પ્રકાશ રામચંદ્ર

બ્લૅક બૉક્સ

બ્લૅક બૉક્સ : વિમાનમાં મહત્વની માહિતી સંગ્રહતી નારંગી રંગની ચળકતી પેટી. દરેક વિમાની અકસ્માતના સમાચારમાં બ્લૅક બૉક્સનું નામ અવશ્ય ચમકે છે. હકીકતમાં બ્લૅક બૉક્સ નામ જાદુગર જે કાળા રંગની પેટી રાખે છે તેના પરથી લેવાયું છે. તે પેટીમાં શું હોય છે તેની પ્રેક્ષકોને માહિતી નથી હોતી. તેવી જ રીતે ઇલેક્ટ્રૉનિક્સના…

વધુ વાંચો >

મૉનોપ્લેન

મૉનોપ્લેન : પાંખની એક જ જોડ હોય તેવું વિમાન. શરૂઆતમાં રાઇટ ભાઈઓ(Wright Brothers)એ જે વિમાન બનાવ્યાં તેમાં પાંખની બે જોડી હતી. તેથી તે બાઇપ્લેન તરીકે ઓળખાયાં હતાં. શરૂઆતમાં રાઇટ ભાઈઓના સફળ ઉડ્ડયન-પ્રયોગ પછી એમ મનાતું હતું કે ઉડ્ડયન સફળતાપૂર્વક કરવા માટે બે અથવા વધુ જોડી પાંખોની હોય તો વિમાનને ઊંચકાવાની…

વધુ વાંચો >

મૉન્ટગૉલ્ફિયર બંધુઓ

મૉન્ટગૉલ્ફિયર બંધુઓ : ફ્રાન્સના કાગળ-ઉદ્યોગ સાથે સંકળાયેલા બે બંધુઓ જોસેફ અને જૅક્સ. બલૂનની શોધ કરવાનું શ્રેય પણ તેમને જાય છે. તેમણે શોધેલું બલૂન ગરમ હવાનો ઉપયોગ કરતું હતું. તેમણે પ્રથમ આ પ્રકારનું બલૂન 1782માં બનાવ્યું, જે ઘણું નાનું હતું. જૂન 1783માં તેમણે પહેલી વાર મોટું બલૂન બનાવ્યું અને સપ્ટેમ્બર 1783માં…

વધુ વાંચો >

રાઇટ બંધુઓ

રાઇટ બંધુઓ [રાઇટ, ઑરવિલ (જ. 1871, ડેટન, ઓહાયો, યુ.એસ.; અ. 1948) અને વિલ્બર (જ. 1867, મિલવિલ, ઇન્ડિયાના, યુ.એસ.; અ. 1912)]  : વિમાનની પ્રથમ શોધ કરનાર બે બંધુઓ. તેઓ બંને બાળપણમાં તેમના પાદરી પિતાએ અપાવેલા ઊડતા રમકડાથી પ્રભાવિત થયેલા. એ રમકડું બૂચ-વાંસ-કાગળ અને રબર-બૅન્ડનું બનાવેલું હતું. રમકડું તો થોડા જ સમયમાં…

વધુ વાંચો >