નીરવ લવિંગીયા

ચુંબકીય ક્ષેત્ર (magnetic field)

ચુંબકીય ક્ષેત્ર (magnetic field) : કાયમી ચુંબક અથવા જેમાંથી વિદ્યુતપ્રવાહ પસાર થતો હોય તેવા વિદ્યુતવાહકની આસપાસનો ચુંબકીય અસર પ્રવર્તતી હોય તેવો વિસ્તાર. આ વિસ્તારમાં રાખેલા અન્ય ચુંબક કે વિદ્યુતપ્રવાહનું વહન કરતા વાહક પર આ ચુંબકીય ક્ષેત્ર ચુંબકીય બળ લાગુ પાડે છે તેમ ધારી લેવાથી ચુંબકીય અસરને લગતાં અનેક પરિણામો મેળવી…

વધુ વાંચો >

ચુંબકીય ક્ષેત્રસીમા

ચુંબકીય ક્ષેત્રસીમા : ચુંબક મંડળ(magnetosphere)ની બાહ્ય સીમા. પૃથ્વીની આસપાસના અવકાશમાં પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આવેલું છે. પૃથ્વીના પેટાળમાં આવેલી પીગળેલી ધાતુઓના આયનીકૃત સ્વરૂપના વિદ્યુતપ્રવાહોથી મહદંશે આ ચુંબકીય ક્ષેત્ર સર્જાય છે તેવું હાલમાં માનવામાં આવે છે. વળી પૃથ્વીના વાતાવરણમાંના આયનોસ્ફિયર નામના સ્તરમાં થતી વિદ્યુતભારિત કણોની ગતિના કારણે ઉદભવતા વિદ્યુતપ્રવાહ પણ, પૃથ્વીના ચુંબકીય…

વધુ વાંચો >

ચુંબકીય ગ્રહણશીલતા (magnetic succeptibility)

ચુંબકીય ગ્રહણશીલતા (magnetic succeptibility) : કોઈ પદાર્થ કે માધ્યમની ચુંબકન (magnetisation) ગ્રહણ કરવાની ક્ષમતાનું માપ. કેટલી સહેલાઈથી પદાર્થનું ચુંબકન થઈ શકે તે તેની ગ્રહણશીલતા વડે જાણી શકાય છે. પદાર્થના એકમ ઘનફળ (કે કદ) દીઠ પ્રાપ્ત થતી ચુંબકીય ચાકમાત્રા(magnetic moment)ને ચુંબકન કહે છે. તેથી જો V કદના ચુંબકીય પદાર્થની ચુંબકીય ચાકમાત્રા…

વધુ વાંચો >

ચુંબકીય દ્વિધ્રુવ (magnetic dipole)

ચુંબકીય દ્વિધ્રુવ (magnetic dipole) : ચુંબકના ઉત્તર અને દક્ષિણ ધ્રુવ. કાયમી ચુંબકના બે ટુકડા કરવામાં આવે તો દરેક ટુકડો ઉત્તર તથા દક્ષિણ એમ બે ધ્રુવવાળા સ્વતંત્ર ચુંબક તરીકે વર્તે છે. એક જ ધ્રુવ ધરાવતા ચુંબકના અસ્તિત્વ માટે આજ સુધી સ્પષ્ટ પુરાવાઓ મળ્યા નથી. ચુંબકત્વનું મૂળ કારણ પદાર્થના અણુઓમાંની ઇલેક્ટ્રૉનની ગતિ…

વધુ વાંચો >

ડૉર-બેલ

ડૉર-બેલ : ઘરમાં પ્રવેશ ઇચ્છતી વ્યક્તિ દ્વાર ઉઘડાવવા ગૃહસ્થ કે ગૃહિણીને જે વગાડીને જાણ કરી શકે તેવી વિદ્યુત-ઘંટડી. તેમાં વિદ્યુતપ્રવાહની ચુંબકીય અસરનો ઉપયોગ થાય છે. સામાન્ય રીતે આવા બેલની રચનામાં એક વાટકી જેવી ઘંટડી, તેની સાથે અથડાઈને ધ્વનિ ઉત્પન્ન કરે તેવી નાનકડી હથોડી. આ હથોડીને જેની સાથે જડેલી હોય તેવી…

વધુ વાંચો >

ડ્રાયર

ડ્રાયર : ભીની વસ્તુને સૂકવવા માટેનું ઉપકરણ. તેમાં વસ્તુને ગરમ કરવા માટે વાયુ, ગરમ પ્રવાહી, વિદ્યુત અથવા ઉષ્માવિકિરણનો ઉપયોગ કરવામાં આવે છે. ડ્રાયરનો ઉપયોગ ઘરગથ્થુ તેમજ ઔદ્યોગિક ક્ષેત્રે કરવામાં આવે છે. (1) વાળ સૂકવવા માટેનું ‘હૅરડ્રાયર’ અને  (2) વૉશિંગ મશીનમાં કપડાં સૂકવવા માટે વપરાતું ડ્રાયર એ બે મુખ્ય ઘરગથ્થુ ડ્રાયર…

વધુ વાંચો >

થરમૉમીટર

થરમૉમીટર : વાયુ, પ્રવાહી કે ઘન પદાર્થનું તાપમાન માપવાનું ઉપકરણ. પદાર્થનું તાપમાન બદલાતાં તે પદાર્થના માપી શકાય તેવા કોઈ ભૌતિક ગુણધર્મ(characteristics)માં ફેરફાર થાય છે એ હકીકત પર થરમૉમીટર કાર્ય કરે છે. પ્રવાહીનું કદ, ઘન પદાર્થની લંબાઈ, પદાર્થનો અવરોધ વગેરે તાપમાન સાથે બદલાતા ગુણધર્મો છે. તાપમાનનું માપન ખૂબ જ લાંબી અવધિ(range)માં…

વધુ વાંચો >

થરમૉસ

થરમૉસ : લાંબા સમય સુધી પ્રવાહીને ગરમ કે ઠંડું રાખનાર પાત્ર. તેને ડ્યૂઅર પાત્ર અથવા નિર્વાતપાત્ર (vacuum flask) પણ કહે છે. તેની શોધ અંગ્રેજ રસાયણવિજ્ઞાની સર જેમ્સ ડ્યૂઅરે 1892માં કરી હતી. સામાન્ય રીતે થરમૉસ ફ્લાસ્ક સાંકડા કે પહોળા નળાકાર સ્વરૂપમાં હોય છે. ફ્લાસ્કના બહારના ખોખાની અંદરના ભાગમાં એકની અંદર બીજી…

વધુ વાંચો >