મહેશ મ. ત્રિવેદી

અનાઈમૂડી

અનાઈમૂડી : તામિલનાડુ રાજ્યના કૉઇમ્બતૂર જિલ્લામાં તેમજ કેરળ રાજ્યમાં પથરાયેલી અનાઈમલય પર્વતમાળાનું એક શિખર. ભૌગોલિક સ્થાન : 100 10´ ઉ. અ. અને 770 04´ પૂ. રે. કોડાઈ કેનાલની દક્ષિણે આવેલું આ શિખર 2,695 મીટરની ઊંચાઈ ધરાવે છે. અનાઈમલયનો અર્થ હાથીઓનો પર્વત અને અનાઈમૂડીનો અર્થ હાથીનું મસ્તક એવો થાય છે. અહીંનું…

વધુ વાંચો >

અન્નપૂર્ણા (શિખર)

અન્નપૂર્ણા (શિખર) : ભારતની ઉત્તરે પૂર્વ-પશ્ચિમ આશરે 2,400 કિમી. લંબાઈ ધરાવતા અને ઉત્તર-દક્ષિણ આશરે 240થી 320 કિમી.ની પહોળાઈ ધરાવતા હિમાલયનાં સાત ઊંચાં શિખરોમાંનું એક. ભૌ. સ્થાન : 280 34´ ઉ. અ. અને 830 50´ પૂ. રે. અગત્યનાં શિખરોમાં ‘માઉન્ટ એવરેસ્ટ’ અથવા ‘ગૌરીશંકર’ 8,848 મીટરની ઊંચાઈ ધરાવે છે. સેટેલાઇટ (ઉપગ્રહીય) મોજણી…

વધુ વાંચો >

અન્શાન

અન્શાન : ચીનની ઉત્તરે પીળા સમુદ્રના કિનારે આવેલું ઔદ્યોગિક શહેર. લાયાઓનિંગના ચાંગમા–ઈશાનની તળેટીમાં આવેલું આ શહેર ચીનનું સૌથી મોટું લોખંડ-ઉદ્યોગનું કેન્દ્ર છે. મંચુરિયાના ઔદ્યોગિક પ્રદેશમાં આવેલું હોવાથી ખનિજસંપત્તિ અને સંચાલનશક્તિ પરત્વે સરકારની પ્રોત્સાહક નીતિને કારણે તે વિશાળ ઔદ્યોગિક સંકુલ બનેલ છે. ખાસ કરીને અન્શાનના આ ઔદ્યોગિક પ્રદેશની ગણના વિશ્વના સૌથી…

વધુ વાંચો >

અલાસ્કાનો અખાત

અલાસ્કાનો અખાત : યુનાઇટેડ સ્ટેટ્સના અલાસ્કા રાજ્યની દક્ષિણે આવેલો અખાત. એલ્યુશિયન ટાપુઓની કમાન આ અખાતનું અગત્યનું ભૂમિલક્ષણ છે. અલાસ્કાનાં અગત્યનાં બંદરોમાં એન્કોરેજ મુખ્ય છે. અલાસ્કાની રાજધાની જૂનો કૅનેડાની સરહદ ઉપર અલાસ્કાના અખાતના કિનારે આવેલી છે. ઉત્તર પ્રશાંત મહાસાગરના એક ભાગ રૂપે આવેલા આ અલાસ્કાના અખાતની પશ્ચિમ બાજુથી વિખ્યાત આંતરરાષ્ટ્રીય તિથિરેખા…

વધુ વાંચો >

અલાસ્કા પર્વતમાળા

અલાસ્કા પર્વતમાળા : યુનાઇટેડ સ્ટે્ટસના રાજ્ય અલાસ્કામાં દક્ષિણે વિસ્તરેલી પર્વતમાળા. તે સમુદ્રકિનારાને લગભગ સમાંતર પથરાયેલી છે. ઉત્તરે મેકકિન્લી પર્વતમાળા સાથે ને દક્ષિણે રોકીઝ પર્વતમાળા સાથે તે જોડાયેલી છે. નૈર્ઋત્ય તરફ સમુદ્રમાં એલ્યુશિયન પર્વતમાળા તરીકે તે વિસ્તરેલી છે, જેનાં ઊંચાં શિખરો ટાપુ સ્વરૂપે જોવા મળે છે. આ પર્વતમાળાની ઉત્તરે યુકોન અને…

વધુ વાંચો >

અલિયા બેટ

અલિયા બેટ : નર્મદા નદીના મુખ પાસેના અનેક બેટોમાંનો એક. અલિયા બેટ, વાકિસ બેટ અને ધંતૂરિયા બેટ તેમાં મુખ્ય છે. ગુજરાત રાજ્યના ભરૂચ જિલ્લામાં આવેલા આ બેટ નર્મદા ઉપરાંત ભૂખી નદીના કાંપ, કાદવ, માટી, રેતી જેવા નિક્ષેપિત પદાર્થોમાંથી બનેલા છે. અલિયા બેટને કારણે નદીનો પટ બે વિભાગમાં વહેંચાઈ જાય છે.…

વધુ વાંચો >

અહમદનગર (શહેર)

અહમદનગર (શહેર) : મહારાષ્ટ્રમાં આવેલું ઐતિહાસિક મુસ્લિમ રાજ્ય અને શહેર. અહમદનગર 190 5´ ઉત્તર અક્ષાંશ અને 740 44´ પૂર્વ રેખાંશ પર આવેલું મધ્યકાલીન નગર છે. તે મુંબઈથી જમીનમાર્ગે 288 કિમી. પૂર્વમાં તથા પુણેથી 112 કિમી. દૂર ઈશાનમાં આવેલું છે. અહમદનગરનો કિલ્લો જોવાલાયક છે. નગરની વસ્તી 3,50,859 (2011). દખ્ખણમાં આવેલી બહમની…

વધુ વાંચો >

અંકલેશ્વર

અંકલેશ્વર : દક્ષિણ ગુજરાતમાં ભરૂચ જિલ્લામાં ભરૂચથી દક્ષિણે 1૦ કિમી. દૂર આવેલું શહેર. ભૌ. સ્થાન 21° 36´ ઉ. અ. અને 73° ૦૦´ પૂ. રે. તેનું પ્રાચીન નામ અક્રૂરેશ્વર હતું. આશરે નવમા સૈકાના અરસામાં તે રાઠોડ વંશના રાજવીઓની રાજધાનીનું મથક રહેલું. તે અમદાવાદ-મુંબઈ રેલ અને સડકમાર્ગ પર આવેલું છે. ઈ. સ.…

વધુ વાંચો >

અંજાર

અંજાર : ગુજરાત રાજ્યનાં કચ્છ જિલ્લામાં આવેલું અગત્યનાં નગરોમાંનું એક. લગભગ 300 ઉ. અક્ષાંશ પર આવેલું આ નગર કંડલા અને ગાંધીધામની ઉત્તરે લગભગ 25 કિમી. દૂર આવેલું છે. તેની પશ્ચિમે ભૂજ અને પૂર્વમાં ભચાઉ નામના જાણીતાં નગરો આવેલાં છે. વસ્તી : 1,48,354 (2011). અંજાર પ્રાચીન નગર છે. સ્થાનિક ઇતિહાસ અનુસાર…

વધુ વાંચો >

અંબાજી

અંબાજી : ઉત્તર ગુજરાતનાં બનાસકાંઠા જિલ્લામાં દાંતા અને આરાસુર પર્વતમાળા વચ્ચે આવેલું શક્તિતીર્થ. ભૌગોલિક સ્થાન : 24° 22´ ઉ. અ. અને 72° 56´ પૂ. રે. અમદાવાદથી લગભગ 177 કિમી. ઉત્તરમાં અને આબુરોડ રેલવે જંકશનથી માત્ર 23 કિમી. દૂર આ પ્રસિદ્ધ યાત્રાધામ આવેલું છે. દાતા અને અંબાજીને સાંકળતો એક નવો માર્ગ…

વધુ વાંચો >