પ્રતિમા જી. શાહ

જગન્નાથ બુવા પુરોહિત

જગન્નાથ બુવા પુરોહિત (જ. હૈદરાબાદ; અ. 11 ઑક્ટોબર 1968, ડોંબિવલી, મુંબઈ) : જાણીતા ભારતીય શાસ્ત્રીય સંગીતકાર. જન્મ પુરોહિત કુટુંબમાં. બાળપણમાં માતાપિતાની છત્રછાયાથી વંચિત, અત્યંત દરિદ્રતામાં તેમણે બાળપણ વિતાવેલું. પરિણામે તેઓ શાળાકીય અભ્યાસથી વંચિત રહેલા. બાળપણથી જ સંગીત પ્રત્યેની લગનના કારણે ગુરુની શોધમાં તેઓ રઝળપાટ કરતા. સંગીતની સર્વપ્રથમ શિક્ષા તેમણે ઘણી…

વધુ વાંચો >

જસરાજજી

જસરાજજી (જ. 28 જાન્યુઆરી 1930, હિસાર, હરિયાણા) : ઉત્તર ભારતીય શાસ્ત્રીય સંગીતના મેરાતી ઘરાનાના વિખ્યાત ગાયક. પિતા મોતીરામજી શ્રેષ્ઠ કોટિના ગાયક હતા. તેમણે સંગીતની સાધના સર્વપ્રથમ તબલાની તાલીમથી શરૂ કરેલી. તેમના વડીલબંધુ મણિરામજીને જાહેર કાર્યક્રમોમાં તબલાની સંગત પૂરી પાડતી વખતે તેમણે અનુભવ્યું કે ગાયકનું સ્થાન તબલાવાદક કરતાં શ્રેષ્ઠ ગણાય છે.…

વધુ વાંચો >

જોગ, વિષ્ણુ ગોવિંદ

જોગ, વિષ્ણુ ગોવિંદ (જ. 1922, સાતારા મહારાષ્ટ્ર; અ. 31 ડિસેમ્બર 2004, કૉલકાતા) : ભારતના વિખ્યાત વાયોલિન(બેલા)-વાદક. સંગીતની દુનિયામાં તેઓ વી. જી. જોગના નામે ઓળખાય છે. માત્ર 5 વર્ષની કુમળી વયમાં જ તેમણે પિતાની છત્રછાયા ગુમાવેલી, તેથી શાળાકીય અભ્યાસ કરી શક્યા નહોતા. 1927થી પંડિતજીએ સંગીતની તાલીમ મોટા ભાઈ પાસે શરૂ કરી.…

વધુ વાંચો >

જોશી, ગજાનનરાવ

જોશી, ગજાનનરાવ (જ. 30 જાન્યુઆરી 1911, મુંબઈ; અ. 28 જૂન 1987, મુંબઈ) : ઉત્તર હિંદુસ્તાની સંગીતના ગાયક તથા વાયોલિનવાદક. ગાયન અને વાદન બંને ક્ષેત્રમાં સરખું પ્રભુત્વ પ્રાપ્ત કરનાર વિચક્ષણ કલાકાર છે. જન્મ પ્રતિષ્ઠિત સંગીત પરિવારમાં. તેમના પિતા અનંત મનોહર જોશી એ સમયના લોકપ્રિય ગાયક હતા. સંગીતની પ્રારંભિક તાલીમ  4 વર્ષ…

વધુ વાંચો >

જોશી, ભીમસેન

જોશી, ભીમસેન (જ. 4 ફેબ્રુઆરી 1922, ગદગ, કર્ણાટક અ. 24 જાન્યુઆરી 2011 પુણે મહારાષ્ટ્ર) : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના કલાકાર. પિતા શિક્ષક હતા. બાળપણથી જ અત્યંત જિદ્દી પ્રકૃતિ. જે કંઈ ઇચ્છતા તે પ્રાપ્ત કરીને જ રહેતા. આ ગુણ સંગીતસાધનામાં ખૂબ મદદરૂપ નીવડ્યો. પિતાજી સુંદર કીર્તન કરતા હતા. તેથી ગળથૂથીમાં જ…

વધુ વાંચો >