પ્રફુલ્લ દ. ભાવસાર

અંતરીક્ષ અન્વેષણો

અંતરીક્ષ અન્વેષણો (Space Exploration) પૃથ્વીના વાતાવરણની બહાર, બ્રહ્માંડના સમગ્ર વિસ્તારમાં અંતરીક્ષયાનોની મદદથી કરવામાં આવતાં અન્વેષણો. આ પ્રકારનાં અન્વેષણોમાં સાઉન્ડિંગ રૉકેટ, પૃથ્વીની નજીકની ભ્રમણકક્ષામાં ઘૂમતા કૃત્રિમ ઉપગ્રહો, ચંદ્ર અને ગ્રહોના અન્વેષણ માટેનાં અંતરીક્ષયાનો તથા ગહન અંતરીક્ષનાં અન્વેષી યાનોનો સમાવેશ થાય છે. 4 ઑક્ટોબર, 1957ના દિવસે સોવિયેટ સંઘ દ્વારા દુનિયાનો પ્રથમ કૃત્રિમ…

વધુ વાંચો >

અંતરીક્ષ ઉપયોગ કેન્દ્ર

અંતરીક્ષ ઉપયોગ કેન્દ્ર (SAC) : અમદાવાદનું અંતરીક્ષ ઉપયોગ કેન્દ્ર (Space Application Centre). એ ભારતીય અંતરીક્ષ સંશોધન સંગઠન(Indian Space Research Organisation – ISRO)નાં ચાર મુખ્ય કેન્દ્રોમાંનું એક છે. અધિક વસ્તી ધરાવતા અને વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ થતી નૈસર્ગિક સંપત્તિનો પૂરેપૂરો ઉપયોગ ન થતો હોય તેવા ભારત જેવા દેશની ઘણી સમસ્યાઓ અંતરીક્ષ-વિજ્ઞાન અને…

વધુ વાંચો >

ઇસરો

ઇસરો (Indian Space Research Organisation – ISRO) : અંતરીક્ષ સંશોધન અને વિકાસકાર્યો માટેની ભારત સરકારના અંતરીક્ષ વિભાગ (Department of Space – DOS)ની શાખા. સ્થાપના 1972. મુખ્ય મથક અંતરીક્ષ વિભાગની કચેરીમાં જ, બૅંગાલુરુમાં. ભારત સરકારના અંતરીક્ષ વિભાગના સચિવ તેના અધ્યક્ષ છે. અંતરીક્ષ અંગેના વિવિધ કાર્યક્રમો નીચે દર્શાવેલાં જુદાં જુદાં કેન્દ્રો દ્વારા…

વધુ વાંચો >

ઉપગ્રહ શિક્ષણપ્રયોગ

ઉપગ્રહ શિક્ષણપ્રયોગ : ઉપગ્રહ દ્વારા દૂરદર્શનના માધ્યમથી શિક્ષણ માટે કરવામાં આવતો પ્રયોગ તે(Satellite Instructional Television Experiment – SITE) ભારત અને અમેરિકાની ‘નાસા’ સંસ્થાના સહકારથી, 1 ઑગસ્ટ, 1975થી 31મી જુલાઈ, 1976ના એક વર્ષના સમય દરમિયાન કરવામાં આવ્યો હતો. આ પ્રયોગમાં અમેરિકન ઉપગ્રહ ATS-6 અને ઇસરો દ્વારા નિર્માણ કરેલ ભૂમિસ્થિત તંત્ર અને…

વધુ વાંચો >

ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ (GPS)

ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ (GPS) : ભૂમિ, સમુદ્ર કે હવામાં સ્થિર કે ગતિમાન બિંદુના ત્રિ-પરિમાણીય સ્થાન (અક્ષાંશ, રેખાંશ અને ઊંચાઈ), ગતિ અને સમય ચોકસાઈપૂર્વક નિર્ધારિત કરવા માટે ઉપગ્રહ-આધારિત તંત્ર. અમેરિકાના સંરક્ષણ-વિભાગે ઉપગ્રહ દ્વારા સરળ અને ત્વરિત નૌનયન સેવા આપવા માટે આ તંત્ર વિશે 1970ના દાયકામાં કાર્ય શરૂ કર્યું હતું, જે 1993માં…

વધુ વાંચો >

જેમિની (ઉપગ્રહશ્રેણી)

જેમિની (ઉપગ્રહશ્રેણી) : 1960ના દાયકાનો અમેરિકાનો ચંદ્ર ઉપરના સમાનવ સફળ ઉતરાણ માટેનો અંતરિક્ષ કાર્યક્રમ. તેનો મુખ્ય ઉદ્દેશ તે દાયકાના અંત સુધીમાં ચંદ્ર ઉપર માનવીને મોકલીને તેને સહીસલામત પાછો લાવવાનો હતો. આ ઉદ્દેશને પાર પાડવા માટે પહેલા તબક્કામાં, અમેરિકાએ મર્ક્યુરી ઉપગ્રહશ્રેણી દ્વારા સફળતાપૂર્વક શરૂઆત કરી હતી. જેમિની ઉપગ્રહશ્રેણી આ ઉદ્દેશને પાર…

વધુ વાંચો >

ટેલ-કૉમ-સૅટ

ટેલ-કૉમ-સૅટ : ટેલિ કૉમ્યુનિકેશન સૅટેલાઇટ (ટૂંકમાં Tel-Com-Sat) સંદેશાવ્યવહાર માટેનો એક કૃત્રિમ ઉપગ્રહ. સંદેશાવ્યવહાર માટેના ઉપગ્રહની શોધ એ અંતરિક્ષયુગની એક સૌથી મોટામાં મોટી સિદ્ધિ છે. આવા ઉપગ્રહોની શોધથી બિનતારી (wireless) સંદેશાવ્યવહાર ક્ષેત્રે ઘણું ઝડપી પરિવર્તન આવ્યું છે અને વિશ્વભરમાં  એનો બહોળો ઉપયોગ થવા લાગ્યો છે. તેમની શોધથી આંતરરાષ્ટ્રીય સમાચાર કે રમતગમતનું…

વધુ વાંચો >

પિશારોટી પી. આર.

પિશારોટી, પી. આર. (જ. 10 ફેબ્રુઆરી 1909, કોલેનગોડે, જિ. પાલઘાટ, કેરળ; અ. 24 સપ્ટેમ્બર 2002, પુણે) : હવામાનશાસ્ત્રના પ્રખર ભૌતિકશાસ્ત્રી. મૅટ્રિક સુધીનો અભ્યાસ કોલેનગોડેની શાળામાં જ 1925માં પૂરો કર્યો અને પછી 1931માં મદ્રાસ યુનિવર્સિટીમાંથી બી.એ.(ઑનર્સ, ભૌતિકશાસ્ત્ર)ની ઉપાધિ મેળવી. 1932થી 1941 સુધી એક કૉલેજમાં વ્યાખ્યાતા તરીકે તેઓ ફરજ બજાવતા હતા ત્યારે…

વધુ વાંચો >

પ્રકાશતંતુ સંદેશાવ્યવહાર (optical fibre communication) — પ્રસરણ અને પ્રસારણ (propagation and broadcasting)

પ્રકાશતંતુ સંદેશાવ્યવહાર (optical fibre communication) — પ્રસરણ અને પ્રસારણ (propagation and broadcasting) : વિજ્ઞાનની પ્રગતિ સાથે સંદેશાવ્યવહાર માટે એક પછી એક વધુ વિકાસ પામેલી સક્ષમ પદ્ધતિઓ. દરેક નવી સંદેશાવ્યવહાર પદ્ધતિના વિકાસ પાછળનો મુખ્ય ઉદ્દેશ સંદેશાસંકેતની તદરૂપતા(fidelity)ની જાળવણી, એક જ તંતુ પર એકસાથે જુદા જુદા વધુ ને વધુ સંદેશા મોકલવાની શક્યતામાં…

વધુ વાંચો >