પારુલ કંદર્પ દેસાઈ
અડાલજા, વર્ષા મહેન્દ્રભાઈ
અડાલજા, વર્ષા મહેન્દ્રભાઈ (જ. 10 એપ્રિલ 1940, મુંબઈ, વતન : જામનગર) : ગુજરાતી નવલકથાકાર, વાર્તાકાર, નાટ્યકાર, નિબંધકાર. જાણીતા સાહિત્યકાર ગુણવંતરાય આચાર્યનાં પુત્રી. મુંબઈ યુનિવર્સિટીમાંથી 1960માં ગુજરાતી સંસ્કૃત સાથે બી.એ. 1962માં સમાજશાસ્ત્ર સાથે એમ.એ. 1962થી 1965 સુધી આકાશવાણી, મુંબઈમાં પ્રવક્તા. 1975થી 1978 દરમિયાન ‘સુધા’નાં તંત્રી તથા ‘ફેમિના’નાં સંપાદક. લેખનની શરૂઆત આકાશવાણીમાં…
વધુ વાંચો >માણસાઈના દીવા
માણસાઈના દીવા (1945) : ઝવેરચંદ મેઘાણી-લિખિત ગુજરાતના ખેડા જિલ્લાની બારૈયા–પાટણવાડિયા કોમના બહારવટિયા–લૂંટારુઓના જીવન પર આધારિત નવલિકાઓનો સંગ્રહ. ગુજરાતના લોકસેવક રવિશંકર મહારાજના મુખેથી સાંભળેલા તેમના વિવિધ અનુભવો અહીં ઝવેરચંદ મેઘાણીએ પ્રસંગકથારૂપે આલેખ્યા છે. તેનું દસ્તાવેજી મૂલ્ય જળવાઈ રહે તે માટે બોલચાલના લય-લહેકા અને કથનશૈલી રવિશંકર મહારાજનાં જ રાખ્યાં છે. આમ છતાં…
વધુ વાંચો >