મહેન્દ્ર શાહ
અણુકદ
અણુકદ (molar volume) : એક ગ્રામ અણુભાર (એક મોલ) પદાર્થે ઘન, પ્રવાહી કે વાયુરૂપમાં રોકેલું કદ. અણુભાર તથા વિશિષ્ટ કદના ગુણાકાર અથવા અણુભારને વિશિષ્ટ ઘનતા વડે ભાગતાં મળતા આંકડાને અણુકદ કહે છે. ઘણી વાર એક મોલ આદર્શ વાયુએ 0°સે. અને 1 વાતાવરણના દબાણે રોકેલ કદ માટે પણ ‘અણુકદ’ શબ્દ વપરાય…
વધુ વાંચો >અણુઘૂર્ણન
અણુઘૂર્ણન (molecular rotation) : પ્રકાશક્રિયાશીલ પદાર્થના વિશિષ્ટ ઘૂર્ણન ને તેના અણુભારથી ગુણતાં મળતી સંખ્યા. અહીં અણુઘૂર્ણન અને MW અણુભાર છે. અણુઘૂર્ણનની આ રીતે મેળવેલી કિંમત ઘણી ઊંચી હોવાથી સમીકરણની જમણી બાજુને 1૦૦ વડે ભાગીને આ કિંમત દર્શાવવામાં આવે છે. ધ્રુવીભૂત પ્રકાશના તલને એક અથવા બીજી દિશામાં ફેરવવાના ગુણધર્મને પ્રકાશક્રિયાશીલતા કહેવામાં…
વધુ વાંચો >અણુભાર (Molecular weight)
અણુભાર (Molecular weight) ઇન્ટરનેશનલ યુનિયન ઑવ્ પ્યોર ઍન્ડ એપ્લાઇડ કેમિસ્ટ્રી (IUPAC) પ્રમાણે કાર્બનના સમસ્થાનિક(isotope)(C-12)ના વજનના બારમા ભાગ કરતાં કોઈ પણ પદાર્થનો અણુ કેટલા ગણો ભારે છે તે દર્શાવતો આંક. એક મોલ (Mole) (6.02 × 1023 અણુ) પદાર્થના વજનને ગ્રામ અણુભાર (ગ્રામ મોલ) કહે છે. કોઈ પણ પદાર્થના અણુસૂત્રમાં રહેલાં તત્વોના…
વધુ વાંચો >અતિવોલ્ટતા
અતિવોલ્ટતા (over-voltage) : દ્રાવણના વિદ્યુતવિભાજન દરમિયાન વીજધ્રુવના અવલોકિત મૂલ્ય અને તે જ સંજોગોમાં વીજપ્રવાહની ગેરહાજરીમાં વીજધ્રુવના વિભવના ઉષ્માગતિજ (પ્રતિવર્તી) મૂલ્ય વચ્ચેનો તફાવત. તેને અતિવિભવ (overpotential) પણ કહે છે. તેનો એકમ વોલ્ટ છે. દ્રાવણમાંથી હાઇડ્રોજન અને ઑક્સિજન ઉત્પન્ન કરતું વિઘટન વોલ્ટેજ(decomposition potential) કૅથોડ (ઋણધ્રુવ) અને ઍનોડ(ધન ધ્રુવ)ના ગુણધર્મ ઉપર આધાર રાખે…
વધુ વાંચો >અસંગત પાણી
અસંગત પાણી (anomalous, ortho or poly water) : રશિયન રસાયણશાસ્ત્રી ફેડ્યાકિને 1962માં બંને છેડે બંધ કાચની અથવા ક્વાર્ટ્ઝની કેશનળી(capillary)માં વરાળને ઠારીને મેળવેલું અસામાન્ય ગુણો ધરાવતું પાણી. તેના અગત્યના ગુણધર્મો નીચે પ્રમાણે હતા : (1) નીચું બાષ્પદબાણ. (2) –4૦° સે. કે તેથી નીચા ઉષ્ણતામાને ઠારતાં કાચરૂપ (glassy) ઘન મળે છે. (૩)…
વધુ વાંચો >આમાપન (રસાયણશાસ્ત્ર)
આમાપન (assay) (રસાયણશાસ્ત્ર) : ધાતુઓ (ખાસ કરીને કીમતી ધાતુઓ) અથવા ખનિજોના નમૂનાનું તેમાં રહેલ સંઘટકોનું પ્રમાણ તથા (નમૂનાની) ગુણવત્તા નક્કી કરવા માટેની કસોટી. સોનું, ચાંદી, જેવી ધાતુઓ ધરાવતા નમૂનાઓ(દા.ત., ઘરેણાં, લગડી, સિક્કાઓ)નું અગ્નિ-આમાપન (fire assay) પદ્ધતિ દ્વારા પૃથક્કરણ કરવામાં આવે છે. તેના વિવિધ તબક્કાઓ નીચે પ્રમાણે છે : (i) પ્રતિચયન…
વધુ વાંચો >આયનવૃતિક વીજધ્રુવો
આયનવૃતિક વીજધ્રુવો (ion-selectiveelectrodes, ISE) : વિવિધ આયનો પ્રત્યે વરણાત્મક (selective) સંવેદનશીલતા ધરાવતા વીજધ્રુવો. શરૂઆતમાં આ વીજધ્રુવોને ‘વિશિષ્ટ આયન વીજધ્રુવો’ (specific-ion electrodes) કહેવામાં આવતા હતા; પણ આવા વીજધ્રુવો કોઈ એક આયન માટે વિશિષ્ટ (specific) ન હોતાં બીજા આયનોની સરખામણીમાં તે કોઈ એક આયન પ્રત્યે વરણક્ષમતા (વૃતિકતા, લક્ષિતા) (selectivity) ધરાવતા હોવાથી તેમને…
વધુ વાંચો >