (inequigranular texture) : કણરચનાનો એક પ્રકાર. જે ખડકમાં આવશ્યક ખનિજો નાનાં-મોટાં, જુદાં જુદાં કણકદવાળાં હોય એવી કણરચના. દા.ત., પૉર્ફિરી ખડકો. જ્યારે અગ્નિકૃત ખડકોની હસ્તનમૂનાઓ દ્વારા કે સૂક્ષ્મદર્શક યંત્ર દ્વારા પરખ કરવામાં, તેમાં રહેલા સ્ફટિકો કે કણોની કદભિન્નતા જ એકમાત્ર કાબૂ ધરાવતું લક્ષણ બની જતું હોય, ત્યારે આ…

વધુ વાંચો >

આગ્નેય પ્રક્રિયાજળ

આગ્નેય પ્રક્રિયાજળ (juvenile water) : ભૂગર્ભીય મૅગ્માજન્ય ઉદભવસ્થાનમાંથી ઉત્પન્ન થતું ‘નૂતન’ (juvenile) જળ. juvenile પર્યાય નૂતન જળ કે નૂતન જળ કે નૂતન વાયુ માટે પ્રયોજાય છે. અગાઉ ક્યારેય પણ સપાટીજળ કે વર્ષાજળ તરીકે અસ્તિત્વ ધરાવતું ન હોય એવું, પૃથ્વીના પેટાળમાંથી પ્રાપ્ત થતું જળ. સામાન્યપણે એવું માનવામાં આવે છે કે ઘણી…

વધુ વાંચો >

કર્ણ-કુંતીસંવાદ

કર્ણ-કુંતીસંવાદ (1900) : કવિવર રવીન્દ્રનાથ ટાગોરરચિત બંગાળી સંવાદ-કાવ્ય. કુંતી અર્જુનને બચાવવા કોઈ બ્રહ્માસ્ત્રની માગણી કરવા કર્ણ પાસે નથી આવતી. કુંતી આવે છે કર્ણને પોતાના પાંચ પુત્રોના જ્યેષ્ઠ ભ્રાતાનું સ્થાન સ્વીકારવાની વિનંતી કરવા. કર્ણ માતાના આહવાનને સ્વીકારતો નથી પણ પ્રાપ્ત પરિસ્થિતિને જ ઇષ્ટ ગણે છે. આ છે સંવાદનું કથાવસ્તુ. કવિએ કરેલી…

વધુ વાંચો >