બકુલા શાહ

આઇપોમીઆ

આઇપોમીઆ : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા કુળ કૉન્વોલ્વ્યુલેસીની એક વિશાળ પ્રજાતિ. તે વળવેલ (twiner), વિસર્પી લતા (creeper), પ્લવમાન (floating) અથવા ટટ્ટાર શાકીય સ્વરૂપે કે ભાગ્યે જ ક્ષુપ કે વૃક્ષ સ્વરૂપે જોવા મળે છે અને તેનું વિતરણ ઉષ્ણકટિબંધ અને હૂંફાળા સમશીતોષ્ણ પ્રદેશોમાં બધે જ થયેલું હોય છે. કૉન્વોલ્વ્યુલેસી કુળની લગભગ 1,200…

વધુ વાંચો >

આદું

આદું : એકદળી વર્ગમાં આવેલા કુળ સાઇટેમિનેસી અને ઉપકુળ ઝિન્જિબરેસીની એક સંવર્ધિત (cultivated) તેજાનાની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Zingiber officinale Roscoe (સં. आर्द्रक; હિં. अदरक; અં. જિંજર; ગુ. આદું) છે. આદુંનું લૅટિન નામ એક સંસ્કૃત નામ ‘શૃંગવેર’ ઉપરથી પડ્યું હોય તેમ મનાય છે. ડાંગનાં જંગલોમાં મળતી જાતિ જંગલી આદું Zingiber…

વધુ વાંચો >

ઇન્દ્રવરણાં (ઇન્દ્રવારણાં)

ઇન્દ્રવરણાં (ઇન્દ્રવારણાં) : દ્વિદળી વર્ગમાં આવેલા કુકરબિટેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Citrullus colocynthis (Linn.) Schrad syn. C. vulgaris Schrad. (સં. ઇન્દ્રવારુણી, ચિત્રફલ, મહેન્દ્રવારુણી, એંદ્રી; હિં. લઘુ ઇન્દ્રાયણ, લઘુ ફરફેંદુ; મ. લઘુ ઇન્દ્રાવણું; ગુ. ઇન્દ્રવારણું, કડવી કોઠીંબી; બં. રાખાલશશા, રાખાલતાડુ; ક. હામેકકે; તે. એતિપુચ્છા; તા. પેયકામટ્ટી ટુમટ્ટી; અં. બીટર-ઍપલ,…

વધુ વાંચો >

કૅમ્પટોથેશિયા

કૅમ્પટોથેશિયા : નાયસાસી કુળના ચીની વૃક્ષ કૅમ્પટોથેશિયા ઍક્યુમિનેટાનાં ફળ, કાષ્ઠ અને વૃક્ષની છાલમાંથી મળતી ઔષધિ. તેમાં કૅમ્પોથેસીન ક્વિનોલીન સંરચના ધરાવતા આલ્કલૉઇડ છે. તે પ્રયોગપાત્ર પ્રાણીમાં સ્પષ્ટત: શ્વેતરક્તતારોધી અને ગુલ્મરોધી ક્રિયા દર્શાવે છે. જઠર આંત્રના કૅન્સરમાં તેનો ઉપયોગ થાય છે. બકુલા શાહ

વધુ વાંચો >

કૉલ્ચિકમ તથા કૉલ્ચિસીન

કૉલ્ચિકમ તથા કૉલ્ચિસીન : લીલીએસી કુટુંબની ઔષધીય વનસ્પતિ અને તેમાંથી નીકળતું ઔષધ. સૌપ્રથમ કાળા સમુદ્રના કૉલ્ચિસ બંદર નજીક ઊગેલી મળી આવી હોવાથી તેને કૉલ્ચિકમ નામ આપવામાં આવેલું. તેની યુરોપીય તથા ભારતીય બે ઉપજાતિઓ છે. યુરોપમાં કૉલ્ચિકમ ઑટમ્નેલ તથા ભારતમાં કૉલ્ચિકમ લ્યુટિયમ તરીકે મળે છે. આ વનસ્પતિનાં બીજ તથા ઘનકંદમાંથી કૉલ્ચિકમ…

વધુ વાંચો >

તગર (ગંઠોડાં)

તગર (ગંઠોડાં) : વનસ્પતિના દ્વિદળી વર્ગમાં આવેલા વેલેરિયેનેસી કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Valeriana. jatamansi Jones — syn. V. wallichii D. (સં. तगरम् હિં. મ. ગુ. બં. તગર; અં. Indian Valerian) છે. યુરોપિયન તગર (V. officinalis) ઇંગ્લૅન્ડ, યુ.એસ., જર્મની, ફ્રાન્સ, હોલૅન્ડ, બેલ્જિયમ, પૂર્વીય યુરોપ અને જાપાનમાં થાય છે. તે બહુગુણસૂત્રતા…

વધુ વાંચો >

તજ

તજ : વનસ્પતિના દ્વિદળી વર્ગના લોરેસી કુળનું વૃક્ષ. તેનું વૈજ્ઞાનિક નામ Cinnamomum verum Presl syn. C. zeylanicum Blume (સં. त्वकपत्र, હિં. મ. બં. ક. દાલચીની; તા. કન્નાલ-વંગપત્તઈ, કરુવાપત્તે) છે. તેનું વિતરણ એશિયા, ઑસ્ટ્રેલિયા દક્ષિણ અમેરિકા અને પ્રશાંત મહાસાગરના ઉષ્ણથી સમશીતોષ્ણ પ્રદેશોમાં થયેલું છે. તેનું વાવેતર મુખ્યત્વે શ્રીલંકા, દક્ષિણ ભારત, બ્રાઝિલ,…

વધુ વાંચો >

તમાકુ

તમાકુ વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા સોલેનેસી કુળની શાકીય વનસ્પતિ. તે ઉત્તર અને દક્ષિણ અમેરિકાની મૂલનિવાસી છે. ભારતમાં બે જાતિઓ મુખ્યત્વે ઉગાડવામાં આવે છે : (1) Nicotiana tabacum Linn. (હિ.બં.મ. ગુ. તમાકુ) અને (2) N. rustica Linn. ભારતમાં ટેબેકમની લગભગ 69 જેટલી અને રસ્ટિકાની 20 જેટલી જાતોનું સંવર્ધન થાય છે. તમાકુ…

વધુ વાંચો >

પ્રાકૃતિક ઔષધોનું મૂલ્યાંકન

પ્રાકૃતિક ઔષધોનું મૂલ્યાંકન ઔષધિનાં અભિજ્ઞાન, શુદ્ધતા અને ગુણવત્તાનું નિર્ધારણ. શુદ્ધતા એ પદાર્થની અનુપસ્થિતિ અને ગુણવત્તા એ ઔષધિની સક્રિયતા તથા એના અંત:સ્થ ગુણો નક્કી કરે છે. ઔષધિનું મૂલ્યાંકન ત્રણ હેતુસર જરૂરી છે : (1) ઔષધિમાં જીવરાસાયણિક પરિવર્તન; (2) સંચયન દરમિયાન ઔષધિમાં અવનતિ (deterioration); (3) પ્રતિસ્થાપન અને અપમિશ્રણ. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને (World…

વધુ વાંચો >