પ્રભુદયાલ શર્મા
આગાખાન કપ
આગાખાન કપ : ખોજા મુસ્લિમોના ધર્મગુરુ અને જગવિખ્યાત ધનાઢ્ય આગાખાને હૉકીની રમતને પ્રોત્સાહન મળે તે હેતુથી હોકી સ્પર્ધા માટે ઈસવી સન 1896માં બૉમ્બે જિમખાનાને ભેટ આપેલો કપ. ઈસવી સન 1912માં ‘ચેશાયર રેજિમેન્ટ’ સતત ત્રણ વખત આ કપ જીતી ગઈ હોવાથી તેને તે કાયમ માટે સુપરત કરવામાં આવ્યો હતો. તે પછી…
વધુ વાંચો >ઉબેર કપ
ઉબેર કપ : બેડમિન્ટનમાં મહિલાઓને પ્રોત્સાહન મળે તે હેતુથી ઇંગ્લૅન્ડનાં શ્રીમતી એચ. એસ. ઉબેરે આ કપ ‘આંતરરાષ્ટ્રીય બેડમિન્ટન ફેડરેશન’ને ઈ.સ. 1956માં ભેટ આપ્યો હતો. તેઓ બેડમિન્ટનનાં ખ્યાતનામ ખેલાડી હતાં અને તેમણે 25 વર્ષ સુધી આ રમતમાં ઇંગ્લૅન્ડનું પ્રતિનિધિત્વ કર્યું હતું. આ કપને લગતી સ્પર્ધાનું આયોજન દર ત્રણ વર્ષે ભૌગોલિક ઝોન…
વધુ વાંચો >એશિયન રમતોત્સવ
એશિયન રમતોત્સવ : એશિયન રમતોત્સવ શરૂ કરવાનું શ્રેય ભારતના ઑલિમ્પિક સમિતિના સભ્ય અને ભારતસરકારના યુવક કલ્યાણ વિભાગના સલાહકાર જી. ડી. સોંધીને ફાળે જાય છે. તે મક્કમપણે માનતા હતા કે જો દર ચાર વર્ષે અને બે ઑલિમ્પિક રમતોત્સવની વચ્ચે એશિયા ખંડના દેશો માટે જો કોઈ રમતોત્સવ શરૂ કરવામાં આવે તો એશિયાના…
વધુ વાંચો >ઓલિમ્પિક રમતોત્સવ
ઓલિમ્પિક રમતોત્સવ : આંતરરાષ્ટ્રીય સ્તરે યોજાતો રમતોનો સ્પર્ધાત્મક ઉત્સવ. ઓલિમ્પિક રમતોના ઉદભવ વિશે ઘણી દંતકથાઓ પ્રચલિત છે. છતાં લિખિત નોંધને આધારે પ્રાચીન ઓલિમ્પિક રમતોત્સવની શરૂઆત ઈ. પૂ. 776માં થઈ હતી. ઈ. સ. 393 સુધી તે સમયાંતરે યોજાતી રહી. આ રમતોત્સવ દર ચાર વર્ષે ગ્રીસમાં ઓલિમ્પસ પર્વતની તળેટીમાં ઓલિમ્પિયાના મેદાનમાં યોજાતો…
વધુ વાંચો >કાસ્પારૉવ, ગેરી
કાસ્પારૉવ, ગેરી (જ. 13 એપ્રિલ 1963, બાકુ, આઝરબૈજાન, એસ. એસ. આર.-) : ચેસના પ્રસિદ્ધ રશિયન ખેલાડી. નાની વયે ગ્રાન્ડમાસ્ટરનો ખિતાબ. બાવીસમા વર્ષે જગતના સહુથી નાની વયના વિશ્વવિજેતા. 1985ના નવેમ્બરમાં આનાતોલી કાપૉર્વને 13-11થી હરાવીને કાસ્પારૉવે વિશ્વવિજય મેળવ્યો. 22 વર્ષની ઉંમરે આ માન મેળવનાર તેઓ સૌથી નાના સ્પર્ધક હતા. એ પછી 1985,…
વધુ વાંચો >કૃષ્ણન્ રમેશ
કૃષ્ણન્, રમેશ (જ. 5 જૂન 1961, તાંજોર, તામિલનાડુ) : ભારતના વિખ્યાત ટેનિસ ખેલાડી. મહાન ટેનિસ ખેલાડી રામનાથન કૃષ્ણનના પુત્ર. 1979માં તેમણે વિમ્બલ્ડન અને ફ્રેન્ચ જુનિયર ચૅમ્પિયનશિપ મેળવી. લૉસ એન્જિલીઝમાં આવેલા હૅરી હોપમન કોચિંગ સેન્ટરમાં હૅરી હોપમન (8 ડિસેમ્બર 1908-27 ડિસેમ્બર 1985) પાસે તેમણે તાલીમ મેળવી છે. 1986માં ગૌસ મહમદ, રામનાથન્…
વધુ વાંચો >ગિલ, મોહિન્દરસિંઘ
ગિલ, મોહિન્દરસિંઘ (જ. 12 એપ્રિલ 1947, જાલંધર) : ભારતના મહાન ખેલકૂદવીર (athlete). ખેલકૂદમાં ત્રિકૂદ (લંગડી ફાળકૂદ) ખૂબ જ મુશ્કેલ કૂદ ગણાય છે. આ કૂદમાં સારો દેખાવ કરવા માટે ખેલાડીમાં ઝડપ, ઉછાળશક્તિ, સ્નાયુબદ્ધ તેમજ ગતિમેળયુક્ત શરીર અને સશક્ત પગની જરૂર પડે છે. પંજાબના વતની મોહિન્દરસિંઘમાં આ બધાં જ લક્ષણો સપ્રમાણ હોવાથી…
વધુ વાંચો >ગ્રિફિથ જૉયનર ફ્લૉરેન્સ
ગ્રિફિથ જૉયનર ફ્લૉરેન્સ (જ. 21 ડિસેમ્બર 1959, લૉસ ઍન્જેલિસ, કૅલિફૉર્નિયા; અ. 21 સપ્ટેમ્બર 1998, મિશન બીજો, કૅલિફૉર્નિયા) : વિશ્વવિક્રમ ધરાવતી દોડસ્પર્ધાની અમેરિકન મહિલા ખેલાડી. 1980ના દાયકામાં તેણે ઍથ્લેટિક્સની સ્પર્ધાઓમાં એવા અસાધારણ વિક્રમો પ્રસ્થાપિત કર્યા, જેને લીધે તે રમતગમતના ક્ષેત્રમાં ખ્યાતનામ થઈ. 1984માં લૉસ ઍન્જેલિસ ખાતેના ઑલિમ્પિક રમતોત્સવમાં તેણે 200 મીટર…
વધુ વાંચો >જયપાલસિંઘ
જયપાલસિંઘ (જ. 1903, રાંચી, બિહાર; અ. 20 માર્ચ 1970) : ભારતના સૌપ્રથમ ઑલિમ્પિક હૉકી-કૅપ્ટન તરીકેનું ગૌરવ ધરાવતા ખેલાડી. શાળાના અભ્યાસકાળ દરમિયાન હૉકીનો પ્રારંભ; ઇંગ્લૅન્ડની ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી વખતે પણ હૉકી રમતા. ત્યારબાદ કૉલકાતાની મોહનબાગાન ટીમ તરફથી હૉકી રમ્યા. 1930થી 1934 સુધી એ ટીમના સુકાની રહ્યા. 1928માં એમ્સ્ટર્ડામમાં યોજાયેલી ઑલિમ્પિક…
વધુ વાંચો >