પી. એ. ભાલાણી

કથીરી

કથીરી : લાલ અગર પીળા રંગની, પાનમાંથી રસ ચૂસતી અષ્ટપાદી જીવાત. સમુદાય સંધિપાદ (arthropoda), ઉપસમુદાય ચેલીસિરેટા (chelicerata), વર્ગ અષ્ટપાદ (arachnida) શ્રેણી-એકેરિના, ઉપશ્રેણી પ્રોસ્ટિગ્માટા. પાન કથીરી અગર લાલ-કરોળિયા કથીરી – Tetranychus telarina / Red spider mite. સૂક્ષ્મ – 0.4 mm લાલ અગર પીળા રંગની, પાનમાં છિદ્ર ભોંકી રસ ચૂસતી અષ્ટપાદી જીવાત…

વધુ વાંચો >

કનડી

કનડી : સંધિપાદ (Arthropoda) સમુદાયના બહુપાદી (Myriapoda) વર્ગના પેટાવર્ગ દ્વિપાદયુગ્મી(Diplopoda)ની જીવાત. ઝમેલ, ભરવાડ કે ચૂડેલના નામે પણ ઓળખાય છે. તેઓ જડબાની એક જોડ ધરાવતી હોવાથી કીટકોની માફક ઉપસમુદાય ચિબુકી(Mandibulata)માં વર્ગીકૃત થાય છે. બહુપાદી વર્ગના અન્ય પ્રાણી-જીવાતોમાં કાનખજૂરાનો સમાવેશ થાય છે. પરંતુ કાનખજૂરામાં કડીદીઠ એક જોડ ચલનપાદ હોય છે; જ્યારે કનડી(ભરવાડ)માં…

વધુ વાંચો >

કપાસની જીવાત

કપાસની જીવાત : વાવણીથી કાપણી સુધી કપાસના પાકને નુકસાન કરતા 134 જાતના કીટકો. રોકડિયા પાક ગણાતા કપાસનું વાવેતર ભારતમાં મુખ્યત્વે મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન, હરિયાણા, પંજાબ, હિમાચલપ્રદેશ, ઉત્તરપ્રદેશ, બિહાર, આસામ, ત્રિપુરા, ઓરિસા, આંધ્રપ્રદેશ, કર્ણાટક અને તમિલનાડુમાં કરવામાં આવે છે. દેશમાં સૌથી વધુ એટલે કે આશરે 16 % જેટલું તેનું ઉત્પાદન…

વધુ વાંચો >

કસુંબી

કસુંબી : દ્વિદળી વર્ગમાં આવેલા ઍસ્ટરેસી (કમ્પૉસિટી) કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Carthamus tinctorius Linn. (સં. કુસુમ, કુસુંભ; બં. કુસુફલ, કુસુમ; ગુ. કસુંબો, કુસુંબો, કરડી; હિં. કરાહ, કુસુમ; મ. કરડાઈ, કુરડી; ત. કુસુંબા, સેથુરંગમ; તે. કુસુંબાલુ; અં. ધ સૉફ્લાવર, ફૉલ્સ સેફ્રન, બાસ્ટાર્ડ સેફ્રન) છે. તે નાજુક, બહુશાખિત એકવર્ષાયુ શાકીય…

વધુ વાંચો >

કસુંબીની જીવાત

કસુંબીની જીવાત : કસુંબી(કરડી)ના પાકને નુકસાન પહોંચાડનાર કીટકો. મહત્વનો તૈલી પાક ગણાતી કસુંબીનું વાવેતર ભારતમાં મુખ્યત્વે મહારાષ્ટ્ર, કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં થાય છે. આ પાકને સરકારે મહત્વ આપતાં આજે તેનું વાવેતર ગુજરાત ઉપરાંત ઉત્તરપ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ અને તામિલનાડુમાં નાના પાયા પર કરવામાં આવે છે. શિયાળા દરમિયાન કસુંબીનું વાવેતર મુખ્યત્વે ગુજરાતના…

વધુ વાંચો >

કંસારી

કંસારી (cricket) : ખેતરમાં તેમજ ઘરમાં ઉપદ્રવ કરતું સરલપક્ષ (Orthroptera) શ્રેણીના ગ્રાઇલિડી કુળનુ એક કીટક. તે નિશાચર (nocturnal) પ્રાણી છે. તેને ગરમી માફક આવે છે. તેથી તે દિવસ દરમિયાન કબાટમાં, ખુરશી પાછળ, પલંગ નીચે, ફોટા પાછળ એમ વિવિધ સ્થળોમાં અને ખાસ કરીને રાંધણિયું, રસોડું, ભોયરું વગેરે જગ્યાએ સંતાઈ રહે છે.…

વધુ વાંચો >

કાતરા

કાતરા : રોમપક્ષ (Lepidoptera) શ્રેણીના Arctiidae કુળની, રૂંછાંવાળી ઇયળ (hairy caterpillar) તરીકે ઓળખાતી જીવાત. આ કાતરા 3થી 40 મિમી. લાંબા અને 5થી 6 મિમી. જાડા હોય છે. તેના શરીર ઉપર લાંબા, કાળા તેમજ ટૂંકા તપખીરિયા રંગના જથ્થાદાર વાળ હોય છે. આ જીવાતની ફૂદીનો રંગ સફેદ હોય છે. તેની પાંખની પહેલી…

વધુ વાંચો >

કાર્પેટ બીટલ

કાર્પેટ બીટલ : ઢાલપક્ષ (Coleoptera) શ્રેણીના Dermestidae કુળની Anthrenus scrophulariae, A. vorax અને Attagenus piceus કીટકની ઇયળો તેમજ પુખ્ત અવસ્થાના ભમરા. સંગ્રહસ્થાનોમાં રાખેલા ધાબળા, ગરમ કપડાં, ઊન, વાળ અને પીંછાંની બનાવટો, ઠાંસેલાં પ્રાણીઓના અને સંગૃહીત કીટકોના નમૂનાઓ, ચામડું, માંસ અને તેનાં ઉત્પાદનો, દૂધનો પાઉડર, સુતરાઉ અને રેશમી કાપડ વગેરેને આ…

વધુ વાંચો >

કાળા માથાવાળી ઇયળ

કાળા માથાવાળી ઇયળ : નાળિયેરી ઉપરાંત ફૅન પામ, બૉટલ પામ, ખજૂરી, ખારેક, ફિશટેલ પામ તેમજ કેળ ઉપર નુકસાન કરતી પામેસી કુળની જીવાત. રોમપક્ષ (lepidoptera) શ્રેણીના ક્રિપ્ટોફેસિડી ફૂદીની આ ઇયળના શરીર ઉપર બદામી રંગનાં ત્રણ ટપકાં હોય છે. તેનું માથું મોટું અને કાળું હોવાથી તે ‘કાળા માથાવાળી ઇયળ’ તરીકે ઓળખાય છે.…

વધુ વાંચો >

કાંસિયા

કાંસિયા (blister beetles) : માણસની ચામડી સાથે ઘસાતાં તરત જ પોતાના પગના સાંધામાંથી ઝરતા પ્રવાહી દ્વારા શરીર પર ફોલ્લા ઉપસાવનાર ઢાલપક્ષ (Coleoptera) શ્રેણીના Meliodae કુળના કીટક. પુખ્ત કાંસિયા બાજરી, મકાઈ, જુવાર વગેરેનાં જીંડવાંમાંથી થૂલ ખાઈને જીવે છે, તેથી છોડ પર દાણા બેસતા નથી. કેટલાક કાંસિયા શાકભાજી, કઠોળ અને ગુલાબફૂલ વગેરેને…

વધુ વાંચો >