નીતિન ર. દેસાઈ

અતિપ્રસંગ

અતિપ્રસંગ : સંસ્કૃત ન્યાયશાસ્ત્રનો પારિભાષિક શબ્દ. ‘અતિપ્રસંગ’ એટલે અતિસંબંધ, અર્થાત્ કોઈ એક સિદ્ધ હકીકત સમજાવવા અપાયેલા અયોગ્ય ખુલાસા દ્વારા અણધારી રીતે થતો અન્ય સિદ્ધ હકીકતોનો નિષેધ. એને ‘અતિવ્યાપ્તિ’ પણ કહે છે. આ એક તર્કદોષ છે. કોઈ સિદ્ધ હકીકતને સમજાવવા માટે તર્કથી રજૂ કરાયેલો સિદ્ધાંત/પદાર્થ જ્યારે પેલી હકીકતની સમજૂતી આપવા સાથે…

વધુ વાંચો >

અનવસ્થા (ન્યાય)

અનવસ્થા (ન્યાય) : તર્કમાં સંભવિત એક દોષપ્રકાર. કોઈ અજ્ઞાતસ્વરૂપ બાબત (ઉપપાદ્ય) અંગે ખુલાસા(ઉપપાદક)ની કલ્પના તે તર્ક. એ તર્કમાં જ્યારે અનવસ્થાદોષ પ્રવેશે ત્યારે દરેક ઉપપાદક-ઉપપાદ્ય બની અનંત ઉપપાદક-પરંપરાના જ્ઞાનની અપેક્ષા રાખે છે. એ અશક્ય હોઈ મૂળ ઉપપાદ્ય અજ્ઞાતસ્વરૂપ જ રહે છે. ઉપપાદક અસિદ્ધ ઠરે છે. દા.ત., વૈશેષિકો કારણમાં કાર્યનો ‘સમવાય’ સંબંધ…

વધુ વાંચો >

અનુપપત્તિ (ન્યાય)

અનુપપત્તિ (ન્યાય) : એક તર્કદોષ. ‘ઉપપત્તિ’ એટલે તાર્કિક સંગતિ, અવિરોધ; તેનો અભાવ તે ‘અન્-ઉપપત્તિ’. કોઈ પદાર્થ કે સિદ્ધાંતની સ્થાપનામાં નડતો આ એક તર્કદોષ છે. તર્કદૃષ્ટિએ જ્યારે કોઈ તથ્યનું અસ્તિત્વ અમુક અન્ય બાબતનું અસ્તિત્વ ફલિત કરે, ત્યારે તે તથ્ય પેલી અન્ય બાબતના અભાવની સ્થિતિમાં સંભવતું નથી. આથી જ કોઈ નવી (=…

વધુ વાંચો >

ઉસાણિરુદ્ધં

ઉસાણિરુદ્ધં (અઢારમી સદી) : મલબારમાં થયેલા પ્રસિદ્ધ વિદ્વાન ભક્તકવિ રામપાણિપાદનું ચાર સર્ગોનું, 299 પદ્યોનું પ્રાકૃતમાં રચાયેલું કાવ્ય. શીર્ષક મુજબ તેનો મધ્યવર્તી વિષય છે, શોણિતપુરના બાણાસુરની પુત્રી ઉષા અને કૃષ્ણના પૌત્ર અનિરુદ્ધ વચ્ચેનો પ્રણય અને વિવાહ. કવિકૃત અન્ય રચનાઓની જેમ આ કાવ્યની સામગ્રી મુખ્યત્વે भागवतમાંથી લીધાનું, વસ્તુ અને શબ્દાવલીના ગાઢ સામ્યથી…

વધુ વાંચો >

કર્મસિદ્ધાન્ત

કર્મસિદ્ધાન્ત : કર્મનું ફળ ભોગવવું જ પડે છે એ તથ્યને આધારે નિષ્પન્ન થયેલો સિદ્ધાન્ત. કર્મ અને તેનું ફળ એ કાર્યકારણ-સંબંધ અટલ છે. આ કાર્યકારણ-સંબંધ તર્કાશ્રિત છે. ચાર્વાક સિવાયનાં સર્વ ભારતીય દર્શનો – અનાત્મવાદી બૌદ્ધદર્શન સુધ્ધાં – કર્મસિદ્ધાન્તને પોતપોતાની રીતે સ્વીકારે છે. અહીં કર્મ એટલે ‘ફલની આકાંક્ષાથી થતી ધર્માધર્માત્મક પ્રવૃત્તિ’. વિભિન્ન…

વધુ વાંચો >

પંડિત સુખલાલજી

પંડિત સુખલાલજી (જ. 8 ડિસેમ્બર 1880, લીમલી; અ. 2 માર્ચ 1978, અમદાવાદ) : ભારતના પ્રથમ પંક્તિના દાર્શનિક વિદ્વાન. પંડિત સુખલાલજી સંઘવી જૈન ધર્મ પાળતા સ્થાનકવાસી જૈન કુટુંબમાં જન્મેલા. તેમનું વતન સૌરાષ્ટ્રના ઝાલાવાડમાં આવેલું લીમલી નામનું ગામ હતું. લીમલીમાં સાત ધોરણ સુધીનો અભ્યાસ કર્યો. એ પછી આગળ અભ્યાસ કરવા જતાં સોળ…

વધુ વાંચો >

સજીવ ખેતી

સજીવ ખેતી : સજીવો (સચેતનો, સેન્દ્રિયો) દ્વારા થતી ખેતી. અપ્રાકૃતિક, પરાવલંબી રાસાયણિક ખેતીથી જુદી આ સ્વાવલંબી પ્રાકૃતિક પદ્ધતિ છે – તેમ તે ચીંધે છે. આને ‘પ્રાકૃતિક’, ‘પર્યાવરણ-મિત્ર’ કે ‘બિન-રાસાયણિક’ ખેતી પણ કહે છે. ચિરંતન પરંપરાગત ખેતી પાછળનું તત્વદર્શન અને સૃદૃષ્ટિવિજ્ઞાન પારખીને, પ્રસંગવશાત્ સુધારાતી રહેતી આ પદ્ધતિ વીસમી સદીની છેલ્લી વીશીથી…

વધુ વાંચો >