નોર્વેજિયન સાહિત્ય

આઇસલૅન્ડનું સાહિત્ય

આઇસલૅન્ડનું સાહિત્ય : આઇસલૅન્ડની ભાષા જૂની સ્કૅન્ડિનેવિયન ભાષામાંની છે. શિક્ષણ સારી રીતે વ્યાપેલું હોવાથી આ નાનકડા દેશની સાહિત્યિક પ્રવૃત્તિ ખૂબ ફેલાયેલી છે. તેનું મધ્યકાલીન સાહિત્ય સમૃદ્ધ છે. મધ્યકાલીન આઇસલૅન્ડનું સાહિત્ય ત્રણ પ્રકારમાં વિભાજિત કરી શકાય : (1) એડ્ડિક કવિતા અથવા એડ્ડાકાવ્યો. આ કવિતામાં પૌરાણિક અને વીરરસનાં કાવ્યો છે. (2) સ્કાલ્ડિક…

વધુ વાંચો >

ઇબ્સન, હેન્રિક જોહાન

ઇબ્સન, હેન્રિક જોહાન [જ. 20 માર્ચ 1828, સ્કિએન (skien), નૉર્વે; અ. 23 મે 1906, ક્રિસ્ટિયાના (ઑસ્લો)] : નૉર્વેનો કવિ અને નાટ્યકાર. બાલ્યાવસ્થામાં કુટુંબ પર આર્થિક વિપત્તિ આવી પડતાં કિશોરવયથી તેને નોકરી કરવી પડેલી. તબીબી વિદ્યાનો અભ્યાસ કરતાં કરતાં તેને રંગભૂમિ પર કામ કરવાનો મોકો મળી ગયેલો. 1851માં બર્જેનના રાષ્ટ્રીય થિયેટરમાં…

વધુ વાંચો >

ગારબૉર્ગ, આર્ન ઇવનસન

ગારબૉર્ગ, આર્ન ઇવનસન (જ. 25 જાન્યુઆરી 1851, ટીમ, નૉર્વે; અ. 14 જાન્યુઆરી 1924, અસ્કર) : નૉર્વેના પ્રસિદ્ધ નવલકથાકાર, કવિ, નાટ્યકાર તથા નિબંધકાર. નિનોર્સ્ક નામની નૉર્વેની નવી ભાષાની સાહિત્યિક શક્યતાઓનું સબળ પ્રતિપાદન કરનાર આ મહાન લેખકના જીવન અને કવનમાં કેન્દ્રસ્થાને સમાજસુધારણા છે. ખેડૂત પિતાએ અતિશય ધાર્મિક અંધશ્રદ્ધાને કારણે આત્મહત્યા કરી હતી.…

વધુ વાંચો >

નૉર્વેજિયન ભાષા અને સાહિત્ય

નૉર્વેજિયન ભાષા અને સાહિત્ય : ઇન્ડો-યુરોપીય ભાષાજૂથની જર્મન શાખાની સ્કૅન્ડિનેવિયન ભાષાઓ પૈકીની નૉર્વેના લોકોની ભાષા. અન્ય સ્કૅન્ડિનેવિયન ભાષાઓની રીતે નૉર્વેજિયન ભાષાનો ઉદભવ થયો છે. ઈ. સ.ની ત્રીજી સદીના પ્રાચીન જર્મન વર્ણમાલાના ગૂઢ ઉત્કીર્ણ લેખોમાં તેનું પગેરું મળે છે. ઈ. સ.ના આશરે 800થી 1050ના અરસામાં વાઇકિંગના સમયમાં બોલીઓમાં જે નોંધપાત્ર ફેરફાર…

વધુ વાંચો >

બ્યર્સન, બ્યર્સ્ટન (માર્ટિનિયસ)

બ્યર્સન, બ્યર્સ્ટન (માર્ટિનિયસ) (જ. 1832, ક્વિકને, નૉર્વે; અ. 1910) : નૉર્વેના લેખક અને રાજકારણી. તેમણે ઑસ્લો તથા કૅપનહેગન ખાતે અભ્યાસ કર્યો હતો. તેમણે વૈવિધ્યપૂર્ણ અને રસપ્રદ વિષયો અંગે નાટકો અને નવલકથાઓ લખ્યાં. તેઓ ઉદારમતવાદી વલણના આજીવન પુરસ્કર્તા બની રહ્યા. તેઓ જોશીલા દેશભક્ત હતા. નૉર્વેની રંગભૂમિને તેઓ ડૅનિશ પ્રભાવથી મુક્ત કરવા…

વધુ વાંચો >

લુઇસ, પર્સી વિન્ડૅમ (Lewis, Percy Wyndham)

લુઇસ, પર્સી વિન્ડૅમ (Lewis, Percy Wyndham) (જ. 18 નવેમ્બર 1882, નોવા સ્કોટિયા, કૅનેડા; અ. 7 માર્ચ 1957, લંડન, બ્રિટન) :  આધુનિક ઔદ્યોગિક સંસ્કૃતિને વધાવી લેતી અમૂર્ત વૉર્ટિસિસ્ટ (Vorticist) ચળવળના પ્રણેતા ચિત્રકાર અને લેખક. તેમનો જન્મ ઍમ્હર્સ્ટ નજીક દરિયામાં એક તરાપા ઉપર થયો હતો. માતાપિતાના છૂટાછેડા થતાં આશરે 1893માં દસબાર વરસની…

વધુ વાંચો >