નલિન રાવળ
અતીતરાગ
અતીતરાગ (nostalgia) : ઘેર જવાની ઝંખના અને તે ઝંખના સાથે જોડાયેલ વિષાદ. ગ્રીક પદ ‘nostos’ એટલે કે ગૃહાગમન અને અન્ય પદ ‘algos’ એટલે કે વ્યથા. તે પરથી સંયુક્ત પદ ‘nostalgia’ (અતીતરાગ) બન્યું છે. આ પ્રથમ સ્તરનો અર્થ છે, પણ આ સાહિત્યિક સંજ્ઞા માનવીના આંતરમનનો નિર્દેશ આપે છે. ફ્રેન્ચ ફિલસૂફ બર્ગસાંએ…
વધુ વાંચો >અન્ના અખ્માતોવા
અન્ના અખ્માતોવા (જ. 23 જુન 1889, ઓડિસા, યુક્રેન; અ. 5 માર્ચ 1966, મોસ્કો, રશિયા) : રશિયાની પ્રમુખ કવયિત્રી. રશિયન ઊર્મિકવિતાના અભિનવ સ્વરૂપનું ઘડતર કરી તેની સબળ પરિપાટી ર્દઢ કરી આપનાર તરીકે તે અનન્ય પ્રતિષ્ઠા પામ્યાં છે. તેમના પતિ ગ્યૂમિલોફ વિખ્યાત કવિ હતા. તેમની પાસેથી અખ્માતોવાએ કાવ્યશિક્ષણના પાઠ લીધા હતા. અન્ના…
વધુ વાંચો >ઈલિયડ
ઈલિયડ (Iliad) (ઈ.પૂ. આઠમી સદી) : ગ્રીક મહાકાવ્ય. ગ્રીક મહાકવિ હોમરે ‘ઇલિયડ’ અને ‘ઑડિસી’ મહાકાવ્યોની રચના કરી હતી. હોમરની જન્મભૂમિ આયોનિયા. આયોનિયનો પોતાની સાથે ટ્રોજનવિગ્રહને લગતી અસંખ્ય કથાઓ લઈને આવ્યા હતા. આ કથાઓનો અમૂલ્ય વારસો આ પ્રજાના વંશજોએ કંઠોપકંઠ સચવાતી કવિતાના રૂપે અખંડ જાળવી રાખ્યો હતો. હોમરે સદીઓથી ચાલ્યા આવતા…
વધુ વાંચો >ઇલેક્ટ્રા
ઇલેક્ટ્રા (ઈ. સ. પૂ. 413) : ગ્રીક કરુણાંત નાટક. અગ્રિમ ગ્રીક નાટ્યકાર યુરિપિડિસે જટિલ માનસશાસ્ત્રીય ભૂમિકાએ વૈરપ્રદીપ્ત નારીના માનસનું સૂક્ષ્મ આલેખન કર્યું છે. ઇલેક્ટ્રાના પાત્રને કેન્દ્રમાં રાખીને ઇસ્કિલસ અને સોફોકલિસે પણ નાટ્યકૃતિઓનું સર્જન કર્યું છે. યુરિપિડિસે ઇસ્કિલસની જેમ નાટકમાં કાર્યવેગને મહત્વ ન આપતાં સોફોકલિસની જેમ પાત્રાલેખનને વિકસાવવા પર ધ્યાન કેન્દ્રિત…
વધુ વાંચો >ઈડિપસ રેક્સ
ઈડિપસ રેક્સ (Oedipus Rex); બીજું જાણીતું લૅટિન નામ ઈડિપસ ટાયરેનસ Tyrannus) : ગ્રીક ટ્રેજેડી. નાટ્યકાર સોફોક્લિસ(ઈ. સ. પૂ. 495-406)ની વિશ્વસાહિત્યમાં ઉચ્ચ સ્થાન મેળવનાર આ કૃતિને ટ્રૅજેડીનું સર્વોત્તમ ઉદાહરણ ગણીને ઍરિસ્ટોટલે તેના વિખ્યાત ગ્રંથ ‘પોએટિક્સ’માં ટ્રૅજેડીની વ્યાખ્યા બાંધી છે. પોતાના દીર્ઘ જીવનકાળ દરમિયાન સોફોક્લિસે 100થી વધુ નાટકોની રચના કરી હતી. તેમાંથી…
વધુ વાંચો >ઈવ ઑવ્ સેન્ટ ઍગ્નિસ
ઈવ ઑવ્ સેન્ટ ઍગ્નિસ (1820) : કીટ્સનું અનેક ર્દષ્ટિએ મહત્વનું દીર્ઘ અંગ્રેજી કથાકાવ્ય. કીટ્સે મધ્યયુગીન પ્રેમવિષયક રોમાંચક કથાસામગ્રીનો અહીં ઉપયોગ કર્યો છે. શેક્સ્પિયરની ‘રોમિયો ઍન્ડ જુલિયટ’ નાટ્યકૃતિની, તેમજ તેની કલાત્મક રચના પર અંગ્રેજ કવિ ચૉસર અને ઇટાલિયન વાર્તાકાર બૉકેચિયોની અસર અહીં સ્પષ્ટપણે દેખાય છે. પણ સમગ્ર કૃતિના આંતરબાહ્ય બંધારણ ઉપર…
વધુ વાંચો >ઈસ્કિલસ
ઈસ્કિલસ (જ. ઈ. પૂ. 525, ઍથેન્સ; અ. ઈ. પૂ. 456 ગેલા, સિસિલી) : પ્રસિદ્ધ ગ્રીક નાટ્યકાર. જન્મ એથેન્સની નજીક આવેલ ઇલ્યુસિઝમાં. તેમણે સ્વયં પોતાના કબરલેખમાં પોતાનો ઉલ્લેખ યોદ્ધા તરીકે કર્યો છે. તેમના પિતાનું નામ યુફોરિયન. ઈસ્કિલસ કીર્તિવંત યોદ્ધા હતા અને તેમણે મૅરથનની યુદ્ધભૂમિ ઉપર તેમજ સલામિસની યુદ્ધભૂમિ ઉપર પર્શિયનો સામેનાં…
વધુ વાંચો >એકિલીઝ
એકિલીઝ : ગ્રીક કવિ હોમર(ઈ.પૂ. 800થી 700)ના મહાકાવ્ય ‘ઇલિયડ’નો મહાપરાક્રમી નાયક. તે મિરમિડોનના રાજા પેલિયસ અને સાગરપરી થેટિસનો પુત્ર હતો. તેને યુદ્ધશાસ્ત્ર અને વક્તૃત્વમાં તાલીમ આપનાર ફીનિક્સ હતો અને શિકાર, ઘોડેસવારી, સંગીત તથા વૈદકમાં કિરોન તેનો ગુરુ હતો. પિતા પેલિયસને દેવવાણી સંભળાયેલી કે તેનો પુત્ર યુદ્ધમાં મરાશે. માતા થેટિસે તેને…
વધુ વાંચો >એકોક્તિ
એકોક્તિ (monologue) : સાહિત્યમાં ખાસ કરીને નાટકમાં પ્રેક્ષકગણ સમક્ષ કે વિના પ્રયોજાતી એક પાત્ર કે વ્યક્તિની ઉક્તિરૂપ પ્રયુક્તિ. તેની દ્વારા ચિંતન અને ઊર્મિનો આવિષ્કાર થતો. ક્યારેક તેમાં દીર્ઘ સંભાષણ પણ હોય. પ્રેક્ષક માટે જે માહિતી અન્ય રીતે શક્ય ન હોય તે સ્વગતોક્તિ (soliloquy) દ્વારા રજૂ થતી. એકોક્તિ, સ્વગતોક્તિ અને સંવાદ…
વધુ વાંચો >