ફ્રાન્સિસ પરમાર

જેરૉનિમો, પોઝ મારિયા

જેરૉનિમો, પોઝ મારિયા (જ. જૂન 1829, મેક્સિકો; અ. 17 ફેબ્રુઆરી 1909, યુ.એસ.) : યુ.એસ.ની લશ્કરી સત્તા સામે માતૃભૂમિના રક્ષણ માટેના સંગ્રામની આગેવાની લેનાર અપૅચી પ્રજાનો નેતા. માતૃભૂમિ પર કબજો જમાવવા સતત પ્રયત્ન કરતા સ્પૅનિશ અને ઉત્તર અમેરિકનોનો નૈર્ઋત્ય વિસ્તારની આ અપૅચી પ્રજા પેઢી દર પેઢી સામનો કરતી આવી હતી. છેક…

વધુ વાંચો >

જેસુઇટ સંઘ

જેસુઇટ સંઘ : લોયોલાના સંત ઇગ્નાસ દ્વારા સ્થાપિત, ખ્રિસ્તી ધર્મના કૅથલિક યા સનાતની સંપ્રદાયમાં નવચેતન રેડવામાં મોટો ફાળો આપનાર ‘ઈસુ સંઘ’ નામના પાદરીઓનો સંઘ. 1540માં સ્થપાયેલ આ સંઘના સાધુઓ દુનિયાભરમાં શિક્ષણ, ધર્મ અને માનવસેવાનાં કાર્યો કરે છે. ખ્રિસ્તી ધર્મના સ્વીકૃત સંન્યાસી- જીવનરીતિની આ સંઘ કાયાપલટ કરે છે. ઈશ્વરના મહત્તર મહિમાર્થે…

વધુ વાંચો >

ઝેવિયર, સેન્ટ ફ્રાન્સિસ

ઝેવિયર, સેન્ટ ફ્રાન્સિસ (જ. 7 એપ્રિલ 1506, નવારે, સ્પેન; અ. 22 ડિસેમ્બર 1552, કૅન્ટૉન નજીક, ચીન) : ‘પૂર્વના પ્રદેશોના દૂત’ (એપૉસલ ઑવ્ ધ ઇન્ડીઝ) તરીકે ઓળખાવાયેલા રોમન કૅથલિક મિશનરી. નવારેના રાજાના અંગત સલાહકાર સ્પૅનિશ પિતાના સૌથી નાના પુત્ર. પૅરિસ ખાતે અભ્યાસ કર્યો અને પછી વ્યાખ્યાનો આપવાનો પ્રારંભ કર્યો. 1534માં લોયોલાના…

વધુ વાંચો >

પૂર્વના ખ્રિસ્તી સંપ્રદાયો

પૂર્વના ખ્રિસ્તી સંપ્રદાયો : પ્રાચીન રોમન સામ્રાજ્યના પૂર્વ વિસ્તારના ખ્રિસ્તીઓના ધર્મપંથો. ચારેક સૈકા સુધી એક અને અખંડ ધર્મ તરીકે રહેલ ખ્રિસ્તી ધર્મમાં એના એક યા બીજા પાસાને વધુ પડતું મહત્વ અપાતાં વિવાદો શરૂ થયા. નેસ્તોરવાદ, એકાત્મવાદ યા અભિન્નવાદ તેમજ રોમ અને કૉન્સ્ટંટિનોપલ વચ્ચેના વિવાદોથી ઊભું થયેલું વૈમનસ્ય – એ સૌને…

વધુ વાંચો >

બાઇબલ

બાઇબલ : ખ્રિસ્તીઓનો ધર્મગ્રંથ. પૂરું નામ ‘હોલી બાઇબલ’ એટલે કે પવિત્ર શાસ્ત્ર. ગ્રીક ભાષાના તેના મૂળ શબ્દનો અર્થ ‘પોથીસંગ્રહ’ એવો થાય છે. બાઇબલ કુલ 73 નાનામોટા ગ્રંથોનો સમૂહ છે. તેના બે મુખ્ય ગ્રંથો ‘જૂનો કરાર’ (Old Testament) અને ‘નવો કરાર’ (New Testament) છે. લખાણ અધ્યાય તથા કાવ્યપંકિતઓમાં છે. જૂનો કરાર…

વધુ વાંચો >