મહેશ મ. દવે

કાયદો

કાયદો કોઈ પણ દેશ કે રાજ્યમાં જે નિયમો કે સિદ્ધાંતો હસ્તક નાગરિકોને ન્યાય અપાતો હોય છે, જેને અનુસરીને રાજ્યો-રાજ્યો વચ્ચેના, રાજ્ય અને નાગરિકો વચ્ચેના તથા પરસ્પર નાગરિકો વચ્ચેના વિવાદોનો નિકાલ કરવામાં આવતો હોય છે તથા જેને આધારે શાંતિ અને વ્યવસ્થા જળવાતી હોય છે તે નિયમો કે સિદ્ધાંતોનો સંપુટ. 1. સામાન્ય…

વધુ વાંચો >

દલાલ, સુરેશ પુરુષોત્તમદાસ

દલાલ, સુરેશ પુરુષોત્તમદાસ (જ. 11 ઑક્ટોબર 1932, થાણે, મુંબઈ; અ. 10 ઑગસ્ટ 2012, મુંબઈ) : ગુજરાતી કવિ, સંપાદક, અધ્યાપક, નિબંધકાર, વિવેચક, શિક્ષણવિદ, વૃત્તપત્ર-કટાર-લેખક. ઉછેર અને શિક્ષણ મુંબઈમાં. ગુજરાતી વિષય સાથે મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાંથી બી.એ. (1953), મુંબઈ યુનિવર્સિટીના એમ.એ. (1955) અને તે જ યુનિવર્સિટીમાં ‘ગુજરાતી સાહિત્યમાં ઊર્મિકાવ્ય : છ આધુનિક…

વધુ વાંચો >

દલીલ

દલીલ (argument) : પોતાની વાત સાબિત કરવા માણસ દ્વારા થતી રજૂઆત. તેની જુદી જુદી પદ્ધતિઓ, તેની પ્રમાણભૂતતા, તેની સત્યતા, તેમાં ઊભા થતા દોષ વગેરેનો તર્કશાસ્ત્ર(logic)માં અભ્યાસ થાય છે. જ્ઞાન પ્રાપ્ત કરવા માટે પ્રત્યક્ષ, શબ્દ, અનુમાન જેવા જુદા જુદા માર્ગ છે. આવા જ્ઞાનના માર્ગને પ્રમાણ કહે છે. પ્રમાણશાસ્ત્રમાં આ પ્રમાણોની તપાસ…

વધુ વાંચો >