પ્રકાશ રામચંદ્ર

આભાસી ઉડ્ડયન

આભાસી ઉડ્ડયન (Flight Simulation) : ઉડ્ડયન-અનુકરણ. વાસ્તવિક ઉડ્ડયનમાં થતો હરએક ફેરફાર, ક્રિયા-પ્રક્રિયાઓ તથા સંવેદનો પૃથ્વી ઉપર ઉડ્ડયન કર્યા વગર કરાવવા માટેની યાંત્રિક-ઇલેક્ટ્રૉનિક યંત્રરચના. વિમાન તથા અંતરીક્ષયાનના ચાલકોની તાલીમ માટે આવું યંત્ર ઘણું ઉપયોગી છે. વાસ્તવિક ઉડ્ડયનમાં વિમાનનું સમતુલન જાળવીને ચોક્કસ દિશામાં નક્કી કરેલી ઊંચાઈ પર પૂર્વનિર્ધારિત ગતિમાં તેને લઈ જવાની…

વધુ વાંચો >

ઇન્ટરનેશનલ સિવિલ એવિયેશન ઓર્ગેનાઇઝેશન

ઇન્ટરનેશનલ સિવિલ એવિયેશન ઓર્ગેનાઇઝેશન (ICAO) : 52 દેશોના પ્રતિનિધિઓએ ભેગા મળીને આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન અંગે 1940માં શિકાગોમાં સ્થાપેલી સંસ્થા. મૂળભૂત 96 કલમો ઘડવામાં આવી હતી. 26 દેશોએ તેના ઠરાવને માન્યતા આપીને 4 એપ્રિલ, 1947ના દિવસે આ સંસ્થાના અસ્તિત્વની વિધિસર જાહેરાત કરી હતી. આ સંસ્થાની મુખ્ય કચેરી મોન્ટ્રિયલ(કેનેડા)માં છે. આ સંસ્થાનું…

વધુ વાંચો >

ઇન્ડિયન ઍરલાઇન્સ

ઇન્ડિયન ઍરલાઇન્સ : ભારતમાં ઉડ્ડયનક્ષેત્રનો હવાલો સંભાળતી સરકારી વિમાની સેવા. બીજા વિશ્વયુદ્ધ પછી હવાઈ દળનાં ઘણાં માલવાહક વિમાનો ફાજલ પડ્યાં. આ વિમાનો સસ્તા દરે વેચી નાખવામાં આવતાં. ભારતમાં ખાનગી ક્ષેત્રમાં વિમાની કંપની ખોલવા પર કોઈ પ્રતિબંધ નહોતો. આથી અનેક વિમાની કંપનીઓ અસ્તિત્વમાં આવી. ગળાકાપ હરીફાઈ પણ થઈ. 1946થી 1953 સુધીમાં…

વધુ વાંચો >

એર ઇન્ડિયા

એર ઇન્ડિયા : આંતરરાષ્ટ્રીય વાયુપરિવહન સેવા આપતી ભારતની રાષ્ટ્રીય વાયુસેવા સંસ્થા. તા. 15-10-1932ના દિવસે તાતા જૂથે તેની સ્થાપના મુંબઈમાં કરી. સ્થાપના દિન પ્રસંગે તાતા જૂથના અગ્રણી જહાંગીર રતનજી તાતાએ આ દિવસે ‘પુસ મોથ’ નામના એકયાત્રી વિમાનમાં કરાંચીથી મુંબઈ સુધી એકલયાત્રા કરી. વચ્ચે તેમણે અમદાવાદમાં ઉતરાણ કર્યું. સંસ્થાનું નામ તાતા એરલાઇન્સ…

વધુ વાંચો >

કૉકપિટ

કૉકપિટ : વિમાનનો નિયંત્રણ-કક્ષ. શરૂઆતમાં વિમાની તેમજ મુસાફરોને બેસવાના સ્થાનને કૉકપિટ કહેતા. તેનું એક કારણ એ કે આ સ્થાન જાણે વિમાનને વચ્ચેથી ખોદીને બનાવેલા ખાડા (pit) જેવું હતું. જૂના જમાનામાં મરઘાંપાલન કરતા લોકો મરઘાંને ખાડામાં રાખી તેના પર સૂંડલા ઢાંકી સાચવતા અને આ ખાડાને ‘કૉકપિટ’ કહેતા. વિમાનમાં કંઈક આવા જ…

વધુ વાંચો >

ઝેપલિન (ઝેપેલિન)

ઝેપલિન (ઝેપેલિન) : બલૂનમાં સુધારાવધારા કરીને બનાવવામાં આવેલું એક પ્રકારનું હવાઈ જહાજ. તેની આંતરિક રચના આકૃતિમાં દર્શાવી છે. 1900માં જ્યારે આજના ઍરોપ્લેનનાં પગરણ હજી થવાનાં હતાં, ત્યારે કાઉન્ટ ફર્ડિનાન્ડ વૉન ઝેપલિને જર્મનીમાં 128 મીટર લાંબું અને 27 કિમી./કલાકની ઝડપવાળું સિગાર-આકારનું અને લંબગોળ LZ-1 નામનું પહેલું ઝેપલિન જહાજ બનાવ્યું. માત્ર ત્રણ…

વધુ વાંચો >

તુપોલેવ, આન્દ્રેય નિકોલાયેવિચ

તુપોલેવ, આન્દ્રેય નિકોલાયેવિચ (જ. 10 નવેમ્બર 1888, પુસ્તોમા ઝોવો, રશિયા; અ. 23 ડિસેમ્બર 1972, મૉસ્કો) : વિશ્વના પ્રથમ પરાધ્વનિક વિમાનની ડિઝાઇન અને રચના કરનાર રશિયાના વૈજ્ઞાનિક ઇજનેર. મૉસ્કોની ટૅક્નિક્લ કૉલેજમાંથી 1918માં સ્નાતક થયા. વિદ્યાર્થી તરીકે જ તેમણે ગ્લાઇડરની ડિઝાઇન કરી એ પ્રમાણે ગ્લાઇડરો બનાવ્યાં અને પ્રાયોગિક ધોરણે તેમનાં ઉડ્ડયન પણ…

વધુ વાંચો >

પરાધ્વનિક ઉડ્ડયન (supersonic flight)

પરાધ્વનિક ઉડ્ડયન (supersonic flight) : સામાન્ય વાતાવરણમાં અવાજની (ધ્વનિની) જે ગતિ હોય તેના કરતાં વધુ ઝડપથી કરવામાં આવતું ઉડ્ડયન. દરિયાકિનારાના 29.92’’Hg વાતાવરણ-દબાણે અને 25° સે. તાપમાને ધ્વનિના પ્રસારણની ગતિ આશરે 1,223.068 કિમી. અથવા 760 માઈલ પ્રતિ કલાકે હોય છે. જેમ ઊંચે જઈએ તેમ વાતાવરણનું દબાણ તેમજ તાપમાન ઘટે છે. તેથી…

વધુ વાંચો >

ફ્યુસલાજ

ફ્યુસલાજ : વિમાન-રચનામાં આવેલ પ્રથમ દ્વારથી છેલ્લા દ્વાર સુધીનો ભાગ. આ ભાગમાં મુસાફરોને બેસવાની જગા ઉપરાંત સામાન, બાથરૂમ, પરિચારિકાઓ માટેની જગા, મુસાફરી દરમિયાન ખોરાક રાખવા માટેની જગા વગેરે હોય છે. આ ઉપરાંત વિમાનના આ ભાગ સાથે વિમાનની પાંખો, તેનાં પૈડાં, વિમાનચાલકનું નિયંત્રણકક્ષ, તેનો પૂંછડિયો ભાગ તથા એન્જિન જોડાયેલાં હોય છે.…

વધુ વાંચો >

બલૂન

બલૂન : ગરમ હવા કે હલકા વાયુ ભરેલો આકાશમાં ઊડતો ગોળો (મોટો ફુગ્ગો). બલૂનની શોધ એ માનવીની કંઈક નવું કરવાની ઉત્કંઠાનું પરિણામ કહી શકાય. પક્ષીના ઉડ્ડયનની ક્ષમતા જોઈ તેને અનુસરવાની દિશામાં આ એક પગલું હતું. ઈ. સ. 1783માં જોસેફ અને જૅક મૉન્ટ ગોલ્ફિયરે ફ્રાંસમાં પહેલું બલૂન બનાવ્યું. પહેલાં તેમણે કાગળની…

વધુ વાંચો >