નિસર્ગોપચાર

ઉપવાસ

ઉપવાસ ઉપવાસ (હિંદુ ધર્મમાં) ઉપવાસ (उप + वस्) એટલે સમીપે રહેવું. ઇન્દ્રિય નિગ્રહપૂર્વક મનને ઇષ્ટદેવમાં પરોવવું એ તેનો ફલિતાર્થ છે. વૈદિક તેમજ સ્માર્ત કર્મકાંડમાં મુખ્ય કર્મવિધિ જે દિવસે કરવાનો હોય તેના આગલા દિવસે યજમાને તે કર્મમાં ઉપયુક્ત સાધનસંભાર અગ્નિશાળામાં એકઠાં કરી, દીક્ષા ગ્રહણ કરી, અનૃત વ્યવહાર તજી, સત્યાચરણપૂર્વક રાત્રે અગ્નિશાળામાં…

વધુ વાંચો >

ઉલટકંબલ (ઓલટકંબલ)

ઉલટકંબલ (ઓલટકંબલ) : દ્વિદળી વર્ગમાં આવેલા સ્ટર્ક્યુલિયેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Ambroma augusta Linn. f. (હિં. ઉલટકંબલ; બં. સનુકપાસી, ઓલટકંબલ; અં. કેવિલ્સકૉટન, પેરીનિયલ ઇંડિયન હેમ્પ) છે. કડાયો, સુંદરી, મરડાશિંગી અને મુચકુંદ આ વનસ્પતિનાં સહસભ્યો છે. તે મોટો, ઝડપથી વિસ્તરતો રોમિલ ક્ષુપ કે નાનું વૃક્ષ છે. તે પંજાબ અને…

વધુ વાંચો >

ઉંદરકની (ઉંદરકર્ણી, ઉંદરકાની, ખડબ્રાહ્મી, મંડૂકપર્ણી)

ઉંદરકની (ઉંદરકર્ણી, ઉંદરકાની, ખડબ્રાહ્મી, મંડૂકપર્ણી) : દ્વિદળી વર્ગમાં આવેલા કૉન્વોલ્વ્યુલેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Merremia emarginata (Burm f.) Hallier syn. M. gangetica (L.) Cufod; Ipomoea reniformis Choisy (સં. મૂષકકર્ણી, આખુપણી; હિં. મુસાકાની; બં. ઇન્દરકાણીપાના; મ. ઉંદીરકાની; ક. વલ્લિહરૂહૈ; તે. એલિક-જેમુડુ; તા. એલિકથુકીરાઇ, યુ. લપસીની) છે. સુભગા, પડિયો, શંખાવળી,…

વધુ વાંચો >

ઉંબરો

ઉંબરો : દ્વિદળી વર્ગમાં આવેલા મોરેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Ficus glomerata Roxb. syn. F. racemosa Linn. (સં. ઉદુંબર, મ. ઉંબર, હિં. ઉદુંબર, ગુલ્લર, બં. યજ્ઞડુમુર, ગુ. ઉંબરો, ઉંબરડો, ગુલર; તે. અત્તિ, બોડ્ડા; તા. અત્તિમાર; ફા. અંજીરે, આદમ; મલા. અત્તિ, અં. ફીગ ટ્રી.) છે. વડ, પીપળ, રબર, માખણકટોરી…

વધુ વાંચો >

ઊરુસ્તંભ

ઊરુસ્તંભ : સાથળ જકડાઈ જાય, હલનચલન મર્યાદિત થાય કે સંપૂર્ણપણે અટકી જાય તેવો રોગ. સુશ્રુતે આનો વાતવ્યાધિમાં સમાવેશ કર્યો છે, જ્યારે ચરકે તેને કફજન્ય ગણીને ઊરુસ્તંભ નામથી સ્વતંત્ર રોગ તરીકે વર્ણવ્યો છે. અત્યંત શીત, સ્નિગ્ધ, રુક્ષ અને ગુરુ પદાર્થોનું સેવન, અજીર્ણમાં ભોજન વગેરેથી વધતો આમદોષ, પિત્ત તથા મેદની સાથે સાંધામાં…

વધુ વાંચો >

ઍક્યુપંક્ચર

ઍક્યુપંક્ચર : આશરે 5,000 વર્ષ જૂની અને ચીનમાં સૌથી વધુ વિકાસ પામેલી ઉપચારપદ્ધતિ. તેમાં ખાસ પ્રકારની બનાવેલી સોય દર્દીના શરીરમાં ભોંકી દર્દીનો રોગ દૂર કરવામાં આવે છે. આ પદ્ધતિના સિદ્ધાંત પ્રમાણે શરીરના જીવનશક્તિ તરીકે ઓળખાતા પ્રવાહમાં કોઈ અવરોધ પેદા થાય ત્યારે રોગ થાય છે. આથી જો આ અવરોધને દૂર કરવામાં…

વધુ વાંચો >

ઍક્યુપ્રેશર

ઍક્યુપ્રેશર : હથેળીમાં કે પગના તળિયામાં આવેલાં અમુક બિંદુઓને દબાવીને કેટલાક રોગોનો ઉપચાર કરવાની વિશિષ્ટ પદ્ધતિ. આ પદ્ધતિમાં શરીરમાં વિદ્યુતપ્રવાહ રૂપે ચેતના પેદા થાય છે એમ માનવામાં આવે છે અને તેને વહન કરનાર વિવિધ માર્ગો મેરિડિયન્સ તરીકે ઓળખાય છે. ચેતનાનો આ પ્રવાહ શરીરમાં બરાબર ફરતો રહે ત્યાં સુધી શરીર તંદુરસ્ત…

વધુ વાંચો >

ડૂબવાથી મૃત્યુ

ડૂબવાથી મૃત્યુ (drowning) : શરીરના શ્વસનમાર્ગમાં પ્રવાહી પ્રવેશે તેને ચૂષણ-(aspiration) પ્રવેશથી થતું મૃત્યુ કહે છે. મોટેભાગે સમુદ્રજલમાં કે મીઠા પાણીમાં આવાં મૃત્યુ વિશેષ જોવા મળે છે પરંતુ અન્ય પ્રવાહીમાં પણ આવાં મૃત્યુ થાય છે. પાણી કે પ્રવાહીમાં આખું શરીર ડૂબે ત્યારે જ નહિ પરંતુ વ્યક્તિનું નાક કે મુખ ડૂબે તોપણ…

વધુ વાંચો >

દેસાઈ, મણિભાઈ ભીમભાઈ

દેસાઈ, મણિભાઈ ભીમભાઈ (જ. 27 એપ્રિલ 192૦; અ. 14 નવેમ્બર 1993, પુણે) : ગાંધીવાદી રચનાત્મક કાર્યકર. સ્વાતંત્ર્યસૈનિક. વતન કોસમાડા, જિલ્લો સૂરત. પિતા ખેતી કરતા. માતાનું નામ રામીબહેન. મૅટ્રિકની પરીક્ષા પસાર કરી 1938માં. સૂરતમાં વિજ્ઞાનની કૉલેજમાં જોડાયા; પરંતુ ગાંધીજીના પ્રભાવથી, છેલ્લા વર્ષમાં અભ્યાસ છોડી, 1942ની ‘હિંદ છોડો’ ચળવળમાં જોડાયા. ભૂગર્ભમાં રહી…

વધુ વાંચો >

નિસર્ગોપચાર

નિસર્ગોપચાર : કુદરતી સારવારની ઉપચારપદ્ધતિ. તેમાં તનમનના સ્વાસ્થ્યની જાળવણી અને પુન:પ્રાપ્તિ માટે હાનિકારક ઔષધોના બદલે પ્રકૃતિ સાથે સુમેળ ધરાવતા આહારવિહાર અને સરળ ઉપચારો ઉપર ભાર મૂકવામાં આવે છે. નિસર્ગોપચારનો આધાર આવી સમજણ ઉપર છે : (ક) જીવ પ્રકૃતિનો અંશ છે અને પ્રકૃતિના નિયમો અનુસાર જ જીવન સંભવિત છે. (ખ) સ્વાસ્થ્ય…

વધુ વાંચો >