મલયાળમ સાહિત્ય
અગ્નિસાક્ષી
અગ્નિસાક્ષી : પ્રસિદ્ધ મલયાળમ લેખિકા લલિતાંબિકા અન્તર્જનમની સાહિત્ય અકાદમી પુરસ્કૃત (1977) નવલકથા. એ પાત્રપ્રધાન નવલકથા છે. એની નાયિકા દેવકી નામની નાંબુદ્રી બ્રાહ્મણ સ્ત્રી છે, જે સ્વપ્રયત્નથી સમાજસેવિકા તથા રાષ્ટ્રીય કાર્યકર બને છે તો બીજી તરફ યોગિની પણ બને છે. એ રીતે એમાં આધુનિકતા તથા પરંપરા બંનેનો સમન્વય સધાયો છે. એનાં…
વધુ વાંચો >અનુજન, ઓ. એમ.
અનુજન, ઓ. એમ. (જ. 20 જુલાઈ 1928, વેલ્લિનેઝી, કેરાલા) : મલયાળમ કવિ. કેરળ યુનિવર્સિટીમાંથી મલયાળમ વિષય લઈ પ્રથમવર્ગમાં એમ.એ.માં ઉત્તીર્ણ. પછી મદ્રાસની પ્રેસિડન્સી કૉલેજમાં મલયાળમના પ્રાધ્યાપક. એમણે કવિ તરીકે સારી ખ્યાતિ મેળવી છે. અત્યાર સુધીમાં તેમના બાર કાવ્યસંગ્રહો પ્રસિદ્ધ થયા છે, જેમાં ‘મૂકુળમ્’, ‘ચિલ્લુવાતિલ્’, ‘અગાધ નિલિમક્કળ્’, ‘વૈશાખમ્’, ‘સૃષ્ટિ’ તથા ‘અક્તેયન’…
વધુ વાંચો >અપ્પન્ તમ્પુરાન્
અપ્પન્ તમ્પુરાન્ (જ. 1899; અ. 1947) : મલયાળમ લેખક અને પત્રકાર. આખું નામ રામ વરણ અપ્પન્ તમ્પુરાન્. કોચીન રાજ્યના રાજકુમાર. એમણે પત્રકારત્વ, નવલકથા, વિવેચન, સંશોધન, નિબંધ વગેરે ક્ષેત્રો ખેડ્યાં છે. એમણે ભારતીય પરંપરાગત શિક્ષણપ્રણાલી અનુસાર ગુરુકુળમાં શિક્ષણ લીધું હતું અને ત્યાંથી સ્નાતક થયેલા. વ્યાકરણ, તર્ક અને આયુર્વેદમાં પારંગતની ઉપાધિ પ્રાપ્ત…
વધુ વાંચો >અયપ્પા પણિક્કરુદે કૃતિકલ
અયપ્પા પણિક્કરુદે કૃતિકલ (1974) : સાહિત્ય અકાદમી પુરસ્કૃત મલયાળમ કાવ્યસંગ્રહ. મલયાળમમાં અદ્યતન કવિતાનો સંચાર કરનાર અયપ્પા પણિક્કર(જ. 12 સપ્ટેમ્બર 1930)નો આ સંગ્રહ, એમાંનાં વિષયનાવીન્ય તથા વિદ્રોહી સૂરને કારણે યુવાન કવિઓનો પ્રેરણાસ્રોત બન્યો છે. પણિક્કર વર્ષો સુધી અમેરિકામાં રહ્યા છે. ત્યાં ઉચ્ચ અભ્યાસ કરીને અંગ્રેજીના પ્રાધ્યાપક પણ રહ્યા હોવાથી પશ્ચિમના અદ્યતન…
વધુ વાંચો >અય્યર ઉળળૂર પરમેશ્વર
અય્યર, ઉળળૂર પરમેશ્વર (જ. 6 જૂન 1877; અ. 15 જૂન 1949, તિરુવનંતપુરમ) : મલયાળમ લેખક. એમણે એમ.એ. તથા એલએલ.બી.ની પદવીઓ પ્રાપ્ત કર્યા પછી સરકારના વિવિધ વિભાગોમાં નોકરી કરી હતી. છેલ્લે ત્રાવણકોર વિશ્વવિદ્યાલયના પ્રાચ્ય ભાષાવિભાગના અધ્યક્ષ તરીકે કામ કર્યું હતું. એમના કાવ્યસંગ્રહોમાં ‘વંચીશગીતિ’, ‘મંગળમંજરી’ (સ્તોત્રગ્રન્થ); ‘વર્ણભૂષણમ્ કાવ્ય’, ‘પિંગળા’, ‘ભક્તિદીપિકા’, ‘ચિત્રશાળા’, ‘તારાહારમ્…
વધુ વાંચો >અવકાસિકલ
અવકાસિકલ (1980) : મલયાળમ નવલકથા. ‘વિલાસિની’ તખલ્લુસથી લખતા એમ. કે. મેનનની ચાર ભાગોમાં લખાયેલી ચાર હજાર પૃષ્ઠની આ બૃહદ નવલકથા છે. તેની પાર્શ્વભૂમિ મલયેશિયા છે. કથા પાત્રપ્રધાન છે. એનો નાયક વેલ્લુન્ની જે કથારંભે સિત્તેર વર્ષનો છે, તેને મુખે પોતે અત્યંત દરિદ્ર અવસ્થામાંથી કોટ્યધિપતિ શી રીતે બન્યો, તેનું કથન થયેલું છે.…
વધુ વાંચો >અળિકોડ, સુકુમાર
અળિકોડ, સુકુમાર (જ. 14 મે 1926, અળિકોડ, કિન્નોળ, જિ. કેરળ; અ. 24 જાન્યુઆરી 2012 ત્રિશૂર, કેરળ) : મલયાળમ પત્રકાર અને વિદ્વાન વિવેચક. તેમને તેમની કૃતિ ‘તત્વમસિ’ માટે 1985ના વર્ષનો ભારતીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો. 1956માં તેમણે મદ્રાસ યુનિવર્સિટીમાંથી મલયાળમમાં એમ.એ.ની ડિગ્રી પ્રથમ વર્ગમાં પ્રથમ સ્થાને અને 1958માં સંસ્કૃતમાં…
વધુ વાંચો >અંબોપદેશમ્
અંબોપદેશમ્ : ઓગણીસમી સદીના મલયાળમ કાવ્યસાહિત્યનો વિશિષ્ટ પ્રકાર. એમાં નામ પ્રમાણે અંબા એટલે દાદીમા એની પૌત્રીને ઉત્કૃષ્ટ ગણિકા બનવાનું યોગ્ય માર્ગદર્શન આપે છે. આ પ્રકારનાં કાવ્યો છેક અગિયારમી સદીથી માંડીને ઓગણીસમી સદીના અંત સુધી અનેક કવિઓએ આ ભાષામાં રચ્યાં છે. બધાં કાવ્યો વસંતતિલકાવૃત્તમાં જ લખાયાં છે એ આ કાવ્યપ્રકારની વિશેષતા…
વધુ વાંચો >આર. રામચંદ્રન્
આર. રામચંદ્રન્ (જ. 1923 , તમરતિરુતિ, જિ. ત્રિચુર, કેરળ; અ. 3 ઑગસ્ટ 2005) : મલયાળમ કવિ. તેમને તેમના કાવ્યસંગ્રહ ‘આર. રામચંદ્રન્ટે કવિતાકલ’ બદલ 2000ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો હતો. તેઓ એમ.એ.ની ડિગ્રી પ્રાપ્ત કર્યા બાદ અધ્યાપકપદે કાર્યરત રહ્યા હતા. તેઓ મલબાર ક્રિશ્ચિયન કૉલેજ, કાલિકટમાંથી આચાર્ય તરીકે સેવાનિવૃત્ત…
વધુ વાંચો >