પોપટભાઈ ગો. કોરાટ
ઓઝા, ગૌરીશંકર ઉદયશંકર
ઓઝા, ગૌરીશંકર ઉદયશંકર (જ. 21 ઑગસ્ટ 1805, ઘોઘા; અ. 1 ડિસેમ્બર 1891) : ગગા ઓઝા તરીકે જાણીતા, દીર્ઘકાલીન (57 વર્ષ) યશસ્વી કારકિર્દી ધરાવતા, જૂના ભાવનગર રાજ્યના દીવાન. ઘોઘામાં વડનગરા નાગર જ્ઞાતિમાં જન્મ. પિતા ઉદયશંકર, માતા અજબબા. ગામઠી નિશાળમાં સામાન્ય શિક્ષણ. દોઢ વર્ષે માતાનું અને તેર વર્ષે પિતાનું છત્ર ગુમાવનાર, મોસાળમાં…
વધુ વાંચો >ઓઝા, વિજયશંકર ગૌરીશંકર
ઓઝા, વિજયશંકર ગૌરીશંકર (જ. 1837, ઘોઘા; અ. સપ્ટેમ્બર 1892) : જૂના ભાવનગર રાજ્યના દીવાન. પિતાનું નામ ગૌરીશંકર અને માતાનું નામ કસબીબહેન. ઘોઘામાં જ ગુજરાતી અને થોડું અંગ્રેજી શિક્ષણ લીધું. 16 વર્ષની કુમળી વયે 1853માં એક સામાન્ય કારકુન તરીકે ભાવનગર રાજ્યની સેવામાં જોડાયેલા. વિજયશંકર 1884ના ઑક્ટોબરમાં શામળદાસના મૃત્યુ પછી 1884થી 1892ના…
વધુ વાંચો >કૃષ્ણકુમારસિંહજી
કૃષ્ણકુમારસિંહજી (જ. 19 મે 1912, ભાવનગર; અ. 2 એપ્રિલ 1965) : ભાવનગર રાજ્યના ગોહિલકુળના રાજવી. પ્રજાપક્ષે રહીને રાષ્ટ્રાભિમાન વ્યક્ત કરનાર. સુવહીવટથી પ્રજાનો પ્રેમ સંપાદન કરી લોકપ્રિય બનેલા. ભાવનગરના મહારાજશ્રી ભાવસિંહજી બીજાનું 1919માં અવસાન થતાં કૃષ્ણકુમારસિંહજી ગાદીએ આવ્યા, પરંતુ તે સગીર વયના હોવાથી ભાવનગર રાજ્યનો વહીવટ ચલાવવા માટે સર પ્રભાશંકર પટ્ટણીની…
વધુ વાંચો >ગોહિલો
ગોહિલો : રજપૂતોમાં સૌથી વધુ કુળવાન તથા શૌર્ય અને ટેક માટે સુપ્રસિદ્ધ રાજવંશ. ગુહિલ ઉપરથી ગુહિલપુત્ર, ગુહિલુત્ત અને ગુહિલોત વંશવાચક શબ્દો બન્યા. ગેહિલોત અને ગૈહલોત શબ્દો પણ પ્રચલિત છે. ગોભિલ, ગૌહિલ્ય અને ગોહિલ જેવી વંશવાચક અટક પણ શિલાલેખોમાં જોવા મળે છે. આ વંશનો સ્થાપક ગુહદત્ત ઈ. સ. 566માં થઈ ગયો…
વધુ વાંચો >પટ્ટણી, સર પ્રભાશંકર દલપતરામ
પટ્ટણી, સર પ્રભાશંકર દલપતરામ (જ. 15 એપ્રિલ 1862, મોરબી; અ. 16 ડિસેમ્બર 1938, શિહોર) : ભાવનગર રાજ્યના સમર્થ દીવાન. તેમણે મોરબીમાં પ્રાથમિક શિક્ષણ અને રાજકોટમાં માધ્યમિક શિક્ષણ મેળવ્યું હતું. મૅટ્રિક્યુલેશનની પરીક્ષા પ્રથમ નંબરે પાસ કર્યા પછી કાયદાનો અભ્યાસ કર્યો અને સનદ પણ મેળવી; પરંતુ આજીવિકા માટે વકીલાત ન કરવાનો તેમણે…
વધુ વાંચો >ભાવનગર
ભાવનગર : ગુજરાત રાજ્યનો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 20° 59´થી 22° 21´ ઉ. અ. અને 71° 13´થી 72° 29´ પૂ. રે. વચ્ચેનો 11,155 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તે રાજ્યના કુલ વિસ્તારનો આશરે 5.69% જેટલો ભાગ ધરાવે છે અને રાજ્યમાં તે વિસ્તારની…
વધુ વાંચો >