પ્રબોધ દેસાઈ
અસ્થિઅર્બુદો
અસ્થિઅર્બુદો (bone tumours) : હાડકામાં થતી ગાંઠ (અર્બુદ). તે બે પ્રકારની હોય છે સૌમ્ય (benign) અને દુર્દમ અથવા મારક (malignant) દુર્દમ અસ્થિ અર્બુદને કૅન્સર પણ કહે છે. કૅન્સર હાડકામાં તે જ સ્થળે ઉદભવ્યું હોય (પ્રથમાર્બુદ, primary) અથવા રોગસ્થાનાંતરતા(metastasis)ને કારણે અન્યત્ર ઉદભવીને હાડકામાં પ્રસર્યું પણ હોય (દ્વિરર્બુદ, secondary). (અસ્થિઅર્બુદોના પ્રકારો અને…
વધુ વાંચો >અસ્થિઓ અને કંકાલતંત્ર
અસ્થિઓ અને કંકાલતંત્ર હાડકાં (અસ્થિઓ, bones), કાસ્થિ (cartilage) અને તેમના સાંધાઓ (અસ્થિસંધિ, joints) વડે બનેલા હાડપિંજર(skeleton)ના તંત્રને કંકાલતંત્ર કહે છે. હાડકાં શરીરને આકાર તથા આધાર આપે છે. હાડપિંજર હૃદય, મગજ અને અન્ય મૃદુ અવયવોને રક્ષણ આપે છે. હાડકાં સાંધાઓથી જોડાયેલાં હોય છે. તે ઉચ્ચાલનના દંડ તરીકે અને તેમના સાંધા આધારબિંદુ…
વધુ વાંચો >અસ્થિવિચલન
અસ્થિવિચલન (dislocation of bone) : સાંધામાંથી હાડકાનું ખસી જવું તે. હાડકાની સંધિસપાટીઓ (articular surfaces) ખસી જાય પણ એકબીજાના સંપર્કમાં રહે ત્યારે તેને હાડકાનું ઉપવિચલન (subluxation) કહે છે અને તે કોઈ પણ જાતનો સંપર્ક ન જાળવી શકે ત્યારે તેને હાડકાનું વિચલન કહે છે. હાડકાનું વિચલન અને ઉપવિચલન જન્મજાત, રોગજન્ય, ઈજાજન્ય કે…
વધુ વાંચો >કૅન્સર – હાડકાંનું તથા ઈવિંગનું સાર્કોમા
કૅન્સર, હાડકાંનું તથા ઈવિંગનું સાર્કોમા : હાડકાંનું કૅન્સર થવું તે. હાડકાંના વિવિધ પ્રકારો છે – લાંબાં, ટૂંકાં, ચપટાં, અનિયમિત વગેરે. લાંબા હાડકાના મધ્યભાગને મધ્યદંડ (shaft, diaphysis) કહે છે. તેના બંને છેડાને અધિદંડ (epiphysis) કહે છે, જે બીજા હાડકા સાથે સાંધો બનાવે છે. અધિદંડ અને મધ્યદંડ વચ્ચે હાડકાની લંબાઈની વૃદ્ધિ કરતો,…
વધુ વાંચો >