મગનભાઈ જો. પટેલ

કોઠારી – વિઠ્ઠલદાસ

કોઠારી, વિઠ્ઠલદાસ (જ. 28 ઑગસ્ટ 1900, કલોલ; અ. 25 ડિસેમ્બર 1972, અમદાવાદ) : ગૂજરાત વિદ્યાપીઠના આજીવન સેવક તથા અર્થશાસ્ત્રના અધ્યાપક. પિતા મગનલાલ. માતા ચંચળબા. મૅટ્રિક સુધીનું શિક્ષણ કલોલમાં. 1920માં અમદાવાદની ગુજરાત કૉલેજમાં જોડાયા. એ જ વર્ષે ગાંધીજીની રાષ્ટ્રીય શિક્ષણની હાકલ થતાં કૉલેજ છોડી ગૂજરાત વિદ્યાપીઠમાં દાખલ થયા. 1923માં અર્થશાસ્ત્રની સ્નાતકની…

વધુ વાંચો >

ગુજરાત (ઇતિહાસ)

ગુજરાત ઇતિહાસ પ્રાગ્–ઇતિહાસ અને આદ્ય–ઇતિહાસ સંસ્કૃતિના ઉગમકાળથી માનવ લેખનકલા જાણતો નહોતો ને પ્રયોજાતો નહોતો. સંસ્કૃતિનાં હજારો વર્ષોનો વૃત્તાંત અ-લિખિત રહ્યો છે. એ કાલની સંસ્કૃતિને જાણવા માટે અન્ય સમકાલીન સાધનોનો આધાર લેવો પડે છે. આથી સંસ્કૃતિના આ પ્રાગ-અક્ષરજ્ઞાન કે નિર્-અક્ષરજ્ઞાન કાલને ‘પ્રાગ-ઐતિહાસિક કાલ’ તરીકે ઓળખવામાં આવે છે. પ્રાગ-ઐતિહાસિક સંસ્કૃતિનો સમય પટ…

વધુ વાંચો >

મહાદેવભાઈની ડાયરીઓ

મહાદેવભાઈની ડાયરીઓ : મહાદેવભાઈ દેસાઈએ લખેલી અને ડાયરી રૂપે ગ્રંથસ્થ થયેલી ગાંધીજીના જીવન-કાર્યની કડીબદ્ધ તવારીખ. નવેમ્બર 1917માં મહાદેવભાઈ દેસાઈ ગાંધીજી સાથે જોડાયા ત્યારથી જીવનના અંત સુધી લખેલી ડાયરીના 23 ભાગમાં ડાયરીનું નમૂનેદાર સ્વરૂપ તેમજ ગાંધીજીવનની કથા મળ્યાં છે. હજી 7 ભાગ અપ્રગટ છે. મહાદેવભાઈની ડાયરી એના વસ્તુના ઉદાત્તપણાને લીધે તેમજ…

વધુ વાંચો >

રવિશંકર મહારાજ

રવિશંકર મહારાજ (જ. 25 ફેબ્રુઆરી 1884, રઢુ, તા. માતર, જિ. ખેડા; અ. 1 જુલાઈ 1984, વલ્લભ વિદ્યાલય, બોચાસણ) : ગુજરાતના ગાંધીવાદી મૂકસેવક. આખું નામ રવિશંકર શિવરામ વ્યાસ. તેમનો જન્મ તેમના મોસાળમાં મહાશિવરાત્રીના પર્વે થયો હતો. મહેમદાવાદ તાલુકાનું સરસવણી ગામ એમનું વતન. પિતા શિવરામ, માતા નાથીબા. પિતા વિદ્યાર્થી-વત્સલ શિક્ષક હતા. પિતા…

વધુ વાંચો >

સત્યાગ્રહ આશ્રમ કોચરબ

સત્યાગ્રહ આશ્રમ, કોચરબ : સત્ય ને અહિંસા દ્વારા રાષ્ટ્રસેવા કરી શકાય તે માટેની સુવિધા પૂરી પાડવા ગાંધીજીએ સ્થાપેલી સંસ્થા. ઈ. સ. 1915માં દક્ષિણ આફ્રિકાથી ભારતમાં આવીને ગાંધીજીએ સાબરમતી નદીને કિનારે અમદાવાદના કોચરબ ગામમાં બૅરિસ્ટર જીવણલાલ વ્રજલાલ દેસાઈના ભાડાના બંગલામાં 20મી મેના દિવસે આશ્રમનું વાસ્તુ કર્યું. 22મી મેના દિવસે દક્ષિણ આફ્રિકાથી…

વધુ વાંચો >

સર્વધર્મસમભાવ

સર્વધર્મસમભાવ : વિવિધ ધર્મોને સમાન ગણી તેમાંનાં શ્રેષ્ઠ તત્ત્વોના સમન્વયથી ઉદ્ભવતી વિભાવના, જેની રાજકીય અભિવ્યક્તિ બિનસાંપ્રદાયિકતાના રૂપમાં ભારતીય બંધારણે માન્ય રાખી છે. ગાંધીજીના એકાદશ વ્રતોમાંનું એક વ્રત, સમન્વય : ભારતીય સંસ્કૃતિનું સર્વોચ્ચ ધ્યેય. આર્યોએ ભારતવર્ષમાં આવી સંસ્કૃતિનું નિર્માણ કર્યું, ત્યારે આ દેશમાં કેટલીક જાતિઓ રહેતી હતી. આર્યોના આગમન બાદ નિગ્રોથી…

વધુ વાંચો >