નટવરલાલ યાજ્ઞિક
અગ્નિહોત્ર
અગ્નિહોત્ર : જીવન પર્યંત આચરવાનું અગ્નિવ્રત. ઉપનયન પછી બ્રહ્મચારીનું અગ્નિવ્રત આરંભાય છે. સમાવર્તન પછી વિવાહ સુધીના સમયમાં આ વ્રતનો સ્પષ્ટ નિર્દેશ નથી. અગ્નિહોત્ર વ્રત વિવાહ પછી ગૃહસ્થે આચરવાનું હોય છે. અગ્નિહોત્ર જરામર્થ દીર્ઘસત્ર કહેવાય છે. જરાજીર્ણ ગૃહસ્થને તેમાંથી મુક્તિ મળે કે મરણથી મુક્તિ મળે. અગ્નિહોત્ર સાત પાક્ યજ્ઞોમાંનો એક યજ્ઞ…
વધુ વાંચો >અદૃષ્ટ
અદૃષ્ટ : પુણ્ય કે પાપરૂપ ભાગ્ય. તે ચક્ષુ આદિ ઇન્દ્રિયો વડે ગ્રહણ કરી શકાતું નથી તેથી તે અદૃષ્ટ કહેવાય છે. પ્રત્યેક જીવે વિવિધ પ્રકારના સુખદુ:ખાત્મક અનુભવો કરવા પડે છે. આ અનુભવો ઉત્પત્તિવિનાશશીલ છે, અનિયત છે, અનિશ્ચિત સમયે થનારા છે અને કાદાચિત્ક છે તેથી તે અનિત્ય છે, અને તેથી તે કાર્ય…
વધુ વાંચો >અનુશાસન
અનુશાસન : અનુશાસન એટલે ઉપદેશ, આજ્ઞા, અનુકૂલન, આદેશ, માર્ગદર્શન. વૈદિક સાહિત્યમાં આ શબ્દ એવા અર્થોમાં પ્રયુક્ત થયેલો છે. ધર્મનિરૂપણ કે ધર્મોપદેશ એવો પણ તેનો અર્થ છે. भावे ल्युद् પ્રત્યયાન્ત અનુશાસન શબ્દના યથાર્થ જ્ઞાપન, નિરૂપણ, કર્તવ્યોપદેશ એવા અર્થો છે. करणे ल्युद् પ્રત્યયાન્ત તે શબ્દનો અર્થ શાસ્ત્રોપદેશ એમ થાય છે. શબ્દાનુશાસન એટલે…
વધુ વાંચો >અર્થોપક્ષેપક
અર્થોપક્ષેપક : ભારતીય નાટ્યશાસ્ત્ર અનુસાર અભિનીત ન કરી શકાય તેવા વસ્તુનું સૂચન કરતી નાટ્યપ્રયુક્તિ (dramatic device). અભિનયના ઔચિત્યની દૃષ્ટિએ નાટક આદિ રૂપકોનું કથાવસ્તુ અભિનેય અને સૂચ્ય એમ બે ભાગમાં વહેંચાય છે. બે ક્રમિક અંકોની ઘટનાઓની વચ્ચે વીતેલા લાંબા સમયગાળા દરમ્યાન બનેલી ઘટનાઓ કે કોઈ અંકમાં અભિનીત કથાવસ્તુ પછી તરતમાં બનેલી…
વધુ વાંચો >અવચ્છેદન
અવચ્છેદન : પ્રતિયોગીપણાનો નિશ્ચય કરવાની ક્રિયા. અવચ્છેદ એટલે પ્રતિયોગી અથવા વિરોધી, જેનું અસ્તિત્વ તેના વિરોધી વિના સંભવે નહિ. ઘટાભાવ એ ઘટનું પ્રતિયોગી છે. ઘટ ન હોય તો ઘટાભાવ સમજાય નહિ. અવચ્છેદનો બીજા અર્થ છે વ્યાપ્તિ, નિયમપૂર્વકનું સાહચર્ય; જેમ કે, ‘જ્યાં જ્યાં ધુમાડો હોય ત્યાં ત્યાં અગ્નિ હોય.’ એ પ્રમાણે ધુમાડો…
વધુ વાંચો >આકાંક્ષા
આકાંક્ષા : પૂર્ણ અર્થ નિષ્પન્ન કરવા સારુ એક પદની અન્ય પદ સાથે જોડાવાની અપેક્ષા. નામ, સર્વનામ, વિશેષણ અને અવ્યય શબ્દો સુબન્ત (વિભક્તિ, પ્રત્યયાન્ત) હોય અને ધાતુઓ તિઙન્ત (કાલવાચી કે અર્થવાચી પ્રત્યયાન્ત) હોય ત્યારે તે પદ બને. અમુક એક પૂર્ણ અર્થ નિષ્પન્ન કરવા સારુ પરસ્પર સંબંધમાં આવેલાં પદોનો સમૂહ તે વાક્ય.…
વધુ વાંચો >ઉક્થ-ઉક્થ્ય
ઉક્થ-ઉક્થ્ય : વૈદિક મંત્રસાધ્ય સ્તુતિનો એક પ્રકાર. સંગીતના સપ્ત સ્વરો વડે સાધ્ય મંત્રસ્તુતિ તે સ્તોમ કે સામ કહેવાય અને અપ્રગીત એટલે કે માત્ર સંહિતાપાઠની પદ્ધતિએ પઠિત મંત્રસ્તુતિ તે શસ્ત્ર કે ઉક્થ કહેવાય. સોમયાગોમાં સ્તોમ અને શસ્ત્ર એમ બન્ને પાઠ થાય છે. વચ્ ધાતુને ઉણાદિ યક્ પ્રત્યય લાગી ધાતુના વકારનું સંપ્રસારણ…
વધુ વાંચો >ઉત્તરમીમાંસા
ઉત્તરમીમાંસા : ષડ્દર્શનમાંનું એક દર્શન. વેદના મંત્ર અને બ્રાહ્મણોમાં વિધાનોનું સ્પષ્ટીકરણ કરનારું શાસ્ત્ર તે મીમાંસા. મીમાંસા એટલે તલસ્પર્શી વિચારણા. વેદમાં યજ્ઞાદિકર્મપરક અને ઈશ્વરવિષયક વિધાનો છે. કર્મપરક વિધાનોની વિચારણા કરનાર શાસ્ત્ર તે કર્મમીમાંસા અને ઈશ્વરવિષયક વિધાનોની વિચારણા કરનાર શાસ્ત્ર તે બ્રહ્મમીમાંસા. વૈદિક કર્મોના અનુષ્ઠાન વડે અંત:કરણ શુદ્ધ થાય પછી તેમાં ઈશ્વરનો…
વધુ વાંચો >ઉદ્ગીથ-2
ઉદ્ગીથ-2 : સામગાનનો મુખ્ય ભક્તિવિભાગ. ઉદ્ગાતાએ ગાયેલી તે ઉદ્ગીથ ભક્તિ. સામગાનના ભક્તિ, વિદ્યા કે વિભક્તિના નામે ઓળખાતા વિભાગો પાંચ છે : પ્રસ્તાવ, ઉદગીથ, પ્રતિહાર, ઉપદ્રવ અને નિધન. પ્રસ્તોતા નામે ઉદ્ગાતાનો સહાયક ઋત્વિજ હૂઁકાર મંત્રથી ગાનનો આરંભ કરે એ પ્રસ્તાવ નામથી પ્રથમ ભક્તિ કહેવાય. પછી ઉદ્ગાતા પોતે ૐકારના ઉચ્ચાર સાથે મુખ્ય…
વધુ વાંચો >