ભરત ત્રિવેદી
અતિકૅલ્શિયમતા
અતિકૅલ્શિયમતા (hypercalcaemia) : માનવશરીરમાં યોગ્ય કરતાં વધુ પ્રમાણમાં કૅલ્શિયમ હોવાને કારણે થતો રોગ. માનવશરીરમાંનાં કુલ 24 તત્વોમાં કૅલ્શિયમનું પ્રમાણ પાંચમું સ્થાન ધરાવે છે. કૅલ્શિયમ અને ફૉસ્ફરસ મળીને શરીરના કુલ વજનના 3 ટકા બને છે. આમ 70 કિગ્રા. વજનવાળી વ્યક્તિમાં 1,184 ગ્રામ કૅલ્શિયમ રહેલું છે, જે મુખ્યત્વે હાડકાં અને દાંતની રચનામાં,…
વધુ વાંચો >ઉભયલિંગિતા
ઉભયલિંગિતા (hermaphroditism) : શુક્રગ્રંથિ તથા અંડગ્રંથિ એમ બંને પ્રકારની જનનગ્રંથિઓની પેશીઓ એકસાથે એક જ વ્યક્તિમાં હોય તેવો વિકાર. ગ્રીક દંતકથાઓમાં આદિપુરુષ હર્મિસ (hermes) અને આદિસ્ત્રી એફ્રોડાઇટ(aphrodite)થી જન્મેલા દેવ હર્મૅફ્રોડિટસ(hermaphroditus)ના નામ પરથી આ વિકારને અંગ્રેજીમાં hermaphroditism કહે છે. આ ગ્રીક દેવનું માથું અને છાતી સ્ત્રી જેવાં હતાં. જ્યારે તેના શરીરનો નીચેનો…
વધુ વાંચો >ઍડિસન રોગ
ઍડિસન રોગ (Addison’s disease) : ઍડિસને 1885માં વર્ણવેલો રોગ. અધિવૃક્ક-બાહ્યક(adrenal cortex)ની ઘટેલી કાર્યક્ષમતાથી આ રોગ ઉદભવે છે. અધિવૃક્ક ગ્રંથિનો બાહ્યક મુખ્યત્વે ગ્લુકોકૉર્ટિકૉઇડ અને મિનરલોકૉર્ટિકૉઇડ જૂથના અંત:સ્રાવો- (hormones)નું ઉત્પાદન કરે છે (જુઓ : અંત:સ્રાવી ગ્રંથિતંત્ર, આઘાત, આલ્ડૉસ્ટીરોન, એ.સી.ટી.એચ., કૉર્ટિકૉસ્ટીરોઇડ અને કુશિંગનો રોગ.) અધિવૃક્ક-બાહ્યકની કાર્યક્ષમતા ઘણી જ છે અને તેથી જ્યારે તેના…
વધુ વાંચો >ઍસિડ-બેઝ સંતુલન
ઍસિડ-બેઝ સંતુલન (acid-base balance) : ધમનીમાંના લોહીનું અમ્લતાપ્રમાણ (pH) 7.38થી 7.42 વચ્ચે રાખવાની વ્યવસ્થા. શરીરમાં ચયાપચયી ક્રિયાઓથી, ખોરાકમાંના પદાર્થોના શોષણથી તથા રોગો કે વિકારોને લીધે ઍસિડ અને/અથવા આલ્કલીના ઉત્પાદન, ઉત્સર્ગ (excretion) કે ચયાપચયી ઉપયોગમાં ફેરફારો થાય તો તેમના પ્રમાણમાં વધઘટ થાય છે અને લોહીનું અમ્લતાપ્રમાણ બદલાય છે તથા ક્યારેક તે…
વધુ વાંચો >એ.સી.ટી.એચ.
એ.સી.ટી.એચ. : અગ્ર પીયૂષિકા (pituitary) ગ્રંથિનો અધિવૃક્કબાહ્યક(adrenal cortex) માટેનો ઉત્તેજક અંત:સ્રાવ (adreno-corticotrophichormone, ACTH). 39 ઍમિનો ઍસિડપેપ્ટાઇડવાળો અને 45,000 અણુભારવાળો તેનો અણુ પ્રોએપિયોમિલેનોકોર્ટિન નામના એક મોટા અણુમાંથી બને છે. તેના ઍમિનો-ટર્મિનલ દ્વારા તે અધિવૃક્ક-બાહ્યકમાંથી ગ્લુકોકોર્ટિકોઇડ, મિનરલોકોર્ટિકોઇડ અને એન્ડ્રોજેનિક સ્ટીરૉઇડ જૂથના અંત:સ્રાવોનો લોહીમાં પ્રવેશ વધારે છે. તે નિશ્ચિત સ્વીકારો (receptors) સાથે જોડાઈને…
વધુ વાંચો >કૅલ્શિયમ અને ફૉસ્ફરસ (આયુર્વિજ્ઞાન)
કૅલ્શિયમ અને ફૉસ્ફરસ (આયુર્વિજ્ઞાન) : શરીરના બંધારણ અને તેનાં વિવિધ કાર્યોમાં ઉપયોગી તત્વો. સામાન્ય રીતે બંને તત્વોનાં ચયાપચય (metabolism) એકબીજાં સાથે જોડાયેલાં છે. જથ્થાની ર્દષ્ટિએ માનવશરીરમાં કૅલ્શિયમનું સ્થાન પાંચમું છે અને તે મુખ્યત્વે હાડકાંમાં હોય છે. થોડાક પ્રમાણમાં તેનાં આયનો કોષની બહારના પ્રવાહીમાં, લોહીના પ્લૅઝ્મામાં તથા કોષના બંધારણ અને કોષરસ(cytoplasm)માં…
વધુ વાંચો >કોલેસ્ટેરૉલ (આયુર્વિજ્ઞાન)
કોલેસ્ટેરૉલ (આયુર્વિજ્ઞાન) : સ્ટેરૉલ વર્ગમાં રહેલો એક અગત્યનો રાસાયણિક ઘટક. તે વનસ્પતિમાં નથી હોતો પણ સસ્તન પ્રાણીઓમાં જોવા મળે છે. તેનું સૌથી વધારે પ્રમાણ મગજના ચેતાતંતુમાં, અધિવૃક્કના બાહ્યક(adrenal cortex)માં, શુક્રપિંડ(testis)માં અને ઈંડાના પીળા ભાગમાં હોય છે. તેનું મધ્યમસરનું પ્રમાણ યકૃત, બરોળ, મૂત્રપિંડ અને ચામડીમાં જોવા મળે છે. તે પાણીમાં દ્રાવ્ય…
વધુ વાંચો >ગલગ્રંથિ
ગલગ્રંથિ (thyroid gland) ગળાના આગળના ભાગમાં સ્વરપેટીની નીચે આવેલી અંત:સ્રાવી ગ્રંથિ (endocrine gland). તે પતંગિયાના આકારની હોય છે. તેને બે ખંડો (lobes) હોય છે અને તે સ્વરપેટીની નીચે અને શ્વાસનળીની બંને બાજુએ આવેલા છે. તે બંને ખંડો એકબીજા સાથે સેતુ(isthmus)થી જોડાયેલા હોય છે. સેતુ શ્વાસનળીની આગળ આવેલો છે (આકૃતિ 1).…
વધુ વાંચો >