નટવરસિંહ કેસરીસિંહ યાદવ
આલ્કોહોલી આથવણ
આલ્કોહોલી આથવણ (alcoholic fermentation) : ઑક્સિજન કે જારક શ્વસનને લગતા ઉત્સેચકોની ગેરહાજરીમાં ખાંડ, ગોળ, શેરડીનો રસ અને દ્રાક્ષ જેવા શર્કરાયુક્ત પદાર્થોમાં રહેલા ગ્લુકોઝનું વિઘટન કરીને તેને ઇથાઇલ આલ્કોહૉલમાં રૂપાંતરિત કરવાની પ્રક્રિયા. આ પ્રક્રિયા દ્વારા યીસ્ટ (Saccharomyces cereviseae) જેવા સૂક્ષ્મ જીવો ઊર્જા મેળવે છે. આ પ્રક્રિયાને નીચે પ્રમાણે ટૂંકમાં રજૂ કરી…
વધુ વાંચો >આહાર-પરિરક્ષણ
આહાર-પરિરક્ષણ (Food Preservation) : આહારની પૌષ્ટિકતા જળવાઈ રહે તેવી રીતે તેનું રક્ષણ કરવું તે. દા.ત., કાચું દૂધ ચાર કલાકમાં જ ફાટી જાય છે, પણ ફ્રીજમાં રાખવાથી તે લાંબો સમય સારું રહે છે. આહાર મનુષ્ય અને પ્રાણીઓ ઉપરાંત જીવ-જંતુઓને પણ પોષણ પૂરું પાડે છે. આહારમાં જીવજંતુઓ ભળે તો આહાર સડી જાય,…
વધુ વાંચો >ઉત્સેચકો, અચળ
ઉત્સેચકો, અચળ (enzymes–immobile) ઔદ્યોગિક ક્ષેત્રે ઉત્પાદન વધારવા અને તેને વધુ લાભદાયી બનાવવા માટેની પ્રક્રિયામાં વપરાતા ઉત્સેચકોનું અદ્રાવ્ય સ્વરૂપ. ઉત્સેચકો હમેશાં વિવિધ પરિબળોની વિશિષ્ટ મર્યાદાને અધીન રહીને ક્રિયાશીલ બને છે. પરંતુ તેમને અદ્રાવ્ય સ્વરૂપમાં ફેરવવાથી તેમનાં ક્રિયાશીલતા અને સ્થાયિત્વ વધારી શકાય છે. માધ્યમનાં pH અને તાપમાન જેવાં પરિબળોમાં થતા ફેરફારોની અથવા…
વધુ વાંચો >એકકોષીય પ્રોટીન
એકકોષીય પ્રોટીન (Single Cell Protein – SCP) : એકકોષીય સજીવોના શરીરમાંથી નિષ્કર્ષણથી મેળવવામાં આવતું પ્રોટીન. આ સજીવોના શરીરના આશરે 80 % જેટલા રાસાયણિક ઘટકો પ્રોટીન તત્વોના બનેલા હોય છે. ખાંડની રસી (molasses), દૂધનું નીતરણ (whey), કાગળનાં કારખાનાંના ધોવાણ (sulphite waste liquor), પૅરાફિન, કાર્બન ડાયૉક્સાઇડ, હાઇડ્રોજન જેવાં દ્રવ્યો પર એકકોષીય સજીવોને…
વધુ વાંચો >કૅનિંગ
કૅનિંગ : ખાવા માટે તૈયાર થયેલ ખાદ્યપદાર્થનું પરિરક્ષણ કરવાની એક પ્રચલિત પદ્ધતિ. આ પદ્ધતિમાં ખાદ્યપદાર્થને ડબામાં હવાચુસ્ત (airtight) રીતે બંધ કરી ઉષ્માપ્રક્રિયાથી તેનું પરિરક્ષણ કરવામાં આવે છે. આરોગ્યને જોખમરૂપ જીવાણુઓનો નાશ થાય, તે વંશવૃદ્ધિ કરવા શક્તિમાન ન બને, તેમજ જીવાણુઓ દ્વારા ઉત્પાદિત વિષ અને શરીરમાં આવેલા વિઘટનકારી ઉત્સેચકોને નિષ્ક્રિય બનાવવા…
વધુ વાંચો >