પ્રકાશભાઈ સામજીભાઈ ભરોડિયા

તેલીબિયાંના પાક

તેલીબિયાંના પાક : જેમાંથી તેલનું નિષ્કર્ષણ કરવામાં આવે છે તે પાકો. દુનિયામાં તેલીબિયાંના પાકોનું વાવેતર અંદાજે 1250 લાખ હેક્ટરમાં થાય છે. તેમાં ભારત 240 લાખ હેક્ટરના વિસ્તાર સાથે પ્રથમ સ્થાન ધરાવે છે. ભારતમાં થતા કુલ તેલીબિયાંના પાકોના વિસ્તારમાંથી 220 લાખ હેક્ટર ખાદ્ય તેલીબિયાં અને 20 લાખ હેક્ટર અખાદ્ય તેલીબિયાંનો વિસ્તાર…

વધુ વાંચો >

મગફળી

મગફળી દ્વિદળી વર્ગમાં આવેલા ફેબેસી કુળના ઉપકુળ પૅપિલિયોનોઇડીની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Arachis hypogea Linn. (સં. ભૂચણક, તૈલકંદ; મ. ભૂંયામૂંગ; હિં. મૂંગફલી, ચીના બદામ, વિલાયતી મૂંગ; બં. ચિનેર બાદામ; ગુ. મગફળી, ભોંય-મગ; અં. ગ્રાઉન્ડનટ, મંકીનટ, પીનટ) છે. તે ભૂપ્રસારી કે ટટ્ટાર, 30 સેમી.થી 60 સેમી.ની ઊંચાઈ ધરાવતી એકવર્ષાયુ શાકીય…

વધુ વાંચો >

મધ્યસ્થ મગફળી સંશોધન સંસ્થાન, જૂનાગઢ

મધ્યસ્થ મગફળી સંશોધન સંસ્થાન, જૂનાગઢ : મગફળી અંગેનાં સંશોધનો સાથે સંબંધિત સંસ્થા. ભારતમાં ગુજરાત રાજ્યની ગણના એક તેલીબિયાં-રાજ્ય તરીકે ઘણાં વર્ષોથી થાય છે. ગુજરાતના કુલ 105 લાખ હેક્ટરના વાવેતર-વિસ્તારમાંથી દર વર્ષે 30થી 32 લાખ હેક્ટરમાં તેલીબિયાંનું વાવેતર થાય છે. તેમાંથી લગભગ 90 % વિસ્તારમાં એટલે કે 20થી 22 લાખ હેક્ટરમાં…

વધુ વાંચો >