ભૂસ્તરશાસ્ત્ર

અકીક (agate)

અકીક (agate) : વિવિધ રંગપટ અને અર્ધપારદર્શકતા ધરાવતું સિલિકા (SiO2) વર્ગના ચાલ્સીડોની પ્રકારનું, કુદરતમાં મળી આવતું, અર્ધકીમતી ખનિજ. એ ક્વાર્ટ્ઝનો ખનિજપ્રકાર છે. તેના ભૌતિક ગુણધર્મો ક્વાર્ટ્ઝને મળતા આવે છે. તેનો વક્રીભવનાંક 1.535 અને 1.539, કઠિનતા આંક 6.5થી 7 અને વિશિષ્ટ ઘનતા 2.6 છે. સિસિલીમાં એકેટ (agate) નદીમાંથી તે સર્વપ્રથમ મળેલું…

વધુ વાંચો >

અગાધ જીવજન્ય નિક્ષેપ

અગાધ જીવજન્ય નિક્ષેપ (pelagic deposits) : સમુદ્રના અગાધ ઊંડાઈવાળા ક્ષેત્ર(abyssal zone)માં જીવંત સૃષ્ટિના અવશેષ રૂપે થતો નિક્ષેપ. Pelagic શબ્દ ગ્રીક શબ્દ Pelagos અર્થાત્ ખુલ્લો સમુદ્ર (open sea) એ ઉપરથી ઊતરી આવેલો છે. આ નિક્ષેપમાં સૂક્ષ્મ જીવાણુઓના અવશેષો, કેટલાક એકકોષી કે બહુકોષી વનસ્પતિના અવશેષો તેમજ કેટલાક પ્રાણીઓના અવશેષોનો સમાવેશ થાય છે.…

વધુ વાંચો >

અગાધ નિક્ષેપ

અગાધ નિક્ષેપ (abyssal deposits) : સમુદ્રની અમુક ઊંડાઈએ બનતો નિક્ષેપ. પૃથ્વીની સપાટીનાં વિવિધ સ્થાનો પર થતી પ્રાકૃતિક બળોની વિવિધ ક્રિયાઓને પરિણામે તૈયાર થતો નાનામોટા કણકદનો બનેલો શિલાચૂર્ણનો જથ્થો જુદા જુદા વાહકો દ્વારા આખરે સમુદ્ર કે મહાસાગર જળમાં જમા થાય છે. તેમાં વનસ્પતિજ–પ્રાણીજ અવશેષો પણ ભળે છે. સમુદ્ર કે મહાસાગરની જુદી…

વધુ વાંચો >

અગ્નિકૃત ખડકો

અગ્નિકૃત ખડકો (igneous rocks) : જેમની ઉત્પત્તિ-સ્થિતિ માટે મુખ્યત્વે ઉષ્ણતામાનના સંજોગો જવાબદાર ગણી શકાય એવા ખડકો. પૃથ્વીના પોપડાના ખડકોને તેમની ઉત્પત્તિ તેમજ પ્રાપ્તિના સંજોગો મુજબ અગ્નિકૃત, જળકૃત અને વિકૃત એવા મુખ્ય ત્રણ ખડક સમૂહોમાં વહેંચવામાં આવેલા છે. ક્લાર્ક અને વૉશિંગ્ટનના મત મુજબ, પોપડાની પ્રથમ 15 કિમી.ની જાડાઈમાં 95% અગ્નિકૃત અને…

વધુ વાંચો >

અગ્નિકૃત ખડકોનું વર્ગીકરણ

અગ્નિકૃત ખડકોનું વર્ગીકરણ (classification of igneous rocks) : અગ્નિકૃત ખડકોના વર્ગીકરણનો વિષય ખડકવિદ્યાની એક અગત્યની સમસ્યા ગણાય છે. જુદા જુદા ખડકશાસ્ત્રીઓએ વિવિધ સિદ્ધાંતો પર આધારિત વર્ગીકરણો સૂચવેલાં છે, પરંતુ તે પૈકીનું એક પણ સર્વમાન્ય બની શક્યું નથી; આ ખડકોના વર્ગીકરણ માટે જે સિદ્ધાંતોનો ઉપયોગ કરવામાં આવેલો છે તેને કારણે પણ…

વધુ વાંચો >

અગ્નિજિત માટી

અગ્નિજિત માટી (fire clay) : કુદરતમાં મળી આવતી એક પ્રકારની માટી, જે ઊંચા તાપમાને પીગળીને કાચમય (glassy) ન બનતાં ગરમીનો પ્રતિકાર કરે છે. આવા પ્રકારની માટીમાં લોહદ્રવ્ય અને સોડિયમ/પોટૅશિયમના ક્ષારો ગેરહાજર હોય છે. સામાન્યત: અગ્નિજિત માટી જળકૃત ઉત્પત્તિજન્ય હોય છે. તેમાં આલ્કલી દ્રવ્યો બિલકુલ હોતાં નથી; હોય તો નજીવા પ્રમાણમાં…

વધુ વાંચો >

અગ્નિરોધક ખનિજો

અગ્નિરોધક ખનિજો (refractory minerals) : 15000 સે. કે તેથી વધુ તાપમાનના પ્રતિકારની ક્ષમતા ધરાવતાં ખનિજો. આધુનિક ધાતુક્રિયામાં જુદાં જુદાં ધાતુખનિજોને એકલાં, કે તેમાં જરૂરી પદાર્થો ઉમેરીને, અત્યંત ઊંચા તાપમાને ભઠ્ઠીઓમાં પિગાળવામાં આવે છે. આ માટે ભઠ્ઠીઓની અંદરની બાજુની દીવાલો વિશિષ્ટ પ્રકારની અગ્નિરોધક ઈંટોથી તૈયાર કરવામાં આવે છે. અથવા તો તેના…

વધુ વાંચો >

અગ્રઊંડાણ

અગ્રઊંડાણ (fore-deep) : ગેડવાળા વિશાળ પર્વતીય પટ્ટાના સીમાન્ત ભાગની ધાર પર દ્વીપચાપ(island arc)ની બાહ્યગોળ બાજુએ, સામાન્યત: સમુદ્રીય ઢોળાવ તરફ વિસ્તરેલી ખાઈ. આવાં ખાઈ કે ગર્ત લાંબાં, સાંકડાં, ઊંડાં તથા સળ સ્વરૂપનાં હોઈ શકે છે. ઊર્ધ્વ વાંકમાળા(anticlinorium)ના કે અધોવાંકમાળા(synclinorium)ના લાક્ષણિક, મધ્યવિભાગીય વિસ્તારોને પણ એક રીતે અગ્રઊંડાણ તરીકે લેખી શકાય, કારણ કે…

વધુ વાંચો >

અગ્રભૂમિ

અગ્રભૂમિ (foreland) : જળ, ભૂમિ કે પર્વતીય વિસ્તારમાં ધસી ગયેલી ભૂમિજિહ્વા. ‘અગ્રભૂમિ’ પ્રવર્તનના જુદા જુદા પાંચ પ્રકાર જોવા મળે છે. સમુદ્રની અંદર સુધી ધસી ગયેલી ઊંચી ભૂશિર; ભૂમિનો પૃથક્ રીતે સમુદ્ર તરફ આગળ વધી પ્રવેશેલો ભાગ. આ પ્રકારનું ભૂમિસ્વરૂપ આકાર લે તે માટેના પ્રારંભિક તબક્કામાં સમુદ્રજળપ્રવિષ્ટ ભૂમિની ત્રણ બાજુઓ પર…

વધુ વાંચો >

અતિધસારો

અતિધસારો (over-thrust) : 100 અથવા તેથી ઓછા નમનકોણની સ્તરભંગ-તલસપાટી(fault plane)વાળી, કેટલાક કિમી. સુધી ધસી ગયેલી, લાંબા અંતરના ખસેડ સહિતની, વ્યસ્ત સ્તરભંગવાળી ગેડરચના. આ રીતે જોતાં, ધસારો (thrust) એ ગેડીકરણમાં થયેલો વ્યસ્ત (reverse) પ્રકારનો સ્તરભંગ જ છે. ધસારા કે અતિધસારાને અતિગેડમાંથી (overfold), સમાંતર અક્ષનમન ગેડ(isoclinal fold)માંથી કે ક્ષિતિજસમાંતર અક્ષનમન (recumbent) ગેડમાંથી…

વધુ વાંચો >