મધુસૂદન જાંગીડ
નૈસર્ગિક સંપત્તિ
નૈસર્ગિક સંપત્તિ સજીવોના જીવનને ટકાવવામાં ઉપયોગમાં આવતા જલાવરણ, મૃદાવરણ અને વાતાવરણના ઘટકો. જમીન, હવા, પાણી, વનસ્પતિઓ, પ્રાણીઓ, ઊર્જા વગેરે નૈસર્ગિક સંપત્તિ ગણાય છે. મનુષ્ય નૈસર્ગિક સંપત્તિનો ઉપયોગ પોતાનું અસ્તિત્વ ટકાવવા અને પ્રગતિ સાધવા માટે કરે છે. નૈસર્ગિક સંપત્તિનું વર્ગીકરણ : નૈસર્ગિક સંપત્તિના મુખ્યત્વે બે પ્રકાર પાડવામાં આવે છે : (1)…
વધુ વાંચો >પરિપુષ્પ (perianth)
પરિપુષ્પ (perianth) : દ્વિદળી વર્ગના ઉપવર્ગ અદલા (apetalae) અને એકદળી વર્ગની વનસ્પતિઓના પુષ્પમાં આવેલું સહાયક ચક્ર. આ સહાયક ચક્ર વજ્ર (calyx) અને દલપુંજ(corolla)માં વિભેદન પામેલું હોતું નથી અને મોટેભાગે એકચક્રીય હોય છે. આ ચક્ર સામાન્ય રીતે બહારનું હોય છે. તેના એકમને પરિદલપત્ર કહે છે. આ પરિપુષ્પ ઘણુંખરું ચકચકિત અને રંગીન…
વધુ વાંચો >પર્ણવિન્યાસ (phyllotaxy)
પર્ણવિન્યાસ (phyllotaxy) : વનસ્પતિના પ્રકાંડ કે તેની શાખા પર ઉદ્ભવતાં પર્ણોનો ઉત્પત્તિક્રમ અને તેની ગોઠવણી. આ ગોઠવણી ખૂબ નિયમિત અને ગણિતીય હોય છે. જુદી જુદી વનસ્પતિની જાતિઓમાં પર્ણવિન્યાસ જુદો જુદો હોય છે; પ્રત્યેક જાતિમાં પર્ણવિન્યાસ નિશ્ચિત પ્રકારનો હોય છે. સામાન્યત: પ્રકાંડ નળાકાર અને લાંબું હોય છે અને જમીનની બહાર રહે…
વધુ વાંચો >પ્રકાંડ
પ્રકાંડ ભ્રૂણાગ્રમાંથી સૂર્યપ્રકાશની દિશા તરફ વૃદ્ધિ પામતો વનસ્પતિનો અક્ષ. બીજના અંકુરણ દરમિયાન ભ્રૂણાગ્ર સીધો ઉપર તરફ વૃદ્ધિ અને વિકાસ સાધી પ્રરોહનું નિર્માણ કરે છે. પ્રરોહમાં પ્રકાંડ અને તેની શાખાઓ, પર્ણો, કલિકાઓ, પુષ્પો અને તેમાંથી ઉદભવતાં ફળોનો સમાવેશ થાય છે. શાકીય વનસ્પતિના પ્રકાંડ તેમજ બહુવર્ષાયુ વનસ્પતિના કુમળા પ્રકાંડ ક્લૉરોફિલ ધરાવતા હોવાથી…
વધુ વાંચો >ફૂગ
ફૂગ ક્લૉરોફિલરહિત, સુકોષકેન્દ્રી (cukaryotic), એકકોષી અથવા બહુકોષી, ઘણુંખરું તંતુમય સુકાય (thallus) ધરાવતા, મૃતોપજીવી (saprobes) કે પરોપજીવી (parasites) બીજાણુધારક સજીવો. તે બહુ થોડા અપવાદો બાદ કરતાં સૅલ્યુલોસ અથવા કાઇટિનની અથવા બંનેની કે અન્ય કાર્બોદિતોની બનેલી કોષદીવાલ ધરાવે છે. મિસિતંતુ (mycelium) : તેનો સુકાય આધારતલમાં બધી દિશામાં ફેલાતા જાલમય બહુશાખિત તંતુઓનો બનેલો…
વધુ વાંચો >હૅલોરેગેસી (વૉટર મિલ´ફૉઇલનું કુળ)
હૅલોરેગેસી (વૉટર મિલ´ફૉઇલનું કુળ) : વનસ્પતિના દ્વિદળી વર્ગમાં આવેલું એક કુળ. બૅન્થામ અને હૂકરની વર્ગીકરણ-પદ્ધતિ મુજબ આ કુળને વર્ગ – દ્વિદળી, ઉપવર્ગ – મુક્તદલા (polypetalae), શ્રેણી – કૅલીસીફ્લોરી, ગોત્ર રોઝેલ્સમાં મૂકવામાં આવ્યું છે. આ કુળની વનસ્પતિઓ ઉપ-સર્વદેશીય (sub-cosmopolitan) છે. તે મોટે ભાગે દક્ષિણ ગોળાર્ધમાં ખાસ કરીને ઑસ્ટ્રેલિયામાં થાય છે. ભારતમાં…
વધુ વાંચો >