મલૂકચંદ શાહ

જયંતિચરિય

જયંતિચરિય : ભગવતી સૂત્રના બારમા શતકના બીજા ઉદ્દેશકના આધારે ભયહર સ્તોત્રના કર્તા માનતુંગસૂરિએ રચેલો પ્રકરણગ્રંથ. આ ગ્રંથ પર તેમના શિષ્ય મલયપ્રભસૂરિએ 1203માં સુંદર વૃત્તિ લખી છે. તેમાં સંસ્કૃત ગદ્ય-પદ્યનો ઉપયોગ કરેલ છે. ‘જયંતિચરિય’માં માત્ર 28 ગાથા છે પરંતુ તેના પરની વૃત્તિમાં અનેક આખ્યાન આપ્યાં છે. મહાસતી જયંતી કૌશાંબીના રાજા સહસ્રાનીકની…

વધુ વાંચો >

સંવેગરંગસાલા

સંવેગરંગસાલા : જિનચંદ્રસૂરિએ 1068માં રચેલો કથાત્મક ગ્રંથ. ‘નવાંગવૃત્તિ’કાર અભયદેવસૂરિના શિષ્ય જિનવલ્લભસૂરિએ તેનું સંશોધન કર્યું છે. આ કૃતિમાં સંવેગભાવનું મુખ્ય પ્રતિપાદન છે અને તે શાંત રસથી ભરપૂર છે. અહીંયાં કહ્યું છે કે દીર્ઘકાળ સુધી તપશ્ર્ચર્યા કરી હોય કે ચારિત્ર્ય પાળ્યું હોય કે ઊંડો શાસ્ત્રાભ્યાસ કર્યો હોય; પરંતુ જો જીવમાં સંવેગરસ-વૈરાગ્ય ન…

વધુ વાંચો >

સુદંસણાચરિય (સુદર્શનાચરિત)

સુદંસણાચરિય (સુદર્શનાચરિત) : જૈન કથાકાવ્ય. તેના લેખક દેવેન્દ્રસૂરિ છે. ચાર હજારથી વધુ પ્રાકૃત ગાથાઓવાળું ‘સુદંસણાચરિય’ આઠ અધિકારો અને સોળ ઉદ્દેશોનું બનેલું છે. ધનપાલ, સુદર્શના, વિજયકુમાર, શીલમતી, અશ્વાવબોધ, ભ્રાતા, ધાત્રીસુત અને ધાત્રી – એ આઠ અધિકારોના મુખ્ય વર્ણ્યવિષયો છે. તેના પ્રથમ ઉદ્દેશમાં ધનપાલની વાતમાં ‘જૈન ધર્મકથાનું શ્રવણ હિતકારી છે’ – તે…

વધુ વાંચો >

સુપાસનાહચરિય

સુપાસનાહચરિય : શ્રી ચન્દ્રસૂરિના ગુરુભાઈ અને હેમચન્દ્રસૂરિના શિષ્ય લક્ષ્મણગણિએ 1142માં રાજા કુમારપાળના રાજ્યારોહણના વર્ષમાં કરેલી ગ્રંથરચના. પ્રાકૃત પદ્યની આ રચનામાં ક્યારેક સંસ્કૃત અને અપભ્રંશનો ઉપયોગ પણ કરવામાં આવ્યો છે. એમાં અનેક સુભાષિતો પણ મૂકવામાં આવ્યાં છે. સાતમા તીર્થંકર સુપાર્શ્ર્વનાથના ચરિત્રના વર્ણનને સ્થાને, ગ્રંથમાં તેમના ઉપદેશોની રજૂઆત વધુ પ્રમાણમાં છે. શ્રાવકોના…

વધુ વાંચો >